________________
હત. બીજો ઉપાય ન હતું તેથી સ્થાનકવાસીના કેઈ એક સંત યતિના ઉપાશ્રયે આવ્યાં અને પૂછયું કે અમે અહીં ઉતરીએ? યતિના ગુરૂ બહાર ગયા હતાં, તેથી શિષ્ય “હા પાડી. તેથી સંત ઉતર્યા. પછી ગુરૂ આવી ચડ્યાં. અને તે સાધુને જોતાં જ ખૂબ ઉગ્ર સ્વભાવમાં આવીને બોલવા લાગ્યા, કે આવા ઢુંઢીયાને કે જગ્યા આપી ? અને અહીં કેમ ઉતાર્યા? જેમ ફાવે તેમ બોલવા લાગ્યાં. પણ સંત એટલા બધા શાંત હતાં કે એક પણ શબ્દ બોલ્યા નહી, અને કહયું કે ભાઈ #ધ કરશે નહીં. અમે વિહાર કરી જઈશું, કારણ કે તે પિતાના સ્વ ઘરની અંદર કષાય રૂપી ચેરને પેસવા માટે દરવાજો બંધ કરી દીધો હતે. તમે પણ ઘરના દરવાજા બંધ રાખ્યા હોય છે અને ઉપર લખ્યું હોય છે કે જેને એડમીશન વિધાઉટ પરમીશન. No admission without permission ખરેખર તમે દરવાજે તે બંધ રાખે પણ કષાય માટે દરવાજા ખુલ્લા છે. બીજી રીતે પહેલાં તે તમે એમ લખતાં હતાં કે ભલે પધારે. “Wel Come” તેને અર્થ ગુણેને આવકાર.
દેવાનુપ્રિયે? પિતાનું ઘર “ના જ રંભળું રેવ પિત્ત રાએ પિતાનું ઘર છે. પણ ક્રોધ-માન-માયા અને લેભ એ જીવનું ઘર નથી. પણ નરક ને તિર્યંચ ગતિ અપાવનારું છે. માટે કષાયને જીતવી તેમાં જ આત્માનું શ્રેય છે. જે ક્રોધ કષાયને જીતે છે તે જ સ્વઘરમાં ગયો કહેવાય. પહેલાના જમાનામાં રાજભવનમાં રાણીને ક્રોધ આવે તે તે કેપ ભવનમાં બેસી જતી હતી. તમારા ઘરમાં કેપ ભવન છે? અરે, તમારું તે આખું ઘર જ કેપભવન છે. ખરું ને?
બંધુઓ? કોઇના પ્રસંગમાં કઈ પણ રીતે શાંતિ રાખવી જોઈએ તેમ અમારા ગુરૂદેવ કહેતા હતાં. કેઈક અજાણ્યા અને ધર્મથી વંચિત એવા એક ગામમાં અમારા મહારાજ સાહેબ પધારેલા. તેમાં પાણી વહોરવા માટે ગુરૂદેવ તથા તેમના ગુરૂભાઈ ગયા. જેવા ઘરમાં દાખલ થયા એવા જ સામે બેઠેલા ભાઈઓએ કહ્યું કે તમે કોણ છે ? તેઓએ કહ્યું. અમે જૈનના સાધુ છીએ. ગરમ પાણી લેવા આવ્યા છીએ. ત્યાં તરત જ શેઠ બોલ્યા તારા બાપે પાણી કરી રાખ્યું છે. પછી મહારાજ નમ્રતાથી બોલ્યા. ના ભાઈ અમે તે સૂઝતું હોય તે લઈએ. શેઠને તે વચનની અસર થઈ અને શેઠાણીને પૂછયું કે ગરમ પાણી છે? આ મહારાજને જોઈએ છે. ત્યાં તો શેઠાણી તાડુકીને બોલ્યા. શું એની મા અહીં બેઠી છે કે કરી આપે! “આવા કટુ વચને પણ સંતને સાંભળવા પડે છે. છતાં સંત પિતાનાં સ્વ ઘરમાં રમતા હેવાથી પર ઘર રૂપી કષાયમાં જતા નથી. છેવટના પરિણામમાં તે બંને માણસોને ખ્યાલ આવી ગયે કે સંત કેટલા બધા શાંત છે?
એક વાર કૃષ્ણ, બળદેવ અને તેને સારથી ત્રણે જણ જઈ રહ્યા છે. જતાં જતાં અંધારું થઈ જાય છે. અને ગાઢ વનમાં આવે છે. તેથી કૃષ્ણ કહે છે કે આપણે અહીં જ રાત રહી જઈએ. બધા ત્યાં એક ઝાડ નીચે રહે છે. ત્યારે રાત્રીને એક પાર પૂરે