________________
પ
રાષણ, પદ્માત્તર અને કીચક વિગેરે વાસનાના ગુલામ બન્યાં હતાં. તેમણે પોતાની પત્નીઓ ઉપરાંત પરસ્ત્રીએ સામે વિકારભરી દૃષ્ટી ફેંકી હતી. વાસનાના નિમિત્તના એક જ ઝપાટે સાનાની લંકા ખળીને ખાખ થઇ ગઈ. અને રાવણુ પાતે પણ નાશ પામ્યા અને જતાં જતાં દુર્વાસનાની દુંગધ મૂકતા ગયા.
દેવાનુપ્રિયા ! આજના દિવસ મહાન પવિત્ર છે. આજે કંઈક માણસા જલેબી, ફાફડા ખાઈને દશેરાના દિવસ ઉજવશે. પણ એથી ઘડીએ ઘડી આનă આવશે, પણ વાસના ઉપર વિજય નહિ મેળવાય. ખરેખર તા આપણે દુષ્ટ વાસનાઓ ઉપર વિજય મેળવવાના છે. આત્માએ આત્માની સાથે યુદ્ધ કરવાનુ` છે.
લડા સૌ આત્મ-સ`ગ્રામે, બીજા સંગ્રામ શાકરી, શુદ્ધાત્માથી દુરાત્માને, જીતીને સુખ મેળવા.
આત્માએ બહારના યુદ્ધ ખેલવાની જરૂર નથી. અંતરમાં અનાદિકાળથી શુભ અને અશુભ વાસનાઓના જંગ મચી રહ્યો છે. તેના ઉપર વિજય મેળવેા. આજે સૌને વિજય મેળવવા ગમે છે. પરાજય કોઈને ગમતા નથી. પણ એ વિજય પરાજયના રૂપમાં ન પલટાઈ જાય એવું કયારે બની શકે ? વાસના ઉપર વિજય મેળવાય ત્યારે જ,
વાસના બે પ્રકારની છે. એક શુભ વાસના અને ખીજી અશુભ વાસના. જેમ એક પ્રકારની પ્રવૃત્તિ બીજા પ્રકારની પ્રવૃત્તિને અટકાવે છે તેમ એક પ્રકારની વાસના બીજા પ્રકારની વાસનાને મારે છે. સાસનાથી કુવાસનાના નાશ થાય છે. માટે વાસનાના વિજય કરવા માટે વાસના જરૂરી છે, પણ કઈ વાસના જોઇએ તે બરાબર સમજી લેજો. આજ સુધી જીવે કેટલાં કેટલાં પ્રયત્નો કર્યાં છતાં બધા નિષ્ફળ શાથી ગયા? એનું કારણ એ જ છે કે જે વાસના મેળવવી જોઇએ, જેના આશ્રય લેવા જોઇએ તે વાસના હજી અંતરમાં આવી નથી. એને આશ્રય લીધા નથી તેના કારણે જ જીવ બધે નિષ્ફળતા પામ્યા છે. જ્યાં સુધી સમ્યકૃત્વની વાસના ન પમાય ત્યાં સુધી મિથ્યાત્વની વાસના ન ટળે.
બંધુઓ ! આ જીવને અનાદિકાળથી પરતંત્રતાની એડીમાં સપડાવનાર બૂરામાં પૂરી કાઇ વાસના હોય તે તે મિથ્યાત્વની વાસના છે. વાસના એટલે શું? જે વાસિત કરે તેનું નામ વાસના. આત્મામાં વિપરીત ભાવનાનાં સંસ્કાર એનુ નામ મિથ્યાત્વ વાસના અને આત્મામાં સભ્ય* વાસનાના સસ્કાર એનુ નામ સભ્યાસના. જેવી વાસના જે આત્માને વાસિત કરે તે આત્મા તેવા રૂપે વાસિત થાય છે. અને વાસના પણ મહારના વાતાવરણને લઇને આવે છે. તમે જેવા વાતાવરણમાં રહેલા હશેા તેવી વાસનાના સ ́સ્કાર
તમારામાં આવવાના છે.
આજે તે જ્યાં ને ત્યાં મોજશેાખ ભરેલું મેહક વાતાવરણ જોવા મળે છે. જૈનાના