________________
ન થશે, કાંદા કંદમૂળ ન ખાશે. રાત્રિભોજન ન કરશે. આવા પાપકર્મ કરશે તે તમારે નરકમાં જવું પડશે. આવા આવા દુઃખો ભેગવવા પડશે. પણ એ ગુરૂની હિત શિખામણે તને ગમતી ન હતી. જ્યારે પૂર્વભવમાં તું ને મારી નાંખતો હતે, ચીરી નાંખતે હતું, અને એના માંસની મીજબાની ઉડાવતા હતા ત્યારે એમ નહોતે પૂછતો કે મેં એ શે અપરાધ કર્યો છે કે મારે આ જીવને મારવા પડે છે ! અને હવે પૂછે છે કે મેં શે અપરાધ કર્યો છે? | મન ફાવે તેટલાં જૂઠ બેલતે હતે. ચેરીઓ કરીને લેકોના હદય કકળાવતે હતું, પર સ્ત્રીઓમાં મોહિત બની બીજાની યુવાન સ્ત્રીઓની સાથે ભેગ ભેગવતો હતો, કાચી કાકડીને કાપી ઉપર મીઠું ને લીંબુ ચઢાવી કાંટામાં ભરાવીને હોંશે હેરો ખાતે હતું. બટાકાના શાક ખાતે હતે. મદિરાની પ્યાલીઓ મઝાથી પીતું હતું. આવા આવા પાપ કરતી વખતે તને ભાન નહોતું. અને હવે પૂછે છે ! કે મેં શું પાપ કર્યું? પરમાધામીઓ આવા મહેણું મારે છે. આવા મહેણું મારતાં મારતાં પણ એમના હાથ બંધ નથી રહેતા. એકેક પાપની યાદ દેવડાવતાં જાય અને એના શરીર પર મેટા લોખંડી ઘણના ઘા ઝીતા જાય છે. એટલે એ મહેણું સાંભળવા જેટલો સમય પણ શસ્ત્રપ્રહારની કારમી પીડા બંધ નથી થતી.
વળી પાછા એને સંભળાવતા જાય છે કે હે દુષ્ટ ! તું પૂર્વે જ્યારે મહાન લેભમાં પડે ત્યારે કેવા કેવા પાપના ધંધા કરતું હતું. શિકાર ખેલી મૃગલા જેવા ભેળા પ્રાણીને નિર્દય બનીને હણતો હતે. ધનના ઢગલા ઉપર ગાઢ મૂછ કરતે હતે. અભિમાનથી અકકડ બનીને ચાલતા હતા. અને બીજાઓની પેટ ભરીને નિંદા કરતું હતું. ત્યારે તને તારા પાપને વિચાર કરવાને સમય ન હતું. અને ગુરૂ વચનમાં તને શ્રદ્ધા ન હતી. અને પાપી ! હવે શેને પૂછે છે કે મેં શાં પાપ કર્યા? મૂર્ખ છતાં પોતાની જાતને પંડિત માની રાગ દ્વેષ અને મોહમાં ખેંચીને બેલતે હતું કે વેદ વિના બીજા કયા શસ્ત્રો પ્રમાણિક છે? એમ બોલી પવિત્ર સંયમી મુનિઓની નિંદા કરતા હતા. નાસ્તિક બની ધર્મ-વર્ગ-નરક-મોક્ષ જેવી કઈ ચીજ જ નથી. બસ, ખાઈ પીને મોજ કરે, આ બકવાદ કરતું હતું, તે વખતે તને ગુરૂઓ સાચે માર્ગ બતાવવા કહેતાં કે ભાઈ! આવા પાપ તારાથી ન કરાય. આવા વચન તારાથી ન બેલાય, તે વખતે અભિમાનમાં આવી રફથી ગુરૂની વાતની હાંસી ઉડાવતું હતું અને હવે ગરીબડો થઈ શેને રડે છે! ઉપર કહેલાં કટુ વચને સંભળાવતાં દુષ્ટ દે એમના શરીરના ઝીણા ઝીણા ટુકડા કરીને આકાશમાં ઉછાળે છે. એને સમડા જેવા પક્ષીઓ તોડી તેડીને ચાલે છે. નરકના છના આત્મપ્રદેશે એ અંગોમાં પણ પ્રસરેલા હોય છે, તેથી તે છે કારમી વેદના અનુભવે છે. અને હાય-હાય! એમ કરૂણ વિલાપ કરે છે, છતાં પરમાધામીને ક્યાં દયા છે? તે અંગે પાછા સંધાઈ અખંડ શરીર બનતાં ભડભડતી અગ્નિમાં નાંખીને તપાવે છે.