________________
પાણી એવું પણ હોય છે કે જે પીવાથી ભૂખ ન લાગે. તે જ રીતે ગુરૂ-ગુરૂમાં
સાચા ગુરૂ બેટી વાતમાં હાજી હા ન કરે. પિતે તરે અને પિતાને શરણે આવેલાને પણ ઉદ્ધાર કરે, એજ સાચા ગુરૂ છે. સાચી વાત સમજાવતાં સગુરૂ પાછા ન પડે. એ કહી દે કે હે દેવાનું પ્રિયે ! તમે શુભ કર્મો કરશે તે સ્વર્ગમાં જશે અને અશુભ કમ કરશે તે નરક ને તિર્યંચમાં જશે. જીવ ચાર કારણે નરકનું આયુષ્ય બાંધે છે. અને ચાર કારણે તિર્યંચનું આયુષ્ય બાંધે છે એ તે તમે જાણે છે ને ! હવે નરક અને તિર્યંચમાં ન જવું હોય તે મહા આરંભ, મહા પરિગ્રહ, ગાઢ માયા, ખોટા તેલ અને ખેટા માપ ન રાખશે.
ભગવાનને એક જ સંદેશ છે કે ચાહે સાધુ હોય કે શ્રાવક હોય પણ તમે એકેક કાર્ય કરતાં પાપને ભય રાખજે. ભવભીરૂ બનજે. અભયકુમારને શ્રેણિક રાજા રાજ્યગાદી આપવાનું કહે છે ત્યારે અભયકુમાર કહે છેઃ પિતાજી ! તમે તમારા પુત્રનું હિત ઈચ્છે છે કે અહિત ? મારે આ રાજ્ય નથી જોઈતું. ભગવાન કહે છે છેલ્લામાં છેલ્લા ઉદાયન રાજા દીક્ષા લેશે, પછી કઈ રાજા દીક્ષા નહિ લે. માટે મારે રાજા બનવું નથી. જુઓ તે ખરા, કેવા વૈરાગી આત્માઓ ! જેને રાજ્યનું સિંહાસન મળે છે છતાં એ છોડીને દૂર ભાગે છે. આજે ભૌતિક સુખ મેળવવા માટે માણસે કેટલી મહેનત કરે છે? મિથ્યા માન્યતાઓ રાખે છે. નથી મળતું ત્યાં મેળવવા મથે છે. વૈરાગી આત્મા ધનના ઢગલાને રિડા અને કંકા જેવા સમજે. સંસારના સગાં નેહીઓ એની દષ્ટિમાં હાડકાના માળા દેખાય. ત્યારે એ ભેગને છેડી શકે. જેમ કોઈને હાલાને વિગ થાય, પછી એ સંસારમાં રહેવા છતાં ઉદાસીન ભાવે રહે છે. એમાં એને રસ હેતું નથી. નિરસ ભાવે રહે છે. તેમ વૈરાગી પણ ઉદાસીન ભાવે સંસારમાં રહે. તમે કુંભારના નિભાડા પાસે ઉભેલાને પૂછે કે તેને ગરમી કેવી લાગે છે? ત્યારે તે કહેશે કે આગમાં ઉભા હોય તેવી લાગે છે. તેમ આ સંસાર પણ કુંભારના નિભાડા જેવું લાગ જોઈએ.
બંધુઓ! તમે ટ્રેનમાં મુસાફરી કરતા હે ત્યારે ખિસ્સાકાતરુઓથી કેટલા સાવધાન રહે છે? એ મીલ્કત ન લૂંટાઈ જાય તેને માટે જેટલી સાવધાની છે તેટલી આત્માને માલ ન લૂંટાઈ જાય તેની અંશ માત્ર સાધવાની છે? ભૌતિક ઋધિ સાચવવામાં જેટલા સાવધાન છે એટલા જ આત્માની બદ્ધિ સાચવવામાં બેદરકાર છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ જ આત્માનું ધન છે. એને રાગ દ્વેષ-ક્રોધ-માન-માયા-લેભાદિ દુશ્મને લંટી ન જાય તે માટે ખૂબ સાવધાન રહે. બે આત્માઓ સાવધાન થઈ ગયાં છે. તેઓ તેમના પિતાને કહે છે પિતાજી! આ સંસારમાં રાચવા જેવું નથી. અમારી એકેક પળ અમૂલ્ય જાય છે. આપ અમને આજ્ઞા આપે. આ આત્મા સંસારમાં અનંતકાળથી ભમે છે