________________
ભત્રીને કહે છે એ બધા તમારે ભમ છે. પણ એક વખત જે તમારે એવું જ હોય તે હું કહું તેમ કરો. પછી મને કહેજે. જુઓ, આ ગુટિકા લઈ જાવ. એને તમે મોઢામાં રાખશે એટલે શ્વાસ બહુ જ ધીમો પડી જશે અને આંખે ખુલ્લી રહેશે એટલે, તમે બધું જ જોઈ શકશે. જેનારને એમ જ લાગશે કે આ તો મરી ગયા છે. પણ તમે ગભરાશે નહિ. આ ગુટિકા મોઢામાં રાખી ઓરડામાં થાંભલી છે તેમાં પગ ભરાવી ભીંતમાં માથું રાખી ચત્તાપાટ સૂઈ જજે, પછી જે બને તે જોયા કરજે. ભત્રીજાએ આ પ્રમાણે કહ્યા પછી કાકે કહે છે હું ગમે તેટલી એની અગ્નિપરીક્ષા કરું પણ એને મારા તરફ એટલો પ્રેમ છે કે એ પ્રાણ આપતાં પાછી નહિ પડે. ભત્રીજે કહે છે તમે એકવાર અજમાશ તે કરી જુઓ, પછી યોગ્ય લાગે તેમ કરજો.
કાકા તે ત્યાંથી ઉઠીને સીધા ઘેર આવ્યા. મા ગુટિકા રાખી થાંભલીમાં પગ ભરાવી ચત્તાપાટ સૂતા, મોઢામાંથી ફીણ ચાલ્યા જાય છે. શરીરે પરસેવાના છેદ વળી ગયા છે. પત્ની રડામાંથી બહાર આવે છે. શેઠને ચત્તાપાટ સૂતેલા જેઈ શેઠની પાસે ગઈ. જુવે છે તે શેઠની ગંભીર સ્થિતિ છે. મનમાં થયું કે આ તે હવે બે ઘડીના મહેમાન છે. બનવા જોગ તે જ દિવસે દૂધપાક, પુરી ને ખમણ બનાવેલ. શેઠાણીના મનમાં થયું કે જે અત્યારથી સગા-સંબંધીને કહેવડાવીશ તે મારા દૂધપાક–પુરી બગડશે. અને હવે તે એ જવાના છે તે જવાના છે, અને મારે પાછું આખે દિવસ રેવા-કૂટવામાં ગળું ખેંચવું પડશે. એમ વિચારી બે માણસ માટે બનાવેલા દૂધપાક-પુરી એકલી ખાઈ ગઈ. શેઠ બધું જોયા કરે છે. અહા ! હું માનતે હતું કે તે મારી પાછળ પ્રાણ આપી દેશે, તેને બદલે દૂધપાક પુરી ઝાપટવા બેઠી છે. શેઠાણી તે ખાઈ-પી, કબાટેને તાળા લગાવી સગાવ્હાલાને ખબર આપે છે કે શેઠને કંઈક થઈ ગયું છે. કારણ કે નાના ગામડામાં કંઈ કાયમ ડોકટરો હોતા નથી. અઠવાડિયામાં બે દિવસ ડેકટર આવતો હતો એટલે ડોકટરને કયાંથી લાવે ? બધાએ આવીને જોયું અને કહેવા લાગ્યાઃ શેઠ તે ખલાસ થઈ ગયા છે. શબને બાંધવાની તૈયારી કરે છે અને શેઠાણી તે છાતી ફાટ રૂદન કરે છે. બે ત્રણ માણસોને ખાંપણુ લેવા પણ મોકલી દીધા. હવે શેઠને બાંધવાની તૈયારી કરે છે પણ એમણે પગ એવા થાંભલામાં ભરાવ્યા હતાં કે કેમે ય કરી પગ નીકળે નહિ. બધા મૂંઝાઈ ગયા. છેવટે બે-ત્રણ વૃદ્ધોએ કહ્યું કે આ થાંભલી વેરી નાંખીએ તે જ આના પગ આમાંથી છૂટા થાય. આ શબ્દ શેઠાણીના કાને પડ્યા. એટલે મનમાં ચિંતા થઈ કે એક તે ધણી વગરની થઈ ગઈ. હવે આ થાંભલી વેરી નાંખશે એટલે ઘર વિનાની થઈ જઈશ. પણ બધા વડીલેને કહેવા કેવી રીતે જવાય? એટલે એણે રૂદનના સૂરમાં બીજો ન સૂર ઉમેરીને શું કહે છે! * મારા પતિના પગ વેરી નાખે, પણ થાંભલી અવિચળ રાખે,
થાંભલી વિના ઘર પડી જશે, બહેની તમારી દુઃખી થાશે. શા, ૮૧