________________
'બસ. બેટા! હવે મને સંતોષ થયે. મારા અંતરના તને આશીર્વાદ છે કે તે મહાન બનજે. મહાત્મા બનજે. અને પરમાત્મા બનજે, ચરણમાં પડેલાં પુત્રના માથે હાથ ફેરવતાં માતાએ આશીષ આપ્યા. જુઓ, દેવાનુપ્રિયે ! અને મારી માતાઓ ! આ માતાઓ કેવી શૂરવીર હતી? સંસારની સુખ-સગવડોમાં જ આનંદ માનનારી ન હતી. ભારત ભૂમિની એકેક માતા જે આવી વીર બને તે સંતાને કેવા શુરવીર બને ! ખેમા દેદરાણીની માતાએ ચારિત્રને ખાતર પોતાના જીવનનું બલિદાન દીધું તે એને પુત્ર કે દાનવીર નીકળે! એમાદેદરાણીએ દુષ્કાળમાં કે ઉપકાર કર્યો છે એ વાત તે તમે બધા જાણે છે. સંપ્રતિ રાજાએ માતાના આદેશથી દેશદેશમાં કેટલો અહિંસાને પ્રચાર કર્યો. એમદેદરાણી પણ શાહ હતો અને તમે પણ શાહ છે. શાહની સામે બાદશાહો નમી પડયાં છે.
જે મનુષ્ય ભગવાન મહાવીરના બતાવેલા રાહે ચાલે છે તે કદી દુઃખી નથી થતાં. કદાચ પિતાના પૂર્વના પાપકર્મના ઉદયથી તેઓ ધનવાન ન હોય પણ કદી દુઃખી થતા નથી. બ્રહ્મચર્યનું પાલન કરનાર કદી ભૂપે રહેતું નથી. વધુ શું કહું? બ્રહ્મચારી આત્મામાં અલૌકિક તાકાત હોય છે. એના પરમાણુઓ પણ પવિત્ર બની ગયા હોય છે. બ્રહ્મચારી મનુષ્ય જ્યાં બેઠે હોય છે તે જગ્યા ઉપર બીજે માણસ બેસે તે એને વિચારોમાં પણ પરિવર્તન થઈ જાય છે. એટલી બ્રહ્મચર્યમાં તાકાત છે.
ટંકારામાં દયાનંદ સરસ્વતી થઈ ગયાં. તેઓ બાલપણથી જ વૈરાગ્ય પામી સંન્યાસી થઈ ગયાં હતાં. એમની ખ્યાતિ ખુબ પ્રસરી ત્યારે કેઈ રાજાના મનમાં થયું કે એ કે બળવાન હશે? મારે એની પરીક્ષા કરવી છે. એના બળની પરીક્ષા કરવા માટે બે મલવને મોકલ્યા. દયાનંદ સરસ્વતી સ્નાન કરીને ઉઠયા હતા. પોતે પહેરેલું વસ્ત્ર સામાન્ય નીચોવીને મૂકયું હતું. ત્યાં પેલા બે મલ્લ આવીને કહે છે-આપ જ દયાનંદ સરસ્વતીને ? “હા” તે અમારે આપની સાથે કુસ્તી કરવી છે. ત્યારે દયાનંદ કહે છે ભાઈ! મને વાંધો નથી. જે આપણે કુસ્તી કરીશું તો કાં તે તમારા હાડકા ખાખરા થશે અને કાં તે મારા હાડકા ખરા થશે. તેના કરતાં જે તમારે મારા બળની પરીક્ષા કરવી હોય તે એમ કરે, આ કપડું મેં નીચોવીને મૂક્યું છે. એને નીચોવીને તમે પાણી કાઢી આપે. આ બંને મલ્લ કપડાને વળ ચઢાવીને ખૂબ જોરથી નીચેવે છે, પણ એક ટીપું પાણી નીકળ્યું નહિ અને દયાનંદ સરસ્વતીએ સહજ રીતે નીચેવ્યું તે પણ અંદરથી પાણી નીકળ્યું.
બંધુઓ! તમે શરીરને મજબૂત બનાવવા માટે પૌષ્ટિક ખોરાક ખાવ છે. ઉપરથી વિટામીન સી. અને ડી. માટે ગોળીઓ ખાવ છે. ભાઈ! હું તે તમને કહું છું કે જે તમારે તમારા શરીરને બળવાન બનાવવું હેય, નિરોગી રાખવું હોય અને વિટામીન