________________
છે પણ તેને સ્પર્શ તે નહીં કર્યો હોય? તેનું શરીર મખમલનાં ગાદલાં કરતાં પણ સુંવાળું છે. મખમલનાં ગાદલાં તેની પાસે કંઈ હિસાબમાં નથી. તેમજ શરીરની કે મળતા પણ ખૂબ જ છે. છતાં તમને તેના શરીરની સુંવાળાશને અનુભવ લેવાનું મન થાય ખરું?
ના.” કેમ ન થાય? તે ભયંકર છે તેથી. બંધુઓ ! બસ. મારે તમારી પાસેથી એટલું જ જાણવું હતું. સમજે, મેહનીય કર્મ પણ સર્પ જેવું જ છે. તે બહારથી મુલાયમ અને સુંવાળું મેહનીય કર્મનાં ભેગવટામાં તમને દેખાય છે, પણ પરિણામ શું આવશે, તે ધ્યાન રાખજે. વીરાણી સાહેબ! તમારા બંગલાનાં ટાઈલ્સ કેટલા સુંવાળા છે? પણ તેમાં કોઈ વાર પાણી પડયું હોય તે લપસી જવાય ને? પછી હાડકાં ભાંગી જાય ને ? તેમ આ મેહનીય કમેં ઘણાનાં હાડકાં ભાંગી નાંખ્યા છે. દેવાનુપ્રિયે ! તમને દ્રવ્ય સપને ભય છે પણ તમને ભાવ સર્ષે રૂપ મેહનીય કમને ભય કેમ નથી? અહા! તેને તે તમે ગળે વળગાડીને ફરે છે. આ તે મારો ભાઈ છે, આ તે મારે બાપ છે, આ મારી માતા છે, આ મારી બેન છે, આ મારી પત્ની છે. આ તે મારા ફલાણું સગા છે ને આ તે મારા ઢંકડા સગા છે. કેટલા સગપણરૂપી મેહનીય સપને છાતીએ લગાડીને ફરે. છો ! સર્પનું ઝેર તે એક જ ભવ બગાડશે. પણ મેહનીય કર્મ રૂપી ઝેર તે જીવને અને સંસાર વધારશે. માટે સમજીને તે ઘાતી કર્મો ઉપર ઘા કરતાં શીખે.
બીજી રીતે વિચારીએ. તમે લુહારને જે હશે. લુહાર બધા હથિયાર બનાવે છે. તેમાં તે હાથકડી ને પગની બેડી પણ બનાવે છે અને તે હાથકડી અને પગની બેડી કંઈ શેતાનને પહેરવા માટે જ હોય છે. હવે હું તમને પૂછું? તમે અઢારથી એકવીશ વર્ષની ઉંમરનાં થયાં ત્યાં તમને પણ હાથકડી કે બેડી બાંધે છે. તમે તે સામેથી હાથ આપે છે. મારે કહેવાને આશય સમજી ગયા? હાથ લાંબો કરીને પહેરી છે ને? મારે એનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી કે કઈ કડી તમે પહેરી ? કારણ કે તમે પરણેલા છે. ચેરીમાં ફેરા ફર્યા તેને મતલબ શું? ચેરીમાં જે ચાર છોડ હતાં તે છે. તમને સુચન કરે છે કે તું ચાર ગતિના ફેરાને વરી ચૂક્ય. એકેક છેડ ઉપર સાત સાત માટલા હોય છે. તે સાત ચેક અઠ્ઠાવીસ થયાં. અઠ્ઠાવીસ શું છે? તે ખબર છે ને? એ અઠ્ઠાવીશ મેહનીય કર્મની પ્રકૃતિ છે કે જે જીવને પિતાના ઘેરામાંથી બહાર નીકળવા ન દે. . હવે જે તમારે આ ચાર ગતિ રૂપી જેલમાંથી છૂટવું હોય તે સંયમમાં આવવું જ પડશે. તેના વગર આત્માની સિદ્ધિ જ નથી. બંધુઓ! સમજે. સંસાર એ તે કાજળની કોટડી જેવો છે. કોઈ માણસ એમ વિચાર કરે કે કાજળની કોટડીમાં રહીને પણ મારા કપડાને ડાઘ ન પડવા દઉં તે તે બનવું અશકય છે, તેમ સંસારમાં રહીને આમ કલ્યાણ કરવું એ પણ મુશ્કેલ છે. આત્માને મુક્તવિહારી બનાવ હોય તે સંસારના બંધન તેડે જ છૂટકે છે. એક વખત તમને સંસાર બંધનરૂપ લાગ જોઈએ.