________________
भुत्ता रसा भोइ जहाइ णे वओ, न जीवियट्ठा पजहामि भोए । શ્રામ ગઢામ જ યુદં ર ટુક, સંજિકસ્થમાળો પરિણામિ મોf ઉ. અ. ૧૪-૩૨
ભૂગુ પુરોહિત કહે છે કે પ્રિયા ! રસાદિ પદાર્થો મેં ખૂબ ભોગવ્યાં. આ યુવાવસ્થા મને છોડીને ચાલી જાય છે. કામભેગોને બહુ ભોગવવાથી પણ અભાવ થઈ જાય છે. તમે અનુભવ કરજે. જે ચીજ તમને બહુ ભાવતી હોય, એને જોઈને તમારું દિલ નાચી ઉઠતું હોય, એ વસ્તુ તમારા ભાણામાં પીરસાય. તમે પેટ ભરીને ખાઈ લીધું. તે પણ સામી વ્યક્તિ કહે, હજુ ખાવ. એમ ખૂબ આગ્રહ કરીને પીરસે અને હાડિયા સુધી આવી જાય, પછી એ પ્રિય વસ્તુ પણ અપ્રિય બની જાય ને ? બહુ જ ખાવાથી એના ઉપર અરૂચી થાય છે. સિનેમાના શોખીનને સિનેમાને ખૂબ શોખ હોય છે. પણ એને આ દિવસ પિકચર જેવા જ બેસાડી રાખવામાં આવશે તે જોઈ જોઈને તેની આંખે દુઃખી જશે. જે પિકચરમાં નદીઓના નાચ જોઈ ને એનું હૈયું થન થન નાચતું હતું તે પછી નહિ ગમે. અતિપ્રિય વસ્તુને બહુ ઉપભેગ કરવાથી એમાં કંટાળો આવે છે. તેમ ભેગ-વિષય ઉપર પણ જીવને અરૂચી થાય છે.
જ્યાં સુધી નથી સમજ્યા ત્યાં સુધી જ ભેગમાં તમે રચ્યા પચ્યાં રહેશે. પણ સમજશે ત્યારે અમારે તમને કહેવું પણ નહિ પડે. સંસારમાં સુખ મેળવવાને પુરૂષાર્થ એ રેતીને પીલીને તેલ અને પાણી લાવીને માખણ કાઢવા જે વ્યર્થ છે. છાશમાં જે માખણ રહી જાય તો છાશ મીઠી લાગે છે. પણ જે માખણમાં છાશ રહી ગઈ તે માખણ ગંધાઈ જશે તેમ આ સંસારમાં જે તમને બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાની ભાવના થાય, પરિગ્રહની મમતા ઓછી થાય છે તે સારું છે. તમારે સંસાર ત્યાગથી શેભી ઊડશે, પણ ત્યાગમાં જે ભેગની વાસના રહી જાય તે પતન થાય. છાશ મિશ્રિત ઝાખણની જેમ એનું જીવન ગંધાઈ જાય છે.
ભૂગુ પુરોહિત કહે છે કે, તે સ્ત્રી ! આ ભેગોથી હું તો હવે કંટાળી ગયે છું. મને અરૂચી થઈ ગઈ છે. યુવાવસ્થા પણ પૂરવેગે ચાલી જાય છે. હજુ ઘડપણે ઘેરે ઘાલ્યો નથી. તે ઘડપણ આવે ત્યારે ભેગોને છોડવા તેના કરતાં પહેલાં જ શા માટે ન છેડવા? વળી આ યુવાની કાયમ રહે એટલા માટે હું ભેગને નથી છોડતા. તેમજ મારી પ્રશંસા થાય, મને પર ભવમાં સ્વર્ગનાં સુખ મળે એવી આશાથી પણ દીક્ષા લેતે નથી, આ સંસારમાં કંટાળી ગયા છું, અહીંથી છૂટું એવી ભાવનાથી પણ સંસાર છોડતું નથી. પણ લાભ-અલાભ-સુખ-દુઃખને સમ્યક્ પ્રકારે અનુભવ કરવા માટે હું દીક્ષા લઉં છું. હજુ પણ યશા પત્ની ભૂરુ પુરોહિતને સમજાવવા માટે શું કહેશે તે વાત અવસરે.