________________
છે. દરેક શ્રાવકે આ બાર વત અંગીકાર કરવા જોઈએ. દરેક ધર્મમાં એને ધર્મનું કઈને કઈ પ્રતીક હોય છે. બ્રાહ્મણની માન્યતા એવી છે કે જે જઈ પહેરે તે બ્રાહ્મણ કહેવાય. જે જોઈ ન પહેરે તેને તેઓ બ્રાહ્મણ તરીકે અપનાવતા નથી. સ્વામીનારાયણું ધર્મમાં એમની કંઠી ન બાંધે તે તેને એ લોકો સ્વામીનારાયણ ધર્મના સત્સંગી તરીકે સ્વીકારતા નથી. તે પછી જેનને માટે પણ કંઈક તે હોવું જ જોઈએ ને? માટે શ્રાવકે આ બાર વ્રતનું અને સાધુએ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરવું જોઈએ. આપણે પ્રભુની કેવી વિશાળ દષ્ટિ છે! કે શ્રીમાન–રક-બાલ-યુવાન-વૃદ્ધ સર્વે ધર્મનું પાલન કરી શકે છે. અહીં કોઈને માટે પ્રતિબંધ નથી. ભગવાનને શ્રાવક દઢધમી અને પ્રિયધમી હોય. દેવને ડગાળે પણ ડગે નહિ, અને પોતે જે ધર્મ સમજે છે તે બીજાને સમજાવે એના ગુણેની સુવાસથી એની પાસે ગુણવાન આત્માઓ દોડીને આવે. પુષ્પમાં સુગંધ છે તે ભ્રમર દોડીને તેની પાસે આવે છે, પણ પુષ્પ કેઈને બોલાવવા જતું નથી. ગળપણ પાસે કીડીઓ આવે છે, તેમ તમારા જીવનમાં ગુણેની સુવાસ હશે તે તમારી પાસે આવનારને પણ આનંદ આવશે.
| આત્માથી જીવને આત્માને રસ હોય છે. અને એમાં જ એને આનંદ આવે છે. તમારી દુકાનમાં અનેક પ્રકારને માલ ભર્યો છે. તમે દુકાને બેઠા છે તે વખતે કઈ બહેન ગાડીમાંથી ઉતર્યા હીરાની વીંટી અને હિરાના બુટીયા પહેર્યા છે. એને જોઈને તમે કેટલી નમ્રતા બતાવે છે! આ બહેન! શું જોઈએ છે? એટલે વેપારી સાડીઓ ઉપર સાડીઓ ઉકેલવા માંડે ૨૫-૩૦ સાડીઓ ઉકેલીને મૂકી પણ બહેને તે તમારી એક પણ સાડી ન ખરીદી. સાડીઓ જોઈને ચાલતી થઈ ગઈ. એટલે તમને ખેદ તે થાય ને? કે જે એકેય સાડી લેવી ન હતી તે શા માટે આટલી મહેનત કરાવી? આવા મુંડિયા ઘરાક ન આવતા હોય તે શું ખોટું ? તમારા મનમાં આ ભાવ આવે છે. તે હવે. આ પણ એક દુકાન જ છે, હા, હું તમને દરરોજ વીતરાગની દુકાનને માલ બતાવું છું. પણ જે તમે એક પણ વ્રત અંગીકાર ન કરે, વીતરાગના વારસદાર ન બને તે મારે તમને કેવા ઘરાક કહેવા? તમે દીક્ષા ન લઈ શક્તા હે તે બાર વ્રતધારી શ્રાવક તે અવશ્ય બનવું જ જોઈએ. શ્રાવકના બાર વ્રતમાં અગિયાર વ્રત તે સ્વાધીન છે. જ્યારે બારમું વ્રત પરાધીન છે. વળી દાન લેનાર મુનિ પણ સુપાત્ર લેવા જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના આરાધક મુનિ જ સુપાત્ર કહેવાય છે.
સુપાત્ર દાનના પણ ત્રણ પ્રકાર છે. ઉત્કૃષ્ટ સુપાત્ર દાન, મધ્યમ સુપાત્ર દાન અને જઘન્ય સુપાત્ર દાન. સંયમીજનેને દાન આપવું તે ઉત્કૃષ્ટ સુપાત્રદાન છે, કારણ કે સંયમી, તમે આપેલે આહાર કરી કઈ જાતનું પાપ કરવાના નથી. એ તે સ્વાધ્યાય અને જ્ઞાન ધ્યાનમાં ભત રહેવાના છે. સ્વયમી બંધુને દાન આપવું તે મધ્યમ સુપાત્રદાન છે. અને દુઃખીને અનુ.