________________
લે અને મને જલ્દી ઇજેકશન આપ. મારા બાપુજીને સર્પ કરડે છે. ત્યારે જુની કંપનીને માલિક પૂછે છે ભાઈ! તારા પિતા તો મોટા વહેપારી છે. તમે બીજાને ઇંજેકશન આઠ રૂપિયામાં આપી છે અને આજે સેળ રૂપિયા ખર્ચીને મારી દુકાને શા માટે લેવા આવ્યા? જો કે અમારી પાસે તે હવે એક પણ ઈંજેકશન નથી. તમારી કંપનીની હરિફાઈને લીધે અમારો માલ ખપત બંધ થઈ ગયે. એટલે અમે માલ બના- - વવાનું બંધ કર્યું છે. પુત્ર કહે છે ભાઈ! સેળને બદલે બત્રીસ રૂપિયા લે પણ એક ઇંજેકશન આપો. વહેપારી કહે છે ભાઈ! બત્રીશ તે શું પણ તું ત્રણ હજાર બસ ૩૨૦૦ રૂપિયા આપે તે પણ હું તને એક ઈંજેકશન આપી શકું તેમ નથી, કારણ કે મારી પાસે છે જ નહિ.
પુત્ર વીલે મઢે પાછે આ. દુકાનમાં તે ઘણાં ઈંજેકશન ભરેલા પડ્યાં છે, પણ એ તે બીજાને માટે હતાં. ભલે દુનિયા ન જાણે પણ પિતે તે જાણુતે જ હતું કે એમાં સાચી દવા નહિ પણ રંગીન પાણી જ ભરેલું હતું. એ શા કામનું? છ કલાકમાં તે શેઠ ચાલ્યા ગયાં. બંધુઓ ! બીજાને દુઃખ દેનાર પોતે ક્યાં સુધી હસતે રહી શકે? બીજાનું અહિત કરતાં પહેલાં પિતાનું જ અહિત થઈ જાય છે.
પરનું બૂરું કરતાં પહેલાં પિતાનું થઈ જાય, ખરેખર એ કુદરતને ન્યાય...(૨) - ખાડો ખોદે તે જ પડે છે, રડાવનારે પિતે રડે છે,
અભિમાનમાં નાના મોટાનું, પલમાં હણાઈ જાય. ખરેખર પાપકર્મને બદલે મળ્યા વિના રહેતો જ નથી. કેઈ માણસ આ ભવમાં પાપકર્મનાં ફળ ભોગવે છે, કેઈ પરભવમાં ભેગવે છે, તે કઈ આ ભવ અને પરભવમાં કર્મનો વિપાક ભેગવે છે. રૂએ લપેટેલી આગ છાની રહે તે કર્મો છાનાં રહે. લસણ વાવીને કસ્તુરીની આશા રાખે છે તે કયાંથી મળે? આગ ઉપર હાથ રાખીને ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ! જેજે મારે હાથ ન બળે. એ કદી બની શકે ખરું? ખરાબ કામ કરીને માણસ એમ ઈચ્છે કે એના કડવા ફળ મને ન મળે, પણ એ કદી બનવાનું જ નથી. માટે પાપ કરતાં પાછા ફરો. પાપકર્મ કરવામાં પ્રમાદ કરે અને ધર્મનું આચરણ તરત જ કરો. ૦
આજનો દિવસ દુષ્ટ વાસનાઓ ઉપર વિજય મેળવી કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવાને છે. તે જ સાચા શુરવીર બની શકાય. બાહય શત્રુઓ ઉપર તો ઘણી વખત વિજ્ય મેળવ્યું. હવે આંતરિક શત્રુઓ ઉપર વિજય મેળવવા પુરુષાર્થ કરે. દેવભદ્ર અને જશેભદ્ર કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવા તૈયાર થયાં છે. તેઓ પિતાના પિતાને કહે છે પિતાજી! પ્રમાદનું સેવન કરવાથી અને અધર્મનું આચરણ કરવાથી જીવનમાં રાત્રિ અને દિવસે અફળ જાય છે.