________________
કહે
સમથ નથી. દેવલેાકમાંથી ઈન્દ્ર આવે તે પણ સાચા વૈરાગીને શકી શકે નહિ. બે પુત્રો દીક્ષા લેવા માટે મક્કમ થઈ ગયાં છે, હવે ભૃગુ પુરાહિત છુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન’.......૮૮
આસા વદ ૨ ને શુક્રવાર તા. ૧૬-૧૦-૭૦
અનંત જ્ઞાની સજ્ઞ ભગવતે આ જગતના જીવે ઉપર અનુકંપા કરી શાસ્ત્રસિદ્ધાંત રૂપી વાણીના ધેાધ વહાવ્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં એ કુમારાને વૈરાગ્યના રંગ લાગ્યા છે. તેઓ કહે છે:--
હે પિતાજી ! અમે આજે જ ધર્મને અંગીકાર કરીશું, જે ધર્મનું શરણુ અંગીકાર કર્યાં પછી આ ભવ–અટવીમાં ભમવું ન પડે. અમને હવે ભવના ભય લાગ્યું છે.
ધમના પ્રારંભ ભવ નિવેદ્ભથી એટલે સંસાર પરના વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય એટલે શું ? જેમાં સંસારના ભૌતિક સુખા, ધન-મહેલ-મહેલાતા આદિ સુખની સામગ્રીએ જીત્રને આનંદદાયક ન લાગે પણ દુ:ખદાયક લાગે, ભયાનક લાગે. આમાં હું અટવાઈ જઈશ તા મારા આત્માનુ શુ થશે ? આવા અને ભય લાગે. તેથી એ સુખ-સામગ્રી એને છેડવા જેવી લાગે. અને જયાં સુધી એ ન છૂટે ત્યાં સુધી એને મૂંઝવણ થાય. આનુ નામ વૈરાગ્ય. આવા વૈરાગ્ય ભવનિવેદ ન આવે ત્યાં સુધી વાસ્તવિક ધમની શરૂઆત થઈ નથી. પછી ભલે દાન કરો, તપ કરી, સામાયિક-પ્રતિક્રમણ બધું જ કરી, પણ સાથે ભવનવે તા થવા જ જોઈ એ. વૈરાગ્યભાવ સહિત કરેલી કરણી જ માઁની નિરા કરાવે છે. ધર્મ પરાયણ અનેા પણ સાથે સાથે સ`સારનાં સુખા અને સામગ્રીના રસ ઉભા હશે તે કરણીના ફળ તરીકે એની જ તમે માંગણી કરવાના અને એના પરિણામે સંસાર જ વધવાના કે ખીજું કોઇ ! ગૃહસ્થાવાસમાં રહેવા છતાં તમને ભવના ભય તા હાવા જ જોઈએ.
બંધુએ ! જગતમાં જૈન દર્શન જેવું વિશાળ એક પણ દન નથી. ભગવાને એ પ્રકારે ધમ બતાવ્યા છે. એક આગાર ધમ અને ખીજે અણુગાર ધમ. જેમ મેડી ઉપર ચઢવા માટે તમે દાદર બનાવે છે તેમ તમારા આત્માને ઉંચે લઈ જવા માટે પણ ભગવાને માર પગથિયાવાળા એક દાદર બનાવ્યા છે. ખાર વ્રત રૂપી ખારા પગથિયા