________________
૫૯૪
એક બિલાડી ટેપલા નીચે ઢાંકી હતી. માટે જાવ. એક બિલાડી જાડી લઈ આવે. એટલે કહે છે, બિલાડી ટોપલા નીચે ઢાંકવાનું શું પ્રજન? મને તે કંઈ જ ખબર નથી.
ભલે, તમને કંઈ ખબર ન હોય પણ આપણા વડીલે જે કરતાં આવ્યાં છે તે પ્રમાણે આપણે કરવાનું. વડીલે કરતાં આવ્યા છે તે ખોટું થોડું જ હોય! માટે જલ્દી એક બિલાડી લઈ આવો. પછી જ વર-વહુ અહીંથી ઉઠી શકશે. આ કેવું ઘોર અજ્ઞાન છે ! તે વખતે તે કુદરતી બિલાડી આવી ગઈ હતી. અને એના સસરાએ ટોપલે ઢાંક્ય હતે. પણ એક પકડ પકડાઈ ગઈ દેવીને ઓર્ડર થતાં દેવ આડોશી-પાડેશીને પૂછે છે, અહીં બિલાડી છે? લકે સામો પ્રશ્ન કરે છે કે ભાઈ! તમારે વળી બિલાડીની શી જરૂર? અને બિલાડી એકદમ કયાંથી મળે? કદાચ મળે તે એકદમ થોડી પકડાય? માંડ માંડ બિલાડીને પકડીને લાવ્યા. ટોપલા નીચે ઢાંકી ત્યારે વર-વહુ દર્શન કરવા જઈ શક્યા અને ગુરૂદર્શન કરીને આવ્યા ત્યાં સુધી બિલાડીને ટપલા નીચે ઢાંકી રાખી. (હસાહસ)
દેવાનુપ્રિયે! તમને આ વાત સાંભળીને હસવું આવે છે પણ ખરેખર! તમારામાં પણ આવી જડ માન્યતાઓ ઘર કરીને બેસી ગઈ છે. વડીલોની પરંપરા પ્રમાણે માતાના 'નિવેદ્ય કરે છે, શીતળા સાતમ કરે છે, અમે કહીએ કે આ જડ માન્યતાઓ છેડે તે કહો છે કે એ તે અમારા કુળમાં થતું આવ્યું છે. ભાઈ! જો તમે આ બધામાં વડીલોની પરં પરા પ્રમાણે ચાલે છે તે તમારા વડીલે ગરીબ હતાં અને તમે તે ધનવાન છો, તમે પણ ગરીબ જ રહેને? તમારા પિતા એક આંખે કાણુ હતા. તમે પણ શા માટે કાણું નથી થઈ જતા? પણ જ્યાં મિથ્યાત્વની માન્યતા કરવાની હોય છે ત્યાં કુળપરંપરાને વળગી રહે છે. આ એક ઘેર મિથ્યાત્વ છે.
તમે મિથ્યાત્વમાન્યતાઓમાં અટવાઈ રહેશે તે પછી તમારા સંતાનમાં પણ સારા સંસ્કાર કયાંથી પડવાના? તમારે કાંદા ને કંદમૂળ ખાવા જોઈતા હશે તે તમારા સંતાને ખાવાના જ છે એ નક્કી સમજી લેજે. તમે જે ચારિત્રવાન બનશે તે તમારા સંતાને પણું ચારિત્રવાન બનશે. આગળની માતાઓ કેવી પવિત્ર હતી. પિતે ગર્ભવંતી હોય ત્યારથી એના મનમાં પવિત્ર ભાવનાઓ ભાવતી હતી. એ શુભ ભાવનાની અસર ગર્ભના જીવ ઉપર પડતી હતી.
ખે દેદરાણે ગર્ભમાં હતા ત્યારે એની માતા એવી ભાવના ભાવતી હતી કે અહો! હે પ્રભુ! આવું ઉત્તમ જૈનકુળ મળ્યું, જેનધર્મ મળે, સદ્ગુરૂને યેગ મળે. હવે મારા ચતુર્ગતિના ફેરા ન રહેવા જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહીને દાન દેવું, ગુરૂદર્શન કરવા વિગેરે ભાવનાઓ ભાવતી હતી. પત્ની ગર્ભવતી છે એવી ખબર પડે ત્યારથી સંતાન ત્રણ વર્ષનું ન થાય ત્યાં સુધી પતિ-પત્નીએ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેથી સંતાને પણ શુરવીર અને તેજસ્વી બને છે. આજે તો બ્રહ્મચર્યનું નામ