________________
ભવમાં દ્રવ્યથી હાથમાં રજોહરણને બદલે કુહાડી આવી, ક્ષેત્રથી આશ્રમનું વિશાળ ઉપવન આવ્યું, કાળથી ગમે તે કાળ આવ્યું અને ભાવથી ગમે તે આવે તેને જાનથી મારી નાંખું એવા ભાવ આવ્યા. એક વખત એ તાપસ બહાર ગયે હતું, તે વખતે કેટલાક મદમસ્ત યુનાનેએ આવી તેનું ઉપવન છિન્ન ભિન્ન કરી નાંખ્યું. ફલકુલ તોડી નાંખ્યા. એ તાપસ બહારથી આવે છે, એટલે એ યુવાને ભયથી ભાગે છે. તીણ ધારવાળે કુહાડે લઈને તાપસ એમની પાછળ દેડે છે. ભલે મારી કુહાડીની ધાર બુઠ્ઠી થઈ જાય પણ આ યુવાનીયાઓને તે જાનથી મારી નાંખ્યું. એકેયને જીવતો ન જવા દઉં. એમ નિર્ણય કરી ક્રોધાવેશમાં આવીને દોડ. ક્રોધાંધ બનેલે તાપસ મઠી વાળીને દોડે છે. માર્ગમાં કે આવે છે એને પણ એને ખ્યાલ ન રહ્યો. એ કુવામાં પડી ગયે. ભયંકર ક્રોધાવેશમાં મૃત્યુ પામ્યું એટલે ત્યાંથી મરીને ચંડકૌશિક નાગ થયે.
હવે તે દ્રવ્યથી કઈ બાહ્ય સાધન ન કહ્યું, પણ એ દષ્ટિ વિષ સર્પ બને. એની દષ્ટિ એ જ એનું શસ્ત્ર બની ગયું. ક્ષેત્રથી વિશાળ વન આવ્યું, કાળથી ગમે તે કાળ અને ભાવથી ગમે ત્યારે ગમે તે આવે. ચાહે માનવ હોય, દાનવ હોય, પશુ હોય કે પક્ષી હોય. તે જેના સામે દષ્ટિ ફેકે તે મરણને શરણ થઈ જતાં. એક સામાન્ય-ક્રોધમાંથી આવું ભયંકર પરિણામ આવ્યું. મેટી વેરની વણઝાર ઉભી થઈ ગઈ. છેવટે એની ભવ્યતા ખીલી અને ભગવાન મહાવીરનું તે વનમાં આગમન થયું. પ્રભુએ એટલું જ કહ્યું
કંઈક સમજ તું કંઈક સમજ તું કહે કરૂણા આણી,
મહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી.” હે ચંડકૌશિક ! કંઈક સમજ. વેરથી વેરની વસૂલાત ન કરાય. વેરને શમાવવા પ્રેમ જોઈએ. આટલા જ શબ્દ ચંડકૌશિક જાગી ગયે અને એને ત્યાં જાતિસ્મરણશાન ઉત્પન્ન થઈ ગયું. પછી શું બાકી રહે!
- બંધુઓ ! કરેલાં કર્મો જીવને અવશ્ય ભોગવવા પડે છે. અહીં હસીહસીને કર્મ બાંધશે પણ પરભવમાં રડી રડીને ભેગવતાં પણ પૂરા નહિ થાય. કમ ભગવતી વખતે તમે ગમે તેટલી નમ્રતા બતાવશે, કરગરશે, કાલાવાલા કરશે તે પણ ઉપરથી ડફણાં જ પડશે, અને વધુ ને વધુ આધ્યાન થશે. અને અહીં આત્માના લક્ષે નમ્રતા કેળવશે તે કર્મના બંધને તૂટશે. તમે તે વણિક બહુ બુદ્ધિશાળી છે. વહેપારીને દીકરાની દૃષ્ટિ લાભ તરફ જ હોય. વહેપારમાં લાભ થતું હોય તે આનંદ થાય અને ખોટ આવે તે શોક થાય છે. ખેટને ધંધે તમને ગમતું નથી. - દેવભદ્ર અને જશોભદ્ર ભૂગુ પુરોહિતને કહે છે પિતાજી! દિવસે તે ધમીનાં પણ જાય છે અને અધમનાં પણ જાય છે પરંતુ તે બંનેમાં ફેર