________________
એક બીજો દાખલો આપું. સમ્રાટ સંપ્રતિ રાજા થઈ ગયે. એની માતા કેવી હતી એ તમે જાણે છે? જ્યારે પ્રિયદર્શી અશોકને પત્ર સંપ્રતિ રાજા દિગ્વિજય કરીને ઘેર પાછો આવે છે અને માતાના ચરણમાં માથું મૂકીને આશિષ માંગે છે ત્યારે માતા એના માથે હાથ મૂકતી નથી. દિગ્વિજેતા સંપ્રતિ રાજા માથું ઊંચું કરીને માતાની સામે જુએ છે ત્યારે એને ખબર પડે છે કે માતા તે અત્યંત ઉદાસ છે. આમ કેમ? જ્યારે આખું નગર હર્ષના હિલેળે ચઢયું છે ત્યારે માતા મગ્ન કેમ? માતૃભક્ત સંપ્રતિ મનમાં વિચાર કરે છે. . માતાને પૂછે છે હે માતા ! તું ઉદાસ કેમ છે? શું, મારો દિગ્વિજ્ય તને ન ગમ્યો? માતા ! તારા મુખ ઉપરની ઉદાસીનતા મારાથી જોઈ શકાતી નથી. ઝેરીનાગના ડંખની વેદના કરતાં પણ મારી માતાના મુખ પરની ઉદાસીનતા જોઈને મને અધિક વેદના થાય છે. માતા તું જલદી કહે. તારી ઉદાસીનતાનું કારણ શું છે? તારી પ્રસન્નતા વિનાના આ મારા નગર–પ્રવેશમાં ધૂળ પડી. અને મારા જીવનને પણ ધિક્કાર છે!
માતા કહે છે બેટા! હજારે માનવીના કચ્ચરઘાણ કરીને મેળવાતા વિજયમાં મને આનંદ શાને હેય? અહિંસાની આહલેક પૂકારનારા પરમપિતા મહાવીર પ્રભુના આપણે સંતને છીએ. શત્રુને પણ મિત્ર બનાવવાની કળાના કુશળ કારીગરે! આપણે શત્રુતાને હિણવાની હેય, શત્રુતા વધારવાની ન હોય. તે યુદ્ધ કરીને કેટલું ઘેર પાપ કર્યું. ખેર!
જે બની ગયું તે ખરું, પણ હવે તું એક કામ કરે તે હું આનંદ પામું. | હે બેટા સંપ્રતિ! તું મારી વાત સાંભળ. આખું વિશ્વ રાગ-રામા–રમ અને રસનાની મોહિનીમાં લપેટાયું છે. એના કાતીલ વિષ આત્મામાં વ્યાપી ગયાં છે. રાગરામા–રમ અને રસનાનું ઝેર ઉતારનાર સમર્થ ગારૂડિક કોણ છે તે તું જાણે છે? એક માત્ર વીતરાગ ભગવાન. એવા સર્વજ્ઞ પ્રભુની ભક્તિ કર. અને આ ઝેર ઉતાર. ઝેર ઉતારીને સાચું જીવન પામી જા. હે દીકરા સંપ્રતિ ! મારે તે તારી વિજેતા ધરતીના કણ કણ ઉપર સર્વજ્ઞ પ્રભુ વીતરાગે વગાડેલી અહિંસાની વેણુના મધુર સૂર સાંભળવા છે. જે જે ભૂમિમાં તારી આણ વર્તતી હોય ત્યાં અહિંસાને ધવજ ફરક જોઈએ. બેટા ! જે તારે તારી માતાને પ્રસન્ન કરવી હોય તે તેને આ એક જ ઉપાય છે. | હે માતા ! તારી ખાતર તારે બાળ પ્રાણ અર્પણ કરી દેવા પડે તે પણ તૈયાર છે. આમાં તે શી મોટી વાત છે? મને આજે જ ખબર પડી કે તું મારી એકની જ માતા નથી, પણ તું તે સર્વ આર્યજનની સાચી કાળજી રાખનારી સાચી માતા છે.
ત્યાં સુધી મારી વિજેતા ભૂમિ ઉપર અહિંસાને વજ નહિ ફરકાવું ત્યાં સુધી હું જંપીને બેસીશ નહિ. મને ત્યાં સુધી ચેન નહિ પડે. દિગ્વિજેતા સંપ્રતિએ એક જ શ્વાસે માતાને કહી દીધું,