________________
પછી દીક્ષા લઈશું. જેની રગેરગમાં વૈરાગ્ય ભર્યો છે, જેની ક્ષણ ક્ષણ લાખેણી જાય છે તેવા પુત્રે એના પિતાને શું કહેશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન....નં ૮૬
આ
સુદ ૧૫ ને બુધવાર તા. ૧૪-૧૦-૭૦
અનંતજ્ઞાની ગૈલેષ પ્રકાશક, શાસન સમ્રાટ, મહાવીર પ્રભુના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જગતના જી ઉપર કરૂણા કરી ભગવંતે બત્રીશ સિદ્ધાંતની પ્રરૂપણ કરી. જેમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છે જેને અધિકાર ચાલે છે.
ભૃગુ પુરોહિતના બે પુત્રોને સદ્દગુરૂને ભેટે થતાં તેમનું જીવન ત્યાગમય બની કર્યું. એમના જીવનમાં પ્રકાશ પથરાઈ ગયે. આજે આ શુદ પૂર્ણિમાને પવિત્ર દિવસ છે. આયંબીલની ઓળીને છેલ્લે દિવસ છે. બીજી રીતે કહું તે અમારા પરમ તારક, જીવનનકાના સાચા સુકાની, પૂજ્ય ગુરૂણું પાર્વતીબાઈ મહાસતીજીની પુણ્યતિથિને પવિત્ર દિન છે. લોક વ્યવહારમાં પણ આજનો દિવસ શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આપણે પણ આપણા જીવનમાં જ્ઞાનની પવિત્ર પૂર્ણિમા પ્રગટાવવાની છે. જ્ઞાન ક્યારે મળે? સદ્દગુરૂ મળે ત્યારે ને? સદ્દગુરૂઓ આપણા જીવનમાં રહેલા અજ્ઞાનના તિમિરને ટાળીને જ્ઞાનને પ્રકાશ પાથરે છે. જે અનાદિકાળના અંધકારને ટાળી પ્રકાશમાં લાવે તે જ સાચા ગુરૂ છે. ગુરૂ ગુરૂમાં પણ ફેર હોય છે.
काष्टे च काष्टे तरता यथास्ति, दुग्धे च दुग्धे तरता यथास्ति ।
जले जले त्व तरता यथास्ति, गुर गुरौ चा तरता यथास्ति ॥ લાકડા લાકડામાં ઘણું અંતર છે. સાગનું લાકડું, સીસમનું લાકડું, બાવળ અને લીંબડાનું લાકડું, ચંદનનું લાકડું. બધા લાકડામાં ચંદનનું લાકડું કિંમતી છે. દૂધ દૂધમાં પણ ફેર છે. ગાય-ભેંસનું દૂધ એ પણ દૂધ છે. આકડાનું, શેરનું દૂધ એ પણું દૂધ કહેવાય છે, પણ બંનેના ગુણમાં ફેર છે. ગાય અને ભેંસનું દૂધ શરીરને પુષ્ટિકારક છે. અને આકડાનું, થેરીયાનું દૂધ પીવે તે માણસ મરી જાય છે. પાણી પાણીમાં પણ ફેર હોય છે. એક ગામનું પાણી એવું હોય છે કે ખેરાક પાચન કરે છે. અને કઈ ગામનું