________________
વાત - રાજા પિતાના સૈન્ય સહિત યુદ્ધમાં જાય તે જલદી પરાજય પામતું નથી, પણ સૈન્ય વિનાને એકલો રાજા જલ્દી પરાજિત બને છે.
ત્રીજી વાત –જેમ ધન વિના વણિક વહાણમાં મુસાફરી કરતો હોય અને તેમાં પણ જે વહાણ દરિયામાં ડૂબી જાય તે તે અત્યંત દુઃખી દુઃખી થઈ જાય છે. એની મુંઝવણને પાર રહેતો નથી. એવી રીતે હું પણ પુત્રો વિના દુઃખી થઈશ અને મારે પણ પુત્રો વિના આવા કષ્ટો વેઠવાનો વખત આવશે, તેના કરતાં દીક્ષા લઈ લેવી શું બેટી? દેવાનુપ્રિયે! તમને કદી આવે વિચાર આવે છે? પુત્રોની પાછળ બાપ તૈયાર થઈ ગયે. આપણા સ્થાનકવાસી સમાજમાં તો આખા કુટુંબ બહુ જ ઓછા નીકળે છે. પણ દેશવાસીમાં તે માતા-પિતા-પુત્ર અને પુત્રીઓ સામટા એક ઘરમાંથી દીક્ષા લઈને સંયમ માર્ગે ચાલી નીકળે છે. અને સંયમમાં રમતા કરતા હોય છે. સંયમને આનંદ ઓર છે. હવે તે ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. રાજગૃહી નગરીમાંથી એક વાર તે વીરને માર્ગે જવા તૈયાર બને. તે મને પણ આનંદ આવે કે એક વાર તો જાગે. અને વીતરાગવાણી અંતરમાં ઉતારી. જે જાગશે તેનું જીવન સફળ થશે. ભૂગ પુરહિતે એની પત્નીને આ પ્રમાણે કહ્યું. હવે એની પત્ની યશા શે જવાબ આપશે તેના ભાવ અવસરે
વ્યાખ્યાન નં.૯૦
આસો વદ ૪ને રવિવાર તા. ૧૮-૧૦-૭૦
જગતના જીના આત્મ કલ્યાણને અર્થે, પરમતારક પરમાત્માએ જગતના જીવે સાચું સુખ કેમ પ્રાપ્ત કરે, એટલા માટે અનુકંપા કરીને શાસ્ત્ર સિદ્ધાંત રૂપી વાણીને પ્રવાહ વહાવે. મહાન પુરૂષ દાંડી પીટાવીને કહે છે કે દુલભમાં દુર્લભ જે કોઈભવ હોય તે માનવભવ છે. આ ઉત્તમ માનવભવ પ્રાપ્ત કરીને જેને મેળવવા માટે મથી રહ્યા છે, જેની પાછળ દડા દેડી અને કાળા ધેાળા કરી રહ્યા છે એ પરિગ્રહને પોટલ તમારી સાથે આવવાનું નથી. આ બધું અહીં જ છોડીને જવાનું છે.
મનુષ્યભવમાં છવને જેમ પુણ્યથી આરાધનાની સામગ્રી મળી છે તેમ પુણ્યના ગે સંસાર સુખની સામગ્રી પણ મળી છે. તે હું તમને પૂછું છું કે એ બંને સામગ્રીમાંથી તમને અધિક પ્રેમ કેના ઉપર છે? સંસાર સુખની સામગ્રી ઉપર કે આરાધનાની સામગ્રી ઉપર? સંસાર સુખની સામગ્રી એટલે તમે સમજે છે ને? પૈસા મળવાં, બંગલા