________________
૬૯
લાગે છે. એના મનમાં એવા વિચાર આવ્યા કે જોયું કે, મને આગળ મોકલીને પેલે ચરુ એને ઉપાડી લાવે છે. માટે જ આ ધંધે કર્યો છે. બંધુઓ ! જેજે, પરિગ્રહ કે અનર્થ કરાવે છે. ભગવાને દશવૈકાલીક સૂત્રમાં કહ્યું છે –
न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ।
મુજી વાણો પુરો, ફુ યુદં મસિT II દશ. વૈ. અ, ૬-૨૧ જડ પ્રત્યેની મૂછ એ જ પરિગ્રહ છે. જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ નથી. ભક્ત ચક્રવતિ પાસે કેટલી સમૃદ્ધિ હતી, છતાં એને એમાં મૂછ ન હતી. એટલે એને પરિગ્રહવાન ન કહ્યો.
આ નોકર તે ઉતાવળ છેડે જઈને પાછો આવ્યો. અને સમુદ્રદત્તને કહે છે ભાઈ! તમારા સાસરે જવા જેવું નથી. હું તે તમારા સાસરે ગયા ત્યારે તમારા સાસુસસરા બિચારા ઉદાસ બનીને બેઠા હતા. મેં તે આજુબાજુના ઘરમાં તપાસ કરી તે એવું જાણવા મળ્યું કે તમારી પત્ની જિનમતી ખરાબ લાઈને ચઢી ગઈ છે. એટલે એમના મોઢાં તે કાળા મેશ જેવા થઈ ગયા છે. જમાઈરાજ તેડવા આવે ત્યારે મોટું શું બતાવશે?
સમુદ્રદત્ત વિચારમાં પડી ગયે. જિનમતી તે ખૂબ સંસ્કારી છે. આવું બને તેમ મને લાગતું નથી. છતાં પણ મોહ બૂરી ચીજ છે. જુઓ! ધનને લેભ શું નથી કરી વતે? લેભની પાછળ કેવી માયાજાળ રચાય છે. ધનના લેભથી નેકર પવિત્ર જિનમતી ઉપર આરોપ મૂક્તા પણ અચકાશે નહિ. રાજ્યના લેભથી કોણિકે પિતાના પિતાને કાશગ્રહમાં પૂર્યા હતા. રાજ પાંચસે ચાબખાને માર મારતાં પણ અચકાય નહિ. પિતાએ એને માટે કેટલું કર્યું હતું એ બધું જ પરિગ્રહમાં પાગલ બનીને તે ભૂલી ગયે હતે.
સમુદ્રદત્ત ખૂબ ભદ્રિક હતા, એટલે નેકરની વાત સાચી માની. મનમાં એ જ ભાવના જાગી કે અહો ! મેહની કેવી વિટંબના છે, કે આવા સંસ્કારી કુટુંબમાં ઉછરેલી કન્યાને પણ ભૂલાવામાં નાંખી દીધી. આમાં એને પણ શ દોષ? આ સંસાર જ એવા પ્રકારને છે. ભર્તુહરિ રાજા પિંગલાની પાછળ કે પાગલ હતો. અને એ પિંગલા મહાવતમાં આસક્ત હતી. પરદેશી રાજાને સૂરિમંતા રાણું ઉપર કેટલે પ્રેમ હતે. છતાં પણ એ સૂરિકતા રાણીએ રાજાને ઝેર આપતાં પાછી પાની ન કરી. આમાં જિનમતીને દોષ નથી અને મારે પણ આ સંસારમાં રાચવા જેવું નથી. ત્યાં એને સંસાર ઉપરથી વૈરાગ્ય આવી ગયો. એટલે નોકરને કહે છે ભાઈ! મને તે આ સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યું છે. માટે હું તે હવે અહીંથી કઈ ગુરૂની શોધમાં જાઉં છું. મને સદ્દગુર વાળશે એટલે તેમની પાસે દીક્ષા લઈ લઈશ. અને તું અહીંથી સીધે ઘેર પહોંચી છે. અને આ બાપુજીને આ સમાચાર આપજે.