________________
ફેબ્રુપ
હાથમાં જતા રહેશે તે ! અહીં સંવરના ઘરમાં આવીને પણ મમતા છૂટતી નથી. મને તે તમારી દયા આવે છે કે આ મારા મહાવીરના સંતાનેાનુ' શું થશે ? હા,સાથે લઇ જવાનુ` હાય તે આટલી અધી મમતા રાખો તેા ઠીક છે, પણ. આ તા મધુ' અહી' જ રહેવાનુ છે. તમારા કરેલાં કર્માં જ તમારી સાથે આવવાના છે. ખુદ ભગવાન મહાવીર સ્વામીને પણ ક્રમે છેડયા નથી. વાસુદેવના ભત્રમાં તૈયાપાલકના કાનમાં સીસું રેડાવ્યું હતું તે। મહાવીર પ્રભુના ભવમાં કાનમાં ખીલા ભેાંકાણા. ભગવાનના કાનમાં ખીલા ભેાંકાયા પણ એક સ્હેજ ચીસ સરખી પાડી નથી. એ આપણને ખતાવે છે કે હે જીવ! તે કમ કરતી વખતે વિચાર કર્યાં નથી. હવે ભેાગવતી વખતે શા માટે દુઃખ ધરે છે ?
મનુષ્ય ભવમાં કમનાં દેણાં પતાવવાના અમૂલ્ય અવસર છે. સ્રાતમી નરકે જયાના કર્માં પણ મનુષ્ય બાંધે છે અને મેક્ષમાં પણ મનુષ્ય જઈ શકે છે. મનુષ્ય કમ બાંધવામાં શૂરવીર છે અને કમ તેાડવામાં પણ શૂરવીર છે. માટે મનુષ્ય ભવની અમૂલ્ય ઘડીને એળખા. આવા સમય ફરી ફરીને નહિ મળે. પાછળથી પસ્તાવાનું ન થાય. અણુમમાં જીવે કંઇ ન કર્યુ. પણ સમજણુના ઘરમાં આવે ત્યારે જીવની દશા પીટાઈ જાય છે.
શારદાપૂજન વખતે તમે ચેાપડામાં લખશે! ‘મને શાલિભદ્રની ઋદ્ધિ મળો' પણ એવું કોઇ વખત લખા છે. ખરા કે મને પાંચ મહાવ્રત મળજો ! જેની રમણતા હાય એજ યાદ આવેને ? ૫ંચ મહાવ્રતની રમણતા તમારા દિલમાં છે ? ભગવાનના શ્રાવક ભાગના ભિખારી ન ાય. પ્રભાતના પહેારમાં ઉઠીને શ્રાવક કેવી ચિંતવા કરે? હે ભગવંત! હું કયારે આર ંભ પરિગ્રહના ત્યાગ કરીશ ? હું કયારે મહાવ્રતધારી સાધુ બનીને ત્યાગમાર્ગોમાં આવીશ ? અને અંતિમ સમયે આલેાવી પડિક્કમિ, નિંદી નસલ થઈને સ થારો કરીશ? આવા અપૂર્વ અવસર કયારે આવશે ? આ અવસરની રાહ જોતા હોય, અને તમે કેવી ભાવના ભાવા છે. આ દેહ ત્યાગ માટે મળ્યા છે ભાગ માટે નહિ. ધન સન્માર્ગે વાપરવા માટે મળ્યું છે, સ ંગ્રહ કરવા માટે નહિ. મુખ્ય કહેવાની વાત એ છે કે શાલિભદ્રની ઋદ્ધિ માંગેા છે પણ એ શાલિભદ્રે પૂ॰ભવમાં શું કર્યું હતું એ જણેા છે? આગલા ભત્રમાં તે એ ભરવાડને પુત્ર હતા. અને સ ંતને, માગી તાણીને બનાવેલ ખીર ઉત્કૃષ્ટ ભાવે વહેારાવી હતી. એ તા તમે સૌ તણા છે. પણ ભરવાડના આગલા ભવમાં એ કાણુ હતા એ નહિ જાણતાં હૈ!.
ભરવાડના આગલા ભવમાં શાલિભદ્રના આત્મા એક સમૃદ્ધ શેઠ હતા. પૂર્વના પુણ્યાયે તેનો વૈભવ છલકાઈ રહ્યો હતા. પણ તે એવા કબ્રુસ હતા કે “ ચમડી તૂટે પણ દમડી ન છૂટે’” એક રાતી પાઈ પણ સન્માગે વાપરતા ન હતા. ઘરમાં પણ સુખે ખાય નહિ અને ઘરનાને ખાવા દે પણ નહિ. પેાતે સુખે ન ખાય તા ખીજાને કયાંથી આપે ? હતા તેા શ્રાવક પણ એને ઘેર કદી સ ́તના પગલાં થતાં ન હતાં. તે પછી