________________
૬૦૧
મોટા મોટા આર' કરી જીવાની ઘાત કરી નાંખે છે પણ દિલમાં અરેરાટી આવતી નથી. અને એ જીવા પરિગ્રહની પાછળ તા એવા પાગલ અન્યાં છે કે ધમ કરવાનુ તા એમને સૂઝતુ' જ નથી.
દેવાનુપ્રિયા ! મહા આરંભી અને મહાન પરિગ્રહ ભેગા કરનારા મનુષ્યા એવા પાપના કીચડમાં ખૂંચી ગયા છે અને ધ-માન-માયા-લાભ આદિ કષાયાનું પાષણ કરતા હોય છે કે પાપા કરીને પાછે એને એના પાપના સ્હેજ પણ પશ્ચાતાપ થતા નથી. એટલે એ જીવા પાપથી કેવી રીતે પાછા હઠે? તમે કોઈ દિવસ ગુરૂની પાસે આવી પાપનુ પ્રકાશન કરે છે ? અથવા જે પાપ થઈ ગયાં તે થઈ ગયા. હવે નવા પાપ ન થાય તે માટે પ્રત્યાખ્યાન પણ કરે છે? ખસ, રાત-દિવસ એક જ ધૂન છે કે મનમાન્યું ખાઉં, ગમે તેમ કરીને પૈસા લાવુ અને નિરંકુશ બનીને રંગરાગમાં રચ્યાપચ્યા રહું. આ એક જ રટણા છે ને? આ કાર્યવાહી આત્માને પાપેાથી ભારે મનાવી રહી છે. તે પણુ આશ્ચર્યની વાત એ છે કે આવા ઘેર પાપેા કરવા છતાં પાપને પાપ રૂપે માનતા નથી. તેઓ એમ માને છે કે અમે જે કંઈ કરીએ છીએ તે બધું ખરાખર છે. આવાં ઘેાર પાપે! પ્રત્યે જરા પણ સૂગ કે સ``ચ નહિ, બીજાને પણ એ પાપ કરવાનું શીખવાડે છે. કેવુ' ઘેાર અજ્ઞાન ?
એ અજ્ઞાની પાપી જીવાને ખુખર નથી કે મે કરેલાં ધાર પાપકર્મોના કટુફળ તરીકે નરકમાં અસંખ્ય વર્ષાં સુધી ઘેારાતિઘાર ત્રાસભરી વેદના ભાગવવી પડશે. ખંધુએ ! તમારા પ્રિય પુત્ર અને પ્રાણપ્યારી પત્નીને ખાતર જીવે ભયંકર પાપેા કર્યાં. પણ એ પુત્ર અને સગાવહાલાં તે મરી ગયા પછી શ્મશાનમાં ખાળી, નદી કિનારે સ્નાન કરીને ઘર ભેગા થઈ જશે. અને આ જીવને એકલાને અધમ ગતિએમાં જઇને દુઃખની ભઠ્ઠીમાં શેકાવુ પડશે. તેનુ જીવને ભાન છે? માટે કંઈક સમજો. જો નરક અને તિર્યં ચ ગતિમાં ન જવું હાય તે પાપની પ્રવૃતિ કરતાં પાછા હઠો. નરકમાં જીવ કેવાં કેવાં સ્થાનામાં ઉત્પન્ન થાય છે, અને કેવાં ભયંકર દુઃખા ભાગવે છે તે ટૂંકમાં સમજાવું.
નરકમાં નારકીને ઉત્પન્ન થવાનું સ્થાન કેવુ' ભયંકર હાય છે :
નરકમાં નરકાવાસ ઘાર અંધકારથી ભરેલાં હેાય છે. કયાંક અતિ ઉષ્ણુ અને કયાંક અતિ શીત હોય છે. અને એમાં મેતા-મજા-ચરખી–àાહી–રસી-પરૂ-માંસ વિગેરે અશુચી પદાર્થા જયાં ત્યાં વેરાયેલા રહે છે. વજ્ર જેવા મુખવાળા પક્ષીઓ છે, કે જે નરકમાં જીવાને તીક્ષ્ણ ચાંચેા ભેાંકયા જ કરે છે. ત્યાં સાંકડી અને નળીવાળા મેાંની કુભીમાં ઉત્પન્ન થવું પડે છે. એમાંથી બહાર નીકળતાં કેટલી મુશીબત પડે છે. પરમાધામી દેવા એ નારકીને કાચી-કોચીને બહાર કાઢે છે. બહાર નીકળ્યા કે સામે ભયંકર સિંહુ અને શિકારી
*
શા, છઠ્ઠું