________________
હતા. તેમના પિયરીયાં દેરાવાસી હતા, અને તેમના લગ્ન સાણંદમાં સ્થાનકવાસી કુટુંબમાં થયેલા. તેમના લગ્ન તેરમા વર્ષે થયા હતાં અને ચૌદમા વર્ષે તે તેને સંસારનું કારમું દુઃખ-વિધવાપણું આવી ગયું. પહેલાના વખતમાં નાની ઉંમરમાં લગ્ન થતાં. પાર્વતીબાઈ મહાસતીજી પરણ્યાં હતાં એટલું જ. બાકી સંસાર શું કહેવાય એ પણ તેઓ સમજતાં ન હતાં. તેમની ઉંમર નાની હતી એટલે માતા-પિતાએ તેમનું મન ધર્મના માર્ગે વાળ્યું. તેમને પણ સમજાઈ ગયું કે આ સંસાર આ ભયંકર છે. આ સંસારમાં રહેવું તેના કરતાં આત્મસાધના કરી માનવ જીવનને હું સફળ કરી લઉં, તેમને સંયમ લેવાની લગની લાગી.
તેમના પિતાશ્રી દેરાવાસી હતાં. તેઓએ કહ્યું : દીક્ષા લેવી હોય તે દેરાવાસીમાં આપું, એટલે રજા આપતાં ન હતાં. પૂજ્ય મહાસતીજી કહે છે મારે તે સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી છે. ચાર વર્ષ તેઓ સંસારમાં રહ્યા. છેવટે વૈરાગીને વિજય થ અને કુટુંબીજનોની આજ્ઞા મળતાં ખંભાત સંપ્રદાયના પૂજ્ય આચાર્ય ગુરૂદેવશ્રી છગનલાલજી મહારાજના સાનિધ્યમાં પૂજ્ય ગુરૂણ જડાવબાઈ મહાસતીજી પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. પૂજ્ય જડાવ બાઈ મહાસતીજી પણ પ્રખર વિદ્વાન સાધ્વીજી હતાં. તેમની પાસેથી ખૂબ જ્ઞાન મેળવ્યું. જ્ઞાન-ધ્યાનમાં આગળ વધી જૈન શાસનની શોભા વધારી અમારા તારણહાર બન્યાં.
પૂજ્ય ગુરૂણી ખૂબ જ શાંત અને સૌમ્ય પ્રકૃતિનાં હતાં. તેમને આત્મા ખૂબ પવિત્ર હતે. સંવત બે હજારને આઠ (૨૦૦૮)ની સાલમાં તેમને છાતીનું કેન્સર થયું હતું. તેથી તેમણે ઓપરેશન કરાવ્યું હતું. અને તેથી તેમને ઘણું જ સારું થયું હતું. ત્યાર બાદ તેઓ સુરત, વડોદરા વિગેરે ગુજરાતના ક્ષેત્રોમાં અને સૌરાષ્ટ્રમાં વઢવાણ, સુરેન્દ્રનગર, સાયલા, મૂળી, વિગેરે ક્ષેત્રોમાં વિચરતાં ચેટીલા થઈ રાજકોટ સુધી વિહાર કરેલ, અને ખૂબ જ ધર્મની પ્રભાવના કરેલ. છેવટે વેદનીય કર્મના ઉદયે સંવત ૨૦૧૧માં કેન્સર ફરીને ઉથલે માર્યો. આવી ભયંકર વ્યાધિ હોવા છતાં પિતે ખૂબ જ સમતા રાખતાં હતાં. અને નવકારમંત્રનું સતત સ્મરણ કર્યા કરતા હતા. આવી અસહ્ય વેદના પ્રસન્ન ચિત્ત સહન કરતાં હતાં.
આમ કરતાં આસો સુદ તેરસને દિવસે તેમને અંતરાત્મા જાગી ઉઠયે. અને મને તથા મારા ગુરુબહેન પૂજ્ય જશુભાઈ મહાસતીજીને કહી દીધું કે હું હવે ત્રણ દિવસ જ છું. મને સંથારો કરાવે. તેમ દરેક રીતે એમણે અમને ખૂબ જાગૃત કર્યા. પણ અમે તે વાતને દઢતાપૂર્વક ગ્રહણ ન કરી શક્યાં. અને પૂનમને દિવસ આવી ગયે. છેલ્લે ખુલ્લા શબ્દોમાં કહી દીધું કે હું આજનો દિવસ છું, મને સંથારે કરાવે. પંચ મહાવ્રત ઉચર વિગેરે કહ્યું. મને પણ થઈ ગયું કે મારા તારણહાર અમને મુકીને આજે ચક્કસ