________________
ક
ધૃવ કેટલી ખખી સપત્તિ ૯૯ કોઢ પાયળ લશ્કર છે. જેને સારું રાજ ચાર કોઢ મણુ અન્ન રંધાય, જેમાં રાજ ૧૦ લાખ મણુ તે મીઠું' વપરાય, એના શાક-દાળના નવારમાં ૭૨ મણુ તા રાજ હિંગ વપરાતી હતી. ત્રણ ક્રોડ ગાકુળની ગાયા રાજ આપે અને ૯૬ ક્રોડના લશ્કરને પગાર આપવા કેટલું ધન જોઈએ? આટલા ઉપરથી સમજી જાવ કે ચક્રવર્તિની ઋદ્ધિ કેટલી હશે? આટલી સમૃદ્ધિ હોવા છતાં ભરતાદિ ચક્રવતિ એ એના રાગમાં રગદોળાયા નહિ. તેએ સંપત્તિવાન હેાવા છતાં અલિપ્ત રહેતા હતાં. એમના અંતરમાં વૈરાગ્યની છેાળા ઉછળતી હતી. પાતાના શુદ્ધ અને જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપના ખ્યાલ હતા. પછી બાહ્ય સંપત્તિમાં શા માટે લેપાય ?
ભૃગુ પુરોહિત સ`સારભાવથી અલિપ્ત અન્ય પણ એની પત્ની યશાને સંસારના સુખના રાગ છે એટલે કહે છે સ્વામીનાથ ! લોકો જે સુખની ઝંખના કરે છે તે બધાય સુખા આપને મળ્યા છે. આ સંસારમાં કંઈક મનુષ્ય પાસે ધન નથી તેા તે મેળવવા ફાંફા મારે છે, કેટલી મહેનત કરે છે. કઈકની પાસે ધન છે તે ઘરમાં સંપ નથી. કોઈ ને ઘેર ધન પણ છે અને સંપ પણ છે તે શરીર સાજું નથી. “ સાત સાંધે ત્યાં તેર તૂટે ” ‘એવી એકેક જીવાની પરિસ્થિતિ છે. જ્યારે આપણનેતા આમાંની એક પણ ઉપાધિ નથી.
પૂર્વના પુણ્યથી લીલા લહેર છે, તા આવા સુખા ભેાગવવાના સમયે શા માટે આપણે દીક્ષા લેવી જોઈએ ? પુત્રોને દીક્ષા લેવી હાય તા ભલે એ લઈ લે. પણ આપણે ત સ'સારના બધા સુખ ભાગવી લઈએ. પછી પાછલી ઉંમરે આપણે "ને ચારિત્ર અંગીકાર કરીશું. હજુ આપણી યુવાની વીતી ગઈ નથી.
દેવાનુપ્રિયા ! એણે તા પાછઢી ઉંમરે પણ દીક્ષા લઈશું એમ કહ્યું, પણ તમે તે પાછલી ઉંમર વીતી જવા આવી તે પણ જાગતા નથી. સંસારની પ્રવૃત્તિઓમાં તમે માના છે! કે યુવાનીમાં જેટલું થાય તેટલું કરી લઈએ. પૈસા કમાવાની પાછળ જેટલી તમારી દોટ છે તેટલી આત્માને કમ'ની એડીમાંથી મુક્ત કરવા માટે નથી. ભાગવિલાસ તરફની જે તમારી દોટ છે તે દોટની દિશા બદલાવી આત્મા તરફનું લક્ષ કરો. સસારના સુખા પ્રત્યેના રાગ તમને ક્રુતિમાં લઈ જશે. રાગદશા કેવી ખૂરી છે, રાગ કયાં રડાવે છે સાંભળે.
એક ધનાઢચ શેઠને એ પત્નીએ હતી. તેમાં નવી પત્ની ખૂમ સૌ વાન હતી. સાથે વિનય—વિવેક આદિ ગુણુા પણ તેનામાં ખૂબ હતાં. એટલે શેઠને નવી શેઠાણી પ્રત્યે ખૂબ રાગ હતા. વારવાર નવા શેઠાણી સામું જોયા કરે. વહેપાર-ધંધા કરે પણ એનુ મન તા શેઠાણીમાં જ રમ્યા કરતું, શેઠાણીને પણ શેઠ પ્રત્યે એટલે જ પ્રેમ હતા. એક વખત શેઠ અને શેઠાણી અને બેઠા છે. આનંદ વિનાદની વાતા કરી રહ્યાં છે. વાતવાતમાં શેઠ કહે છે મને તે તારા પર ખૂબ માહ છે. જો મારા પહેલાં તારું આયુષ્ય પૂર્ણ થાય તા હું. તા તારા વિના જીવી જ ન શકું, પશુ તને મારા ઉપર કેટલે પ્રેમ છે ? ત્યારે