________________
પણ, કાજ ફરકાવે. હિંસા થતી અટકાવી. અઢાર દેશની પ્રજાને ચોરી-જુગાર શિકાર આદિ સાત પ્રકારના વ્યસનો છોડાવી વીતરાગ પ્રભુને માર્ગ સમજાવ્યું હતું.
જ્ઞાની પુરૂષ કહે છે જેના અંતરમાં જગતના જીવને ધર્મ સમજાવી એક્ષમાગે ચઢાવવાને કરૂણા ભાવ પ્રગટે છે તે તીથકર નામકર્મ બાંધવા જેટલું પુણ્ય ઉપાર્જન કરે છે, દેશ, જ્ઞાતિ, કુટુંબને વીતરાગ પ્રભુના માર્ગે ચઢાવી તારવાની કરૂણા જાગે તે ગણધર પદ મેળવવા જેટલું પુણ્ય ઉપાર્જન થાય છે. અને જે પિતાના આત્માને તારવાની ઉત્કૃષ્ટ ભાવના જાગે અને સમ્યક્ પુરૂષાર્થ કરે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કુમારપાળ રાજાએ પિતાના રાજ્યની અને પ્રજાની કરૂણા ચિંતવી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. બંધુએ ! માંસાહારી, જુગારી, શિકારી આદિ અનાડી કોને સમજાવી ધર્મ પમાડા એ કાંઈ હેલી વાત નથી. એ કાર્ય કરવાની પાછળ તન-મન અને ધનથી ભેગ આપ પડે છે.
જેમને ભવ પ્રત્યે નિવેદ થયે છે, જેમને આત્મા જાગૃત બન્યો છે તેવા બે બાલુડા દેવભદ્ર અને જશેભદ્ર કહે છે હે પિતાજી! અમારે હવે ક્ષણ વાર પણ આ સંસારમાં રોકાવું નથી. આપે અમને જે સુખ માટે વારંવાર આમંત્રણ આપ્યું છે એ ભેગે તે અમારા આત્માએ એક વખત નહિ પણ અનંત વખત મેળવ્યાં છે. અને છોડ્યા છે. પુદ્ગલ એ તે એક પ્રકારની એંઠ છે.
જે પદાર્થોને એક આત્મા ભેળવીને છોડી જાય છે તેને જ બીજે આત્મા ગ્રહણ કરે છે. આજે તમારી પાસે દશ રૂપિયાની એક નોટ હોય છે તે કાલે બીજાની પાસે જાય છે. બીજા પાસેથી ત્રીજા પાસે અને ત્રીજા પાસેથી ચોથા પાસે જાય છે. એમ દરેક પદાર્થોની એવી જ સ્થિતિ છે. માટે એના ઉપર મમત્વભાવ કરવા જેવું નથી. પદગલિક પદાર્થો પ્રત્યેથી આસકિતભાવ ઉઠયા વિના વિરક્ત થઈ શકાતું નથી. પુત્રની વાત સાંભળી ભૃગુ પુરેહિતને આત્મા જાગૃત બન્યા. હળુકમી અને સુલભધી જીવ હતું એટલે પિતાના પુત્રોને વૈરાગ્ય જેઈ પિતે પણ રંગાઈ ગયે. અત્યાર સુધી તે જે કંઈ વાતચીત થઈ તે પુત્રો અને પિતા વચ્ચે થઈ. હવે ભૂગુ પુરેહિત એમના ધર્મપત્ની યશોમતીને શું કહે છે :
पहीणपुत्तस्स हु नत्थिवासो, वासिटि भिक्खायरियाइ कालो।
સાક્ષાદિ કવો ૪૬ સમાર્દિ, છિન્નાહ સાદિ તમેવ વાણું | ઉ.અ. ૧૪-૨૯ હે વાસિદ્ધિ! જયારે આપણે બે પુત્ર સંયમ માર્ગે ચાલ્યા જાય છે તે હવે મારે આ સંસારમાં રહીને શું કામ છે અર્થાત્ હવે સંસારમાં રહેવું તે મારે માટે ગ્ય નથી. અને હવે મારે પણ ભિક્ષાચરી કરવાને સમય આવી ગયું છે. વળી વૃક્ષ ઉપર શાખાઓ, ડાળીઓ, પુષ્પ, પત્ર વિગેરે હોય તે જ વૃક્ષ શોભે છે. ડાળીઓ કપાઈ જવાથી વૃક્ષની શોભા નષ્ટ થઈ જાય છે. ડાળાં-પાંદડા વિનાના વૃક્ષને લેકે ઠુંઠું કહે છે. તે આપણું
શા ૮૦