________________
- *;:
કોઈ એક નાના ગામડામાં એક કાકે અને ભત્રીજે રહેતા હતાં. ભત્રીજો હજુ કુવારે હતું અને કાકાની પત્ની પરક ગઈ હતી. એ ગામમાં એક સંન્યાસી મહાત્મા ફરતા ફરતા પધાર્યા. એમનું પ્રવચન સાંભળવા કાકે ને ભત્રીજો બને જાય છે. એ સંન્યાસીએ સંસારની અસારતા ઉપર ખૂબ ભાર આપે. આ સાંભળી કાકા અને ભત્રીજાને સંસાર અસાર લાગ્યો. પણ ભત્રીજાને વૈરાગ્ય સચેટ હતું અને કાકાને વૈરાગ્ય ઉપને હતો. છતાં કહે છે બેટા! મને તે આ મહાત્માનું વ્યાખ્યાન સાંભળી સંસાર અસાર લાગે છે. ત્યારે ભત્રીજે કહે છે મારે પણ આ મહાત્માને શિષ્ય બની જવું છે. તે 'ચાલે ત્યારે, આપણે અને આ માલ મિલ્કતને ધર્માદામાં વાપરી નાંખીએ. કારણ કે પાછળ કઈ વાપરનાર તે છે જ નહિ. ત્યારે કાકે કહે છે થોડા વખત પછી આપણે સંન્યાસ લઈએ. શરીઓ કહે છે કાકા! ડવું એમાં વાર શા માટે તમારે ક્યાં મારા કાકીની પણ રજ લેવાની છે? હું તે આજે જ સાધુ બની જાઉં છું. કાકા કહે છે ભલે, તું હમણાં મહાત્માની પાસે દીક્ષા લઈલે, અને હું આ ઘરમાર અને ધનની વ્યવસ્થા કરીને થોડા સમયમાં જ આવી જઈશ. કાકાના અંતરમાં હજુ સંસાર તરફને તીવ્ર રાગ હે, પણ ભત્રીજાને દીક્ષા આપવા માટે જ આ બધો ઢોંગ કર્યો હતો. ભત્રીજાને વૈરાગ્ય સચોટ હોવાથી વેદાંત ધર્મની દીક્ષા અંગીકાર કરી, ગુરૂની સાથે ત્યાંથી વિહાર કરી જાય છે.
આ બાજુ કાકાને તે પોતાની અને ભત્રીજાની મિલ્કત મળી જવાથી મોહ વળે. ફરીને લગ્ન કર્યું અને સંસારના સુખ ભોગવવા લાગ્યા. આ તરફ ભત્રી રાહ જોતો હતું કે મારા કાકા હજુ કેમ દીક્ષા લેવા ન આવ્યા? ભત્રીજાએ દીક્ષા લઈને વેદાંતધર્મનું ખૂબ જ્ઞાન મેળવ્યું. આ વાતને બાર વર્ષો વીતી ગયા. ખૂબ જ્ઞાન મેળવી ભત્રીજો બાર વર્ષે પિતાના ગામમાં આવે છે. ખૂબ જ્ઞાન મેળવ્યું છે. વાણીમાં પણ ખૂબ ઓજસ છે એટલે આખું ગામ વાણી સાંભળવા ઉમટે છે, પણ કાકા તે આવ્યા જ નહિ. કારણ કે પિતે પહેલાં દીક્ષા લેવાની વાત કરી હતી ને પછી લગ્ન કર્યું, એટલે ભત્રીજા પાસે જતાં શરમ આવતી હતી. પણ ભત્રીજો કાકાને કયાં છેડે તેમ હતું! એ ભિક્ષા લેવા માટે કાકાને ઘેર જાય છે. અને કહે છે તમે કેમ દેખાતા જ નથી? વ્યાખ્યાનમાં આવવા માટે કહે છે. બીજે દિવસે કાકા વ્યાખ્યાનમાં જાય છે. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી ભત્રીજાને મળવા માટે ઉભા રહે છે. બધા માણસે જતા રહ્યા પછી ભત્રીજે કહે છે કાકા! તમે તે કહ્યું હતું ને કે હું થોડા વખતમાં જ દીક્ષા લેવા માટે આવું છું અને આ શું કયું? હજુ પણ સમજીને રાહ બદલે તે સારું છે. કાકા કહે છે હવે તે હું દીક્ષા લઈ શકું તેમ નથી. હવે જે દીક્ષા લઉં તે મારા શ્રીમતીજી મારી પાછળ આપઘાત જ કરે. એ તે મારા વિના ખાય પણ નહિ. માટે એ પચેન્દ્રિયની હત્યાનું પાપ કોણ વહોરે? જુઓ. આ કાકાની ચતુરાઈ? (હસાહસ).