________________
આકાશમાં તારો ચમકે છે તેમ તારાબાઈ મહાસતીજી મારા શિષ્યામંડળમાં એક ચમકતા તારા હતા. પૂ. તારાબાઈ મહાસતીજીને જન્મ અમદાવાદ શહેરમાં લુણાવાડા
ટીપાળમાં થયો હતો. તેમના પિતાજીનું નામ ઉગરચંદભાઈ અને માતુશ્રીનું નામ સમરતબહેન હતું. તેમના લગ્ન પણ થયેલા હતા. આ સંસાર તે સંગ અને વિયેગના દુખથી ભરેલું છે. તદનુસાર તેઓ ૨૪ વર્ષની ઉંમરમાં વિધવા થયા. વિધવા થયા પછી એક જ વર્ષમાં અમારે (પૂ. બા. બ્ર. વિદુષી શારદાબાઈ મહાસતીજીને) પરિચય થતાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયા અને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. મારી દીક્ષા પછી આ બધી શિષ્યાઓમાં તેઓ સૌથી પ્રથમ વૈરાગ્ય પામેલા હતા. તેમને ચાર પુત્રો હતા અને તે નાના હતા. તેમને મોટા કરવાની જવાબદારી પોતાના માથે હતી એટલે ન છૂટકે સંસારમાં રહેવું પડયું. સંસારમાં તેઓ ખૂબ અનાસક્ત ભાવે રહી તપ-ત્યાગ અને જ્ઞાનધ્યાનમાં મસ્ત રહેતા હતાં. આમ કરતાં સૌથી મોટા પુત્રના લગ્ન કરી થોડો સમય સંસારમાં રહી મોટા પુત્રને જવાબદારી સેંપી સંસારની રિદ્ધિ-સિદ્ધિ ને મહાન સુખે ત્યાગી સંવત ૨૦૧૪માં સાબરમતી ગામમાં તેમણે દીક્ષા અંગીકાર કરી. આજે દીક્ષા તે સહુ લે છે, પણ બાળકોને મેહ છોડી દીક્ષા લેવી એ મહાન કઠીન છે. જેવી રીતે પુત્ર પરિવારના મહિના બંધને કાપી શુરવીર બનીને સંયમ માગે તેઓ નીકળ્યા હતાં તે જ રીતે અંતિમ સમય સુધી સંયમમાં રક્ત અને મસ્ત રહ્યા હતાં.
અમે મુંબઈ ગયા ત્યારે સંવત ૨૦૧૮નું પ્રથમ ચાતુર્માસ મુંબઈ-કાંદાવાડી, સં. ૨૦૧૯નું માટુંગા, ૨૦૨૦નું દાદર, ૨૦૨૧ નું વિલેપાર્લા અને ૨૦૨૨ નું ઘાટોપરમાં કર્યું. ઘાટકોપરનું ચાતુર્માસ પૂર્ણ કરી મંદાકિનીબાઈની દીક્ષા પ્રસંગે પિષ વદ દશમના દિવસે અમે બધા ઠાણ માટુંગા આવ્યા. તે વખતે મહા સુદ બીજના દિવસે તારાબાઈ મહાસતીજીને માથાના ચસકા ઉપડયા. એ દર્દનું નિદાન કરાવવા માટે માટુંગા શ્રી સંઘે મોટા મોટા સર્જને બોલાવ્યા અને ખડે પગે સેવા કરી. પણ વેદનીય કર્મ આગળ કેઈનું ચાલ્યું નહિ. પૂજ્ય તારાબાઈ મહાસતી ખૂબ સમતાભાવે દર્દ સહન કરતા હતાં. તેમના મુખ ઉપર હેજ પણ ગ્લાનિ ન હતી. જ્યારે જુએ ત્યારે પ્રસન્ન જ રહેતાં. * પિતાને કાળધર્મ પામવા અગાઉ ત્રણ દિવસ પહેલાંથી જ તેમણે મને બધા સંકતે કર્યા હતાં. મને પાસે બેસાડીને કહ્યું કે મહાસતીજી! આ જીવન ક્ષણભંગુર છે. નશ્વરદેહને મેહ રાખવા જેવો નથી. હું અઢી દિવસ છું. પણ હું વડી દીક્ષા લેવાની છું. હું એમના ગુઢ અર્થને સમજી ન શકી. મેં કહ્યું કે વડી દીક્ષા તે સાયન થવાની છે જે તમારી ઈચ્છા હોય તે વડી દીક્ષા માટુંગામાં જ કરીએ. તે કહે છે ના. એમ નહિ. હું વડી દીક્ષા લેવાની છું. મને અંતિમ આયણ કરાવે. તા. ૨૪-૨-૬૭ થી તેમણે ધૂન બોલવાની શરૂ કરી.