________________
દેવાનુપ્રિયે! આ જન્મના વિચારો આવતા જન્મનું ખાતર બને છે. એટલે આ ભવમાં જેવી ભાવનાએ કરી હોય છે અને તે પૂર્ણ ન થાય તે આવતા ભવમાં એવી જ ભાના ફરે છે. તે તમે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવાની ભાવના કરી હોય અને બ્રહ્મ ચર્ય વ્રત અંગીકાર કર્યું નથી અને આયુષ્ય પૂર્ણ થઈ ગયું તે આવતા ભવમાં સહેજે
હચર્ય વ્રત અંગીકાર કરી શકશે. સંયમ લેવાની ભાવનામાં મૃત્યુ આવી ગયું હશે તે આવતા ભવમાં હેજે સંયમની ભાવના થશે અને સંયમ માર્ગે પ્રયાણ કરી શકશે, પણ આખી જિંદગી હાય પૈસો ને એય પૈસો જ કર્યો હશે, આખી જિંદગી ભેગમાં જ વ્યતીત કરી હશે તે બીજા ભાવમાં પણ તેને જ ભણકારા વાગવાના. અને પૈસાને સાચવવા ફૂંફાડા મારતા નાગ થશે. માટે મમતા ન રાખે. સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવે રહે. શાલિભદ્ર સ્વર્ગ જેવા સુખ ભગવતો હતે. બત્રીસ કન્યાઓને સ્વામી બન્યું હતું. પણ એમ ખબર પડી કે મારે માથે નાથ છે? ત્યાં અપ્સરા જેવી બત્રીશ કન્યાઓને મેહ પલવારમાં છેડી શુરવીર બનીને નીકળી ગયું. એને મળ્યું હતું છતાં છોડીને નીકળી ગયે. અને તમને નથી મળ્યું પણ એને મેળવવા ફાંફા મારે છે. પણ એક દિવસ છેડયા વિના છૂટકો નથી.
જે છે જેને અધિકાર ચાલે છે તેમાં દેવભદ્ર અને જશેભદ્ર એક જ વખતના સંત દર્શનથી જાગી ગયા છે. પુત્રના વૈરાગ્યથી પિતા પણ વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે. એને પણ સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું છે. એટલે ત્યાગ માર્ગે જવા તૈયાર થઈ ગયા. સ્વાધીનપણે છેડવામાં જ મઝા છે. જે અત્યારે નહિ નીકળું તે જ્યારે ત્યારે મરી જઈશ ત્યારે મને આડો પાડીને ઘરની બહાર કાઢશે, તેના કરતાં ઉભા ઉભા નીકળી જવું શું બેટું? બંધુઓ ! જે ઉભા ઉભા બહાદુર બનીને નીકળી જાય છે તે આત્માના મહાન સુખને પામે છે. અને જે આડો નીકળે છે એ તે કર્માનુસાર વિવિધ ગતિઓમાં ભ્રમણ કરે છે. ઉભા ઉભા ઘર છોડે છે એની મહત્તા છે. આડા નીકળે એની કોઈ મહત્તા નથી. ભૃગુ પુરોહિત એની પત્નીને કહે છે હે યશા ! જેવી રીતે પાંખ વિનાના પક્ષીને કૂતરા ને બિલાડા વીંખી નાખે છે, તેથી તે ઉડી શકતું નથી અને મરણને શરણ થાય છે. એકલો સૈન્ય વિનાને રાજા રણમેદાનમાં શત્રુના પંજામાં સપડાઈ જાય છે. અને વહાણમાં મુસાફરી કરનાર વહેપારી પૈસા વિના દુઃખી થાય છે તેમ પુત્ર વિના મારી પણ એવી દશા થશે, માટે મારે આ સંસારમાં રહેવું નથી. મને આ સમૃદ્ધિથી ભરેલા મહેલ જેલ જેવા લાગે છે. મને આ સંસારમાં ક્ષણવાર રહેવું ગમતું નથી.
ભૂરુ પુરોહિતને સંસાર શૂન્ય લાગે છે. એને સર્વસ્વ સુખ સંયમમાં જ દેખાવા લાવ્યું. જ્યારે જીવનમાં જાગૃતિ આવે છે ત્યારે એનું જીવન પલટાઈ જાય છે. એક વખત એ જ ભૃગુ પુરેહિત એના પુત્રને કેવા જવાબ આપતે હતે? પુત્રોને સંસારમાં રોકવા