________________
પણ દીક્ષા લઈ શકાય છે.
पच्छा वि ते पयाया, खिप्पं गच्छन्ति अमर भवणाई।
લંડ તવો સંકામો , શાંતિ જ વ જ છે દશ હૈ. અ. ૪-૨૮
જે આત્મા પાછલી ઉંમરમાં જાગે છે તે પણ દીક્ષા લઈ શકે છે. ગજસુકુમાર, અયવંતાકુમાર આદિ લઘુવયમાં દીક્ષા લઈને નીકળી ગયા છે. મેઘકુમાર, મૃગાપુત્ર આદિ ભર યુવાનીમાં દીક્ષા લઈને નીકળી ગયાં છે. અને ઉદાયન રાજા, સંયતિ રાજા વિગેરે પાછલી ઉંમરમાં પણ જાગ્યાં છે.
પિતા કહે છે હે પુત્રો! આપણે પાછલી ઉંમરે દીક્ષા લઈશું. પણ આ કંઈ પીગળી જાય તેવા ન હતા. પતંગિયે વૈરાગ્ય ન હતું, મજીઠીયે વૈરાગ્ય હતે. જે ધાન્ય ઉછળ્યું તે પેટમાં ટકી શકે નહિ. એ તે નીકળે જ છૂટકે થાય. તેમ જેને સંસાર એંઠ જેવું લાગે તે કેવી રીતે સંસારમાં રહી શકે?
કેઈ છે જે સંયમના પ્રેમી છે તે દીક્ષા ન લઈ શકે તે પણ સંસારમાં રહીને પણ સંયમીને કેટલું પ્રોત્સાહન આપે છે. સાધુ-સાવીને કેવી સહાય કરે છે? હવે દિવાળી આવશે ત્યારે તમે નવા ચેપડામાં પ્રથમ લખશો કે “અભયકુમારની બુદ્ધિ મળજે, ધન્ના શાલિભદ્રની અદ્ધિ મળજો, કેવના શેઠનું સૌભાગ્ય મળશે અને ગૌતમ સ્વામીની લબ્ધિ મળજે.” બધું માંગવા તૈયાર થયાં. પણ એ અભયકુમાર કે હવે તેને કદી વિચાર કર્યો? અભયકુમારના જીવનને એક પ્રસંગ છે.
એક વખત અભયકુમાર પ્રભાતના પહોરમાં ભગવાન સુધર્માસ્વામીનાં દર્શનાર્થે ગયાં. તે વખતે એકાએક સુધર્માસ્વામી સહિત બધા સંતે વિહારની તૈયારી કરી રહયાં છે. આ જોઈ અભયકુમાર સ્તબ્ધ બની ગયા. અને પૂછે છે પ્રભુ ! એકાએક આમ કેમ? સુધર્માસ્વામી કહે છે, અભય! જ્યાં સાધુની હેલણ થાય, પ્રીતને ભંગ થાય ત્યાં અમને રહેવું કલ્યું નહિ. પ્રભુ! શું કારણ છે? આપ મને જલદી કહે.
સુધર્માસ્વામી કહે છે અભય! ગઈ કાલે એક ભવ્યાત્મા કઠિયારાને દીક્ષા આપી. એ નવદીક્ષિત સંતની લેકે નિંદા કરે છે અને એમ બેલે છે કે અમે તે આટલા વર્ષોથી ધર્મ પામ્યા છીએ, સામાયિક, પ્રતિકમણું, તપ, જપ આદિ ક્રિયાઓ કરીએ છીએ. છતાં પણ અમે સાધુ ન થયાં અને આજકાલને અબુધ લાકડા કાપનારો કઠિયારે સાધુ થઈ ગયો. શું બેટું થયું? લાકડાના ભારા વેચવા મટી ગયાં. સારું સારું ખાવાનું મળશે. આવી વાતો કરે છે. ભાઈ ! ત્યાગ માર્ગમાં શ્રીમંત અને ગરીબના ભેદભાવ ન હોય. જે દેશમાં અમારા સાધુની નિંદા થાય ત્યાં અમારાથી રહેવાય નહિ. માટે અમે રાજગૃહી છેડીને વિહાર કરી જઈશું.
અભયકુમાર હાથ જોડીને સુધર્માસ્વામીને વિનવે છે કે પ્રભુ! આપ મારી ખાતર બે દિવસ રોકાઈ જાવ. હું બધું જ ઠીક કરી દઈશ, વાતાવરણ સુધરી જશે. બુદ્ધિ