________________
જોઈતું હોય તે એ તમારા દૂધ-ઘી-કુટ, શાકભાજી કે વિટામીનની ટીકડીઓમાં કે વિટામીનના ઈજેકેશનમાં નથી. એ શક્તિ બ્રહાચર્યમાં છે. તમે એક દિવસે એક શેર અનાજે ખાવ તેમ કરતાં ૪૦ દિવસે ૪૦ શેર અનાજ તમારા પેટમાં જાય, ત્યારે એક શેર લેહી બને છે. અને એક શેર લેહમાંથી એક તોલે વીર્ય બને છે. એ શક્તિ એક દિવસના અબ્રહ્મચર્યમાં ખતમ થઈ જાય છે. પછી તમે ગમે તેટલું ખાવ તે પણ તમારામાં શક્તિ ક્યાંથી આવે?
કોઈ માણસને ટી. બી નું દર્દ થયું હોય તેને હેસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યારે ડેકટર પણ કહે છે કે આ દર્દ મૂળમાંથી નાબુદ કરવું હોય તે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો. બ્રહ્મચર્ય એ અમેઘ શક્તિ છે. સર્વ તપોમાં ઉત્તમ તપ છે. સર્વ ઔષધિઓમાં અકસીર ઔષધિ છે. નેમનાથ ભગવાન નાના હતાં ત્યારે કૃષ્ણને શંખ રમત કરતાં કરતાં ફૂક. દ્વારકા નગરી ધ્રુજી ઉઠી. કૃષ્ણ પણ વિચારમાં પડી ગયા કે મારે શંખ કેણે ફેંક? તપાસ કરી તે નેમકુમારને જોયાં. તેમને થયું અહો ! આ નાના બાલુડામાં આટલી બધી શક્તિ? એમનું બળ જોવા માટે કૃણે કહ્યું કે ભાઈ! તું મારે આ હાથ વાંકે વાળી આપ, કૃણે હાથ લાંબે કર્યો. જેમકુમારે સહેજ વારમાં કૃષ્ણને હાથ નમાવી દીધો. જેમકુમાર કહે છે મોટાભાઈ ! હવે તમે મારે હાથ વાંકે વાળી આપે. નેમકુમારે હાથ લંબાવ્યું. કૃષ્ણ નેમકુમારને હાથ પકડી હીંચકા ખાવા લાગ્યા, તે પણ હાથ વાંકે ન વળે. કૃષ્ણને સમજાઈ ગયું કે એ બ્રહ્મચારી છે. એટલે આટલું બધું બળ છે. માટે એને પરણાવું તે જ એનું બળ ઓછું થાય. તીર્થકરનું બળ તે અલૌકિક હોય છે. તેમનાથને પરણવા મોકલ્યા તે પણ તેણેથી પાછા ફર્યા.
ભગવાન મહાવીરના કંઈક સંતે લૂખા-સૂકા આહાર કરે, તપ કરે તે પણ શરીરમાં કેટલી તાકાત હતી. પરદેશી રાજા એના ચિત્ત સારથીની સાથે ઉદ્યાનમાં આવ્યા. કેશી સ્વામી એમના શિષ્ય પરિવારમાં બેઠા છે. જ્ઞાનની છેળે ઉછળી રહી છે. ત્યાગ-વૈરાગ્યના ફુવારા ઉડે છે. પરદેશી રાજા પૂછે છે કે ચિત્ત! એમના લલાટ ઉપર કેવું લાઈટ ઝળહળે છે. એમના શરીર કેવા પહેલવાન જેવા છે. એમના મુખ ઉપર કેવી મસ્તી દેખાય છે. એ લેકે શું ખાતા હશે? ચિત્ત કહે છે કે રાજન! એ તે લૂખો-સૂકા આહાર કરે છે. અને બાર પ્રકારને તપ કરે છે. પણ એમના મુખ ઉપર બ્રહ્મચર્યનાં તેજ ઝળહળે છે. ત્યાંગની મસ્તી છે અને આત્માના આનંદમાં ખૂલે છે. એ કેશી સ્વામીને સમાગમ થતાં #રમાં ક્રૂર એવા પરદેશી રાજાના જીવનનું પરિવર્તન થઈ જાય છે. " કહેવાને આશય એ છે કે સાચું સુખ અને સાચે આનંદ ત્યાગમાં છે. ભેગમાં નહિ. જેના અંતરમાં ત્યાગને રણકાર થયે છે એવા બે પુત્ર કહે છેઃ પિતાજી! હવે અમે સંસારમાં નહિ રાચીએ. ત્યાગ માગે જતાં અમને ગમે તેટલાં કષ્ટ પડશે તે પણ સહન કરી લઈશું.