________________
૫૮૮
નાશ કરી નાંખે છે. લાભ આવે છે ત્યારે તેનામાં હિત-મહિત, કલ્યાણુ-અકલ્યાણ અને દયા ભૂલાઇ જાય છે. પેાતાના ક્ષણિક સ્વાને માટે ખીજાના વિનાશ કરતાં પશુ ચકાતા નથી.
એક વખતના પ્રસંગ છે. એક દયાળુ માણસે લેાકેાને સર્પદંશનું ઝેર ઉતારવાની અકસીર દવાનું શેાધન કયું. ઘણી વનસ્પતિઓના રસ એકડો કરી ખૂબ મહેનત કરી એણે એ દવાનુ સંશાધન કયું હતું. પછી એણે એ દવાના પ્રયાગ કરી જોયા, તા એનાથી સપના ભયંકરમાં ભયંકર ઝેર ઉતરવા લાગ્યા. એટલે એમણે દવામાંથી ઈંજેકશના અનાવ્યા. અને કંપની ખાલી. ઇંજેકશનની કિંમત સોળ રૂપિયા રાખી. ગામડામાં સાઁના ઉપદ્રવ ખૂબ હોય છે. લાકોને જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ તેની ખપત વધતી ગઈ. જે માણુસ મરણના મુખમાં સપડાયા હૈાય તે ખચી જાય, તે તેને માટે સેાળના મંત્રીસ રૂપિયા આપવા પડે તે પણ મેવું પડે નહિ
આ શેઠની કપનીની ખ્યાતિ ખૂબ પ્રસરવા માંડી. મેાટા પ્રમાણમાં એડ`રા આવવા લાગ્યા. આ જોઈ બીજા વહેપારીના મનમાં થયું કે આજ કાલ કંપની ખાલી અને ખૂબ જામી ગયા. એ ખૂબ કમાઈ ગયા. તા હુ' પણ આની સામે આવી ક પની ખાલુ એમ વિચાર કરી એણે પેલા વહેપારીની દુકાનેથી એક ઇંજેકશન ખરીદ્યું. અને એના જેવા જ આકારના અને એવા જ કલરના ઈંજેકશના બનાવ્યા. અને ઉપર લેબલ પણુ એના જેવું જ લગાડયું. ઉપર લેખલ લગાડવાથી કે એવા કલર બનાવવાથી કંઈ એ દવાના ગુણા થાડા જ એમાં આવી જાય ? ઉપરનાં લેખલ તે ઘણાં સારા હાય પણ અંદર માલ જ ન હોય તે! શું? તમે જૈન કુળમાં જન્મ લીધેા છે, જૈન તરીકેનુ' ખીરૂદ ધરાવ્યું છે, પણ અંદર જૈનત્વના માલ ન હોય તે શા કામનુ' ? તમે અહીં સામાયિક લઇને બેઠા છે પણ અંદર સમતાભાવનુ' તત્ત્વ છે કે નહિ એ તે તમે જ વિચાર કરી લેજો.
જુઓ, પૈસાના લાભ શુ અનર્થ નથી કરાવતા ? બીજા વહેપારીએ નવી કંપની ખાલી અને ઇંજેકશના વેચવા માંડ્યાં. એણે ઈંજેકશનના ભાવ આઠ રૂપિયા રાખ્યા. આજે દુનિયા સસ્તુ' મળે ત્યાં દોડે છે. સેાળ રૂપિયાની વસ્તુ આઠ રૂપિયામાં મળતી હોય તે પછી સેાળ રૂપિયા ખર્ચવા કાણુ જાય? હવે જુની ક ંપનીવાળાને ત્યાં તા કોઈ ઈંજેકશન લેવા જતું જ ન હતું. અને આછી કિંમતે વેચવાનું પરવડે તેમ ન હતું. અને સાળ રૂપિયામાં કાઈ ખરીદનાર ન હતું. એટલે એણે માલ વેચવા બંધ કર્યાં, જુની ક પની બેસી ગઈ. આજની દુનિયા મહારનું લેખલ જીવે છે, પણ ગુણ જોતી નથી. તમે વસ્તુના બાહ્ય ચળકાટને ન જોશે પણ એનામાં રહેલું તત્ત્વ જોતાં શીખજો. એ લેખલ અને રંગીન પાણી ઝેરને ઉતારી નિહ શકે. એનાથી તા દગા થાય છે, લેાકો ઇંજેકશન લઈ જાય છે. તેમાં આયુષ્યના બળવાન હોય ને ખચી જાય તેા માની લે કે ઈંજેકશનથી ઝેર ઉતર્યુ. અને કાઇ મૃત્યુ પામે તા એમ માની લેતાં કે એનું આયુષ્ય પૂરુ થયુ. એમ સમજી આંખામાંથી આંસુ પાડી બેસી રહેતાં.