________________
૬૨૮
મને આજે ખાવું ભાવે એમ નથી. પત્ની કહે છે એવું તે શું છે? કે તમને ખાવું ભાવે એમ નથી ! અરે ! મારા દુઃખની શી વાત કરું! જેને, આપણું ગામમાં રહેતા પેલા માણેકલાલની તે ડગળી જ ચસકી ગઈ છે. એના બાપે કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે અને એ તે પૈસા ઉડાડવા બેઠો છે. સહાયક ફંડમાં, દીક્ષાઓમાં, જ્યાં જુઓ ત્યાં તે એટલે જ પૈસે વાપરે છે. દાનમાં લોકોને ફેગટ પૈસા આપી દે છે એ મારાથી જોયું જતું નથી. એને દાનમાં પૈસે વાપરતે જોઈને મારી તે તબિયત બગડી ગઈ છે. અને ખાવાની રૂચી જ ઉડી ગઈ છે
પતિની વાત સાંભળી એની પત્ની કહે છે, તમને કાગળીયું આવે, એ પૈસે વાપરે છે ને તમારા પેટમાં શેની બળતરા થાય છે? (હસાહસ) આ તે ગુણીના ગુણ ઉપર ઝેર કરે છે, એમાં આપણે શું લેવાદેવા ! દાન દેવાવાળે જુદો છે અને લેવાવાલા પણ જુદા છે. કમાવનાર કમાઈને આપે છે એમાં તમારું શું જવાનું છે? પણ એક કહેવત છે ને કે “દાતાર દાન કરે અને ભંડારી પેટ કૂટે.
કોઈ માણસે જમણવાર કર્યો હોય અને જમણમાં સત્તર ચીજો બનાવી હોય ત્યારે જમનારા હંશથી જમતા જાય અને જમાડનારની પેટ ભરીને પ્રશંસા કરતા જ્ઞાય પણ આવી બળતરા કરનારાઓથી એ સહન ન થાય. એના પેટમાં ઈષ્યની આગ વરસતી હોય અને જ્યાં ને ત્યાં બબડતે જાય કે જે મોટે ઉદાર થઈ ગયો છે? શું બે ત્રણ ચીજો બનાવી હોય તે ન ચાલે? એ તો ઉદાર નથી પણ ઉડાઉ છે. ભાઈ, એણે ખર્ચ કર્યો એમાં તારું શું ગયું? તે એ કહેશે કે એમાં મારું જાય કે ન જાય એને સવાલ નથી, પણ ખોટા પૈસા ખર્ચાઈ રહ્યાં છે તે મારાથી સહન થતું નથી. પોતે કૃપણ હોય તે ઉદારની ઉદારતા ક્યાંથી જોઈ શકે? | બંધુઓ ! જેવી આ કૃપણની દશા હતી તેવી જ જૂઠાલા, લેભી, નિદાખેર અને અભિમાની માણસની દશા હોય છે. તેઓ સદાચારી, ગુણસંપન્ન, સત્યવાદી અને ત્યાગી-તપસ્વીઓ ઉપર ઈર્ષ્યા કરનારા જ હોય છે. જોજે, તમે આવા ન બનતાં, ગુણવાન વ્યક્તિઓને જોઈને તેમના ગુણના અનુરાગી બનો, પણ ગુણવાનની નિંદા ન કરશે. અને પરિગ્રહની મમતા ન રાખશે. પરિગ્રહની મમતા જીવને અધોગતિમાં લઈ જનાર છે.
બે પુત્ર ભૃગુ પુરોહિતને કહે છે. અમે તે જલ્દી સંયમ માર્ગે પ્રયાણ કરીશું. ચારિત્ર અંગીકાર કર્યા વિના આત્માની સિદ્ધિ થવાની નથી. ઘણું એમ પ્રશ્ન કરે છે કે દશ શ્રાવકોએ કયાં દીક્ષા લીધી હતી? દીક્ષા લેવી એવું કંઈ નથી. પણ ભાઈ! દશ શ્રાવક શ્રાવકના વ્રત નિર્મળ પાળીને દેવલોકમાં ગયા છે, મોક્ષમાં ગયા નથી. એમને મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને ચારિત્ર અંગીકાર કરવું પડશે. દઢ વૈરાગીને રોકવા માટે કઈ