________________
૬૦૫ કેણી વાગે તે પણ તરત ગરમ થઈ જવાય છે, તે નરકની ઘેર પીડા ભોગવવી પડશે તે શું થશે? આ છે ત્યાંથી છૂટીને ખુલ્લા મેદાનમાં દેડી જાય છે. ત્યાં ભયંકર પવન વીંઝાય છે. એ પવનમાં મોટી મોટી શીલાઓ જેવા પથ્થરે એમના માથા ઉપર આવી પડે છે. એ પથ્થરે પડવાથી એમના હાથ–પગ ભાંગી જાય છે. આંખે ફુટી જાય છે, કાન કપાઈ જાય છે. પવન પણ અગ્નિની જ્વાળા જેવો ગરમ હોય છે. વગડાને છેડો જ આવે નહિ. ભગવાન કહે છે કે અહીં તારાથી એક વચનને પ્રહાર સહન નથી થતો તે
જ્યાં આવી શીલા જેવા પથ્થરે વરસાદ વરસશે ત્યારે તું શું કરીશ? અહીં તે અ૫ દુઃખ સહન કરશે તે મહાન નિર્જરા થશે.
પથ્થરોને માર સહન કરતાં ત્રાસથી દોડે છે તે સામે એક મોટા પર્વતની ગુફા દેખે છે. એટલે એમને એમ થાય છે કે હાશ ! આમાં પેસી જઈએ તે આ પથ્થરના મારાથી બચી જવાય. બિચારા બચવા માટે પ્રયત્ન કરે છે પણ એમના અશુભ કર્મો જ એવાં હોય છે કે જ્યાં જાય ત્યાં દુખ જ મળે. એટલે જ્યાં એ જી ગુફામાં પેસે છે ત્યાં ઉપરથી મોટી શીલા તૂટી પડે છે. એમના શરીરના ચૂરેચૂરા થઈ જાય છે, વેદનાને તે પાર જ નથી. “અરેરે ! આપણે અહીં કયાં આવી ભરાયા ?' મહામુશીબતે ઉભા થઈને ગુફામાંથી બહાર નીકળવા દેડે છે ત્યાં ગુફાની વા જેવી બે દિવાલ સામસામેથી ધસી પડે છે. તેમાં એ જી ભીંસાઈ જાય છે અને એના શરીરને જેટલા જેવું બનાવી દે છે.
બંધુઓ ! આ જીવે નરકમાં આવા મહાન કણે વેઠયાં છે. મહાનપુરૂષે આ દુખોનું વર્ણન કરીને આપણને ચેતાવે છે. કહેવાને આશય એ જ છે કે નરકનાં દુઃખ અહીંના દુખે કરતાં અનંત ગુણ છે. એની અપેક્ષાએ જે આપણે વિચારીએ તે અહીં કોઈ જ દુખ નથી. અહીં તમને ગરમી લાગે તે પંખા નંખાવો છો, એરકંડીશન રૂમો બનાવે છે પણ ત્યાંની ગરમી માટે તે જ્ઞાની કહે છે કે ત્યાંના જીવને લાવીને અહીંની અગ્નિની મોટી ભઠ્ઠીમાં સૂવાડ હોય તે એને લાગે કે મને બરફની લાદી ઉપર સૂવાડ. એવી ઠંડક લાગે. નિરાંતે છ મહિનાની ઉંઘ આવી જાય છે. ગરમીની વેદના આટલી ભયંકર છે, તે મારકૂટ-છેદન-ભેદનની પીડાની તે વાત જ કયાં કરવી?
આ નરકનાં દુઃખે જે તમને ધ્યાનમાં રહે તે તમને અહીંના કષ્ટ કંઈ જ ન દેખાય અને તમને એમ થશે કે અત્યારે બધી જોગવાઈ છે તે હવે હું ધર્મનું આચરણ કરું. જ્ઞાનાદિ ગુણોને જીવનમાં અપનાવી લઉં. ઈન્દ્રિયેનું દમન કરી લઉં. કષાયોને દબાવી દઉં. અત્યારે સારી સ્થિતિમાં જે ધર્મ નહિ કરું તો જ્યારે દુઃખની ઝડી વરસશે ત્યારે હું શું કરી શકીશ? અને આ મનુષ્યભવમાં જે ધર્મધ્યાન કરવાની સામગ્રી મળી છે તે બીજે કયાં મળવાની છે?
આ નરકનાં દુખે તમને પ્રત્યક્ષ દેખાતા નથી, એટલે તમને પાપ કરવાનું મન