________________
પ૯૫
નિશાન ન મળે. દિન પ્રતિદિન એવા સાધનોની શોધ વધતી જાય છે. પરિણામે વિકારોને પ્રોત્સાહન મળતું જાય છે. આ અધમવૃત્તિઓ કયાં જઈને અટકશે?
ખેમા દેદરાણીનો જન્મ થયો. સવા માસને થયે. એની માતા ખોળામાં સૂવાડીને કેવા હાલરડા ગાય છે. એ તમારી જેમ સૂઈ જા .. સૂઈ જા..એમ નહિ. પણ હું મારા લાલ? તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન. છે. બેટા ! તું બહાદુર થજે. એમ આત્માને જગાડવાના હાલરડા ગાઈ રહી છે. પ્રેમ અઢી મહિનાને થયે. એક વખત ગોદડીમાં સૂવાડયો છે. માતા નહી જોઈ શણગાર સજી પુત્રને રમાડી રહી છે. તે વખતે એને પતિ ત્યાં આવે છે. પત્નીના મુખ ઉપર ચારિત્રનાં તેજ ઝળકે છે અને બીજું તે સૌંદર્યવાન છે. પત્નીને જોઈ પતિના મનમાં સહેજ વિકારી ભાવ આવ્યું. એના મુખ ઉપરના ભાવ જોઈને પત્ની સમજી ગઈ કે મારા પતિનું મન બગડ્યું છે. એટલે એણે મૂંગી સમસ્યા કરીને પતિને સમજાવ્યું. સ્વામીનાથ ! બાલુડે ત્રણ વર્ષને ન થાય ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તમે મન મલીન ન બનાવતાં. સંતાનોને સંસ્કારી બનાવવા એ તે માતા-પિતાની પહેલી ફરજ છે. પણ મેહને વશ થયેલે પતિ સહેજ મેહનું નિશાન કરે છે. બ્રહ્મચર્ય ખંડિત નથી કર્યું છતાં માતાને ખૂબ આઘાત લાગે છે. ધિકકાર છે મારા જીવનને જ્યાં મારી અને તમારી વચ્ચે ત્રીજું માણસ હોય ત્યાં સહેજ પણ મેહનું નાટક ન હોવું જોઈએ. ગોદડીમાં સૂતેલે અઢી મહિનાને નાને બાળક અવળો ફરી ગયે. નાના બાળકને લજજા આવી પણ પતિને લજજા ન આવી.
બીજા રૂમમાં જઈને એના પતિને ખૂબ ફટકારે છે. સ્વામીનાથ! આપણું બની વચમાં ત્રીજું માણસ હોય ત્યાં સુધી આપણે ભાઈ-બહેનની દષ્ટિથી રહેવું જોઈએ. જે માતા-પિતાનું જીવન અમર્યાદિત હશે તે બાળકના જીવનમાં સંસ્કાર કેવા પડશે? ભલે, જીવન ટુંકું છે પણ સુંદર જીવન જીવી જાવ. ગજસુકુમાર લઘુવયમાં કેવું ઉમદા જીવન જીવી ગયા ! સૂત્રમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું. અને સમિલ બ્રાહ્મણ ઘણું લાંબુ જીવન જીવ્યો છતાં પાપના ભાથા બાંધી નરકે ગયે.
માતાના દિલમાં ખૂબ આઘાત લાગે છે. તેને ખૂબ લજજા આવી ગઈ છે. પુત્રના માથે હાથ ફેરવીને કહે છે બેટા ! શુરવીર ને ધીર બનજે. તારું જીવન ઉજજવળ બનાવજે. તારી સમક્ષ અમે જે દૃષ્ટિ દેષનું સેવન કર્યું છે તેના પ્રાયશ્ચિતમાં હું આજે મારી જીવન લીલા સમાપ્ત કરું છું એમ કહી પાછળના ઓરડામાં જઈને ગળે ફાંસો ખાઈને મરી ગઈ એ માતા કેટલી શૂરવીર ને ધીર હતી! કેવળ ભેગમાં આનંદ માનનારી ન હતી. ધન્ય છે એ વીર માતાઓને ! સંતાનના ભાવિ જીવનના ઘડતર માટે પોતાના જીવનનું બલિદાન દેવામાં પાછી પાની ન કરી. જે સંસ્કારે સો શિક્ષકો નથી આપી શકતાં તે એક જ માતા આપી શકે છે. એવી તે કંઈક માતા પિતાના નામ અમર બનાવી ગઈ છે.