________________
બહાર રાવણનું પૂતળું બનાવીને ઉભું રાખે છે. એને વૃદ્ધથી માંડીને નાના નાના બાળકો સારા સારા કપડાં પહેરીને ત્યાં જાય છે. તેમને પૂછવામાં આવે કે ભાઈ! ક્યાં જાઓ છે? તે કહેશે કે રાવણને મારવા જઈએ છીએ. એ નાના બાળકો પણ રાવણના પૂતળાને પથ્થર મારી આવે છે. એ રાવણ કદાચ જીવત ને જાગતે ત્યાં ઉભે હોય તે કઈ ત્યાં 'ઉભા રહી શકશે ખરા? એમને પાછા વળતા પૂછવામાં આવે કે તમે કયાં જઈ આવ્યા? તે કહેશે કે રાવણને મારી આવ્યા. મહાબળવાન વાસુદેવ એવા લમણને પણ રાવણને સંહાર કરતાં છ માસ લાગ્યા હતાં. અને આજના નાના નાના બાળક ઘડીકમાં રાવણને મારી આવ્યા? ના, એવું નથી. પણ એણે કરેલા દુરાચારની ફજેતી છે.
જે મનુષ્ય સદાચારને છોડી દુરાચારનું સેવન કરે છે, તેની ફજેતી ચેકસ થવાની છે. અને એની ગમે તેવી દુર્દશા થશે તે પણ કોઈને એની દયા નહિ આવે. જેના જીવનમાં ભલાઈ હશે તેને હજારો મિત્રો મળી જશે. અને જો એનું જીવન દુરાચારથી ભરેલું હશે તો માડી જા ભાઈ પણ એને છોડી દેશે. એને માટે રાવણનું દષ્ટાંત સાક્ષી રૂપ છે. જ્યારે એ જ રાવણ સદાચાર અને નીતિથી ચાલતો હતો ત્યારે સેંકડો રાજાઓ એના ચરણમાં મૂકી પડતા હતા. તે જ્યાં જતો હતો ત્યાં લોકો એનું સ્વાગત કરતા હતા. આ બળવાન રાવણ રામની સામે કેમ હારી ગયો? એ તે તમને આપોઆપ સમજાઈ જાય તેવી વાત છે. એ જ્યાં જતો ત્યાં એકલી જનતા જ નહિ પણ મોટા મોટા સમ્રાટ પણ એનું સ્વાગત કરતા. પરંતુ જે દિવસે તેણે સદાચારની સીમાનું ઉલ્લંઘન કર્યું તે દિવસે તેના દિવસો પલટાઈ ગયાં. બીજાની વાત તે બાજુમાં મૂકે, પણ સગો ભાઈવિભીષણે પણ એને છોડી દીધો હતે.
આજે આટલાં વર્ષો થઈ ગયાં છતાં ભગવાન મહાવીર, રામચંદ્રજી, કૃષ્ણ, બધાની જય બોલતાં તમારા બધાના હૈયા હરખાઈ જાય છે. મહાવીરનું નામ બેલતાં જેનાને આનંદ થશે. રામ-કૃષ્ણનું નામ બોલતાં વૈષ્ણવોને આનંદ થશે. પણ રાવણને જય બેલાવતાં કઈને આનંદ નહિ થાય. કારણ કે એના જીવનમાં દુષ્ટ વાસનાની દુર્ગધ ભરી હતી. આટલાં વર્ષો વીતી ગયાં, પણ હજુ કે માણસ પોતાના સંતાનનું નામ રાવણું પાડવા ઈચ્છતું નથી. આજે લેક પશુ-પક્ષીમાંથી નામ પસંદ કરે છે. કચરામાંથી નામ પસંદ કરે છે. વનસ્પતિમાંથી નામ પસંદ કરે છે. ઘણા ભાઈઓનું નામ પિપટલાલ હોય છે. બહેનનું નામ મેનાબહેન, કોકીલાબહેન હોય છે. આ પક્ષીનું નામ નથી? ઘણુ ભાઈ એનું નામ કચરાભાઈ અને પુંજાભાઈ હોય છે. કંઈક બહેનનાં નામ દુધીબહેન, નારંગીબહેન વિગેરે હોય છે. અને મહારાષ્ટ્રમાં તે ઘણું બહેનનું નામ બદામબેન, પતાસીબેન પણ હોય છે. આ બધામાંથી તમે નામની પસંદગી કરી, પણ હજુ સુધી કોઈએ પોતાના પુત્રનું નામ રાવણ કે દુર્યોધન પાડયું નથી. એનું કારણ એ જ છે કે એમણે નીતિન નિયમને ઠેકરે માર્યા હતા,
શા. ૭૪.