________________
ક્ષારમાં ગમે તેટલાં ગુખ હોય તે પણ એ ધન જ છે. પણ સંસાર પ્રવેને રાગ છે એટલે સંસાર બંધનરૂપ લાગતું નથી. રાગ અને દેશ આજે જુને બંધનકર્તા છે, એ બંને કમનાં બીજ છે.
- રાગ અને દ્વેષ એ કમનાં બીજ છે, એ બંનેથી કર્મનું બંધ થાય છે. કમનું બંધન થવાથી મેહ ઉત્પન થાય છે. અને મોહથી છવ વધુ કર્મબંધન કરે છે અને એ જન્મ-મરણનું મૂળ છે. અને જન્મ-મરણ એ જ સુખ છે. તમને સંસારના ખે
ખરૂપ લાગે છે? એ દુઃખથી મુક્ત થવાની ઝંખના કેમ થતી નથી ?એનું કારણ એ જ છે કે તમે સંસારના સુખમાં એવા ખેંચી ગયાં છે કે વીતરાગ વાણીના એક બે વચને તે જાગે તેમ નથી. બે-ત્રણ મહિના એકધારે વીતરાગ વાણીને વરસાદ વરસે ત્યારે માંડ તમારા ગળે વાત ઉતર.
તમે દહીં જમાવે છે ને ? એને તે તમને પૂરો અનુભવ છે. શિયાળામાં દહીં ખૂબ સરસ જામે છે. એ ખૂબ જામેલા દહીંમાંથી માખણ છૂટું પાડતાં ખૂબ મહેનત કરવી પડે છે. ખૂબ વાવીને દહીને ઢીલું પાડીને તેમાં ગરમ પાણી નાંખી પાછું લેવાય છે, ત્યારે તેમાંથી માખણ છૂટું પડે છે. પાણી એ માખણ કાઢવામાં સહાયભૂત બન્યું, પણ પાણીમાં કંઈ માખણ ન હતું. માખણ તે દહીંમાંથી જ મળે છે. તેમ તમને આ સંસારમાં પૂર્વના પુણ્યથી આ સંસારના સુખે રૂપી દહીં મળી ગયું છે. એમાં તમે એવા જામી ગયા છે કે તમારા ઉપર વીતરાગવાણીનું ગરમ પાણી રોજ રેડીએ છીએ તે પણ સંસારમાંથી છૂટવાનું તમને મન થતું નથી.
આ સંસારમાં તમને કોઈ રોકતું હોય તે રાગ છે. દરેક જડ પુદગલે ઉપરને રાગ તમને સંસારમાં ડૂબાડે છે. એ રાગનું બંધન કપાય તો જ સંસારથી છૂટાય. રાગ અને હેપનાં બંધને કાપવાનો જે પુરૂષાર્થ છે એ જ સાચો સમ્યક્ પુરૂષાર્થ છે, બાકીને બધો પુરુષાર્થ સંસાર બંધનને છે. માટે જે વીતરાગ વાણી તમારા ગળે ઉતર્તી હોય તે હવે સંસારને મેહ ઓછો કરો. જેને સમજાઈ ગયું છે કે આ સંસાર એ કાજળની કોટડી છે, કારાગૃહ છે એ ભૂગુ પુરોહિત જાગી ગયો છે. એના મનમાં એ વાત ઠસી ગઈ છે કે મારા પુત્રો જે માર્ગે જાય છે તે માર્ગ સાચે છે. આત્માની સાચી સમાધિ તે ત્યાગમાં છે, ભેગમાં નહિ. જેની સેવામાં દેવે હાજર હતાં એવા ચક્રવતિઓ પણ સંસારનાં સુખને લાત મારીને નીકળી ગયાં છે. જે એમાં સુખ હેત તે એ શા માટે નીકળી જાત? ચકવતિની અદ્ધિ કેટલી હોય છે? એ સાંભળતાં પણ તમને આશ્ચર્ય લાગશે. ચક્રવર્તિના રસોડે રોજ કેટલું અનાજ રંધાતું હતું?
ચાર કોડ મણું અન્ન નિત સીઝ, લૂણ દશ લાખ મણ લાગી, તિન ક્રોડ ગોકુળ નિત દઝે, તે ભી ન હુઆ અનુરાગીછભરતના