________________
ભેળસેળ કરીને વસ્તુ વેચવી એ મોટું પાપ છે. તેમાં પણ આવી દવાઓમાં આવી જાતની દગાખોરી કરવી એ તો ઘણું જ ભયંકર પાપ છે. દગો કઈને સગો નથી. આવી દગાબાજી એક દિવસ પિતાનું જ અહિત કરનારી નીવડે છે. બંધુઓ! તમને ગમે તેટલું પૈસે મળે પણ પૈસાના ગુલામ બની કદી આવા પાપ ન કરશે. લેભી મનુષ્યને પાપની પણ પરવા હોતી નથી. એક વખત નવી કંપની પર ફેન આવ્યો કે જલદી ઈંજેકશન મોકલી આપે. આ કંપનીવાળા શેઠના પુત્રના મિત્રને ફેન હતું. એટલે તરત જ એને પુત્ર ઇજેકશન લઈને પહોંચી જાય છે. બાવીસ વર્ષને યુવાન મિત્ર સર્પદંશના ઝેરથી બેભાન થઈને પડે છે. તરત જ ડોકટર બોલાવ્યા. ઇંજેકશન અપાવ્યું. બાપ રાહ જોઈને બેઠે હતો કે હમણાં મારો પુત્ર આંખ ખેલશે, પણ કયાંથી લે? દવામાં સત્વ હોય તે ઝેર ઉતરે ને? પુત્રે તે સદાને માટે આંખ મીંચેલી જ રાખી. પુત્રનું મૃત્યુ થયું જાણીને એના માતા-પિતા પછાડ ખાઈને રેવા લાગ્યા. થોડા દિવસ પહેલાં જ જેના લગ્ન થયાં હતાં તે પત્ની બેભાન થઈને પડી. આ કરૂણ વાતાવરણ જોઈને શેઠના દિકરાનું હૈયું કંપી ઉઠયું. તેણે ઘેર આવીને કહ્યું: બાપુજી! આ બંધ બહુ જ ખોટો છે. આપણાં અલ્પ સ્વાર્થને ખાતર કંઈક જીનાં પ્રાણ હણાય છે. આ તે ભયંકરમાં ભયંકર પાપ કહેવાય. બાપ કહે છે દીકરા! પૈસા કેમ કમાવાય તેની તને શી ખબર પડે? આવી ધર્મની વાતે તું કયાંથી શીખી આવ્યો? હવે કાલથી ઉપાશ્રયમાં જઈશ નહિ. ધમ તે ઉપાશ્રયમાં કરવાનું. ઘેર નહિ. જે ધર્મમાં કહ્યા પ્રમાણે કર્યા કરશે તો ભૂખે મરવાના દિવસે આવશે.
જુઓ ! ભવૃત્તિ ધમને પણ દેશનિકાલ કરાવે છે. માટે હું તે તમને કહું છું કે ભલે પિસાદાર ન બનાય તે કાંઈ નહિ પણ ધર્મને ચૂકશે નહિ. અને લેભને તે હૃદયમાં સ્થાન જ ન આપશે. બાપની સામે દીકરાનું કાંઈ જ ચાલ્યું નહિ. એક દિવસ એ પ્રસંગ બની ગયું કે શેઠ આરામથી પલંગમાં સૂતા છે. એના ભયંકર પાપકર્મને ઉદય થવાને એટલે કોણ જાણે ક્યાંથી મોટો ભોરિંગ સર્ષ આવીને શેઠના અંગુઠે કરડી ગયે. જે સપે ડંખ માર્યો તેવી જ તેના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળી પુત્ર-પત્ની બધાં દોડી આવ્યાં. લાઈટ કરીને જોયું તે મોટો ભયંકર કાળે ઝેરી નાગ. બાપ કહે છે બેટા ! ઇજેકશન લઈ આવ. પુત્ર કહે છે પિતાજી! દુકાનની ચાવી
ક્યાં મૂકી છે? ત્યારે કહે છે બેટા ! આપણે દુકાનનું ઇંજેકશન કામ નહિ લાગે. એ તે નકલી માલ છે. જુની કંપનીવાળા વહેપારીને ત્યાંથી લઈ આવ. પિતાજી! અત્યાર સુધી દગા-પ્રપંચ કરી બીજાનાં પ્રાણ લૂંટતા વિચાર ન કર્યો. આ પાપ હવે તમને કેમ બચાવશે?
પુત્ર તે દેડો જુની કંપનીમાં ઇજેકશન લેવા ગયે. એણે કહયું કે સોળ રૂપિયા