________________
પિછલેલા સભ્ય દષ્ટિ દેવે પણ મનુષ્યભવને ઝંખે છે તેનું કારણ શું? સમાગની "આરધના મનુષ્યભવમાં થાય છે. એ માટે જ જ્યારે તમને મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે છતાં ભૌતિક સુખને જ ઝંખી રહંયા છે, એ કેવું કમભાગ્ય છે જેની પાસે નથી તે ઝંખે છે અને જેને મળ્યું છે તેને કિંમત નથી. અ ! એક વાત નકકી સમજી લે કે આ જીવને ધન-વૈભવ, બાગ-બગીચા-લાડી વાડી ને ગાડી, પુત્ર, પત્ની, દેવની અતિ બધું જ મળવું સુલભ છે, આ બધું જ જીવ અનતી વખત પ્રાપ્ત કરી ચુક છે, ફક્ત નથી શું મળ્યું ? સર્વ પ્રરૂપિત ધર્મ જ જીવને મળ્યું નથી. કાંચમ “હશે તે તેને પિછા નથી. તેને કારણે જ મોક્ષની પ્રાપ્તિ થઈ નથી.
વીતરાગ પ્રરૂપિત ધર્મનું શરું અંગીકાર કરીને અનંત જીવે છે પદને પ્રાપ્ત કરી ગયાં છે. વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં પ્રાપ્ત કરી રહ્યા છે અને ભવિષ્ય કાળમાં અહીંથી પણ ઘણુ આત્માઓ મોક્ષપદને પામશે. પણ જે આરાધના કરતા નથી તેનું શું થશે? તમારી આખી જિંદગી ધન કમાવવામાં, કુટુંબનું પાલન પોષણ કરવામાં ચાલી ગઈ. તમે આ સંસારની વેઠ કરવા જ મનુષ્ય ભવ પામ્યા છે કે આત્મ સાધનાનું લક્ષય કયું છે? મનુષ્ય જન્મ રૂપી કલ્પવૃક્ષનું મુખ્ય ફળ ચારિત્ર છે. આ ઉત્તમ મનુષ્યભવ પામીને દેશ વિરતિ પણ ન બની શકે તે મળેલા મનુષ્યભવની કિંમત કેડીની જ છે. જેને મનુષ્યભવની કિંમત સમજાણી છે અને સર્વવિરતિ બનવા તૈયાર થયા છે તેવા બે પુત્રોને વૈરાગ્ય જેઈપિતાને પણ વૈરાગ્યને રંગ લાગે. ચરમ શરીરી જીવ છે. એને પણ લાગ્યું કે મારા પુત્રો જે સંયમ માર્ગે જવા તૈયાર થયા છે તે માર્ગે ગયા વિના ત્રણ કાળમાં આત્માની સિદ્ધિ થવાની નથી.
ભગુ પુરોહિત પોતાની પત્ની યશાને કહે છે –હે વસિદ્ધિ! આપણુ પુત્રે સંયમમાગે જાય છે તે મારે શા માટે સંસારમાં રહેવું? વળી મારે ભિક્ષાચરી કરવાને સમય આવી ગયો છે. પહેલાંના માણસના માથામાં એક સફેદ વાળ આવે એટલે ચેતી જતા હતાં કે હવે મારાથી સંસારમાં રહેવાય જ નહિ. જે કે ચાલુ જમાનામાં તે ઘરડાના માથામાં કાળા વાળ હોય છે, અને યુવાનના માથામાં ધોળા વાળ આવી ગયા હોય છે, પણ અમુક વર્ષની ઉંમર થાય એટલે ભેગને ત્યાગ કરી ત્યાગને રાગ કરે જઈએ. તમે માને છે કે આ સંસારમાં સગા-વહાલાં, કુટુંબ બધું જ મારું છે. પણ ભાઈ! આ બધે જ સંસાર સ્વાર્થને ભરેલ છે.
વપ્નનાં સુખે સાચા હેતાં નથી. સ્વપ્ન પૂરું થઈ જાય, ઉંઘ ઉડી કે સુખ પણ અદશ્ય થઈ જાય છે. તેમ આ સંસારનું સુખ પણ સ્વપ્નવત્ છે. સંસારના નેહમાં બધે એકાંત સ્વાર્થ ભરેલું છે. હું તેમને એક રૂપક દ્વારા સમજાવું.