________________
આપણું પાપ ધોવાઈ જાય છે. સંસારમાં તમારાથી કોઈ માટે માણસ આવે છે તો તમે એને નમસ્કાર કરે છે. એમાં તે તમને સ્વાર્થ છે. એને વંદન કરતાં તમારા પાપ ધાવાશે નહિ પણ ભગવાનને વંદન કરતાં, એના ગુણગ્રામ કરતાં તેનામાં તદાકાર બની જઈએ તે મહાન લાભ થાય. આત્માની દષ્ટિએ તે એમને આત્મા અને આપણે આમા સમાન છે પણ ફેર એટલો જ છે કે પ્રભુએ જેને જીતી લીધા છે તેનાથી આપણે જીતાઈ ગયા છીએ. • હું તે ક્રોધ કષાયે ભરિયે, તું તે સમતા રસને દરિયે,
હું તે અજ્ઞાને આવરિયે, તું તે કેવળ કમળા વરિયે, ' હું તે વિષય સુખને આસી, તેં તે વિષય કીધા નિરાસી,
હું તે કરમના ભારે ભરિયે, તમે સર્વથા દૂર કરીયે,
હું તે મોહ તણે વશ પડી, તું તે સબળ મેહને નડિયે, તે હું તો ભવસમુદ્રમાં ખૂ, તું તો મોક્ષ મંદિરમાં પહોંચે.
હે પ્રભુ! તે તે કષાયો ઉપર વિજય મેળવ્યો છે. હું તેનાથી છવાઈ ગયો છું. તારામાં સમતા ભરી છે ને હું તે મમતાથી ભરેલું છું. તારામાં જ્ઞાન ભરેલું છે અને હું તે અજ્ઞાનથી અવરાઈ ગયે છું.
આજે દિવસ વિજ્યાદશમીને છે. વિજયાદશમીના દિને ક્ષત્રિયોને ખૂબ આનંદ હોય છે. આગળના વખતમાં રાજા-મહારાજાઓ દશેરાને દિવસે સ્વારી કાઢતાં હતાં. વડોદરાના મહારાજાની સ્વારી જેવા માટે અમદાવાદથી સ્પેશ્યલ ટ્રેઈને દોડતી હતી. આજે તે રાજા અને પ્રજા સરખા બની ગયા છે. સાલીયાણ મળતા હતાં તે પણ બંધ થઈ ગયા. આ બધો કે કર્મને ઉદય છે. દશેરાને વિજયનું પર્વ કહેવામાં આવે છે. આજના દિવસે ભલાઈએ બૂરાઈ ઉપર વિજય મેળવ્યું હતું. નીતિઓ અનીતિને પરાજિત કરી હતી. જ્યાં સદાચાર હોય છે ત્યાં દુરાચાર ટકી શકતું જ નથી. જે વાતને લાખો વર્ષો વીતી ગયા છતાં પણ આજે તે પ્રસંગ જનતાના મનમાં જાગૃત છે. જેના જીવનમાં દુરાચારની દુર્ગધ ભરી હોય છે તેને લાખ વર્ષોના કાળને પ્રવાહપણ ભૂલાવી શકતો નથી.
આજના દિવસ માટે બે મત પ્રચલિત છે. કેટલાક લોકોની માન્યતા એવી છે કે આજનાં દિવસે રામે રાવણની સામે યુદ્ધ કર્યું હતું. અને કેઈ એમ પણ કહે છે કે રામ અને રાવણને યુદ્ધની આજે સમાપ્તિ થઈ હતી. આ વાતમાં ગમે તેવા મતભેદ હોય છતાં એક વાત તે નકકી છે કે રામચંદ્રજીએ રાવણ ઉપર વિજય મેળવીને સીતાજીને પાછા મેળવ્યા હતાં. આપણે વ્યવહારમાં એમ બેલીએ છીએ કે રામે રાવણને માર્યો. પણ ખરી રીતે તે લમણે રાવણને માર્યો હતો. રાવણની દુષ્ટ વાસનાઓને કારણે એની કેવી ફજેતી થઈ છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેટલીક જગ્યાએ ગામની