________________
૬૦૦
- એકાંત સુખી હોય તે વીતરાગી સંત છે. એના આનંદમાં કદી ઓટ આવતી જ નથી. ટૂંકમાં જે આત્મા તપત્યાગ અને બ્રહ્મચર્યમાં રમણતા કરશે તે આત્માના અનંત સુખ પ્રાપ્ત કરશે.
વ્યાખ્યાન નં.૮૪
આસો સુદ ૧૩ ને રવિવાર તા. ૧૨-૧૦-૭૦
ભગવંતે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધાંત પ્રકાશ્યા છે. એમાં અનંત અનંત ભાવભેદ ભરેલાં છે. એવી અપૂર્વ વાણી જે સાંભળે છે તે આ ભવસાગર સહેલાઈથી તરી જાય છે. આત્મા કર્મોને આધીન બની જુદી જુદી ગતિમાં ઉત્પન્ન થાય છે. જીવ તે જે છે તે જ છે પણ અપેક્ષાએ જેવાં કામ કરે છે તેવી ગતિને પામે છે.
આપણે એ જ વાત ચાલે છે કે અધમ કરવાથી જીવ ગતિમાં જાય છે અને ધર્મ કરવાથી જીવ સુગતિમાં જાય છે. અધર્મ કરનારના દિવસે અને રાત્રિએ નિષ્ફળ જાય છે. દેવભદ્ર અને જશેભદ્ર એમના પિતાજીને કહે છે હે પિતાજી! અધર્મ કરીને આ જીવ અધમ ગતિઓમાં ઉત્પન્ન થયે છે. નરક અને તિર્યંચ ગતિના ખેનું વર્ણન સાંભળતાં હવે અમને આ સંસારમાં રહેવું કેમ ગમે?
દેવાનુપ્રિય ! તમને હવે કંઈ સમજાય છે? આ સંસારમાં રહેવા છતાં જેને આત્મા જાગૃત છે, એને એમ લાગે કે આ સંસારમાં તે ડગલે ને પગલે પાપ ભરેલાં છે. એમાં આત્માની મહા વિટંબણું દેખાય છે. અને એમ થાય છે કે આ સંસાર જ પાપ કરાવનાર છે. આ સંસાર જ ટળી જાય તે પછી પાપ, કરવાના ન રહે. આમ સહેજે આ સંસાર પ્રત્યે નફરત જાગે અને વૈરાગ્ય ઉત્પન થાય.
જ્ઞાની પુરૂષ એ જ કહી ગયાં છે કે આ જીવ ચારે ગતિમાં જે દુખ ભોગવી રહયો છે તેનું મુખ્ય કારણ પૂર્વભવમાં વિષય સુખોની આસકિતમાં લુબ્ધ બનીને જીવે
જે પાપ કર્યા છે તેનું જ આ ભયંકર પરિણામ છે. ધર્મ–અધર્મને નહીં જાણનારા નિય લેકે નિરંતર અધર્મમાં રક્ત રહે છે. રસલુપી માંસાહારીઓ કેવા અધમ પાપ કરે છે! તથા ધનના લેભી વનને કેવા દાવાનળ લગાડે છે. પૃથ્વી પેઢી નાંખે છે, પાણીના બંધ બાંધે છે અને વનસ્પતિને કચરઘાણ વાળી નાંખે છે. બીજા ઘણાં મનુષ્ય