________________
પ૮૧.
ગુણેનું પ્રગતિકરણ થાય છે એટલે એને ગુણરથાનક કહેલ છે. - જિનવાણી સાંભળ્યા પછી જે અંતરમાં ઉતરતી હોય તે જીવનમાં દિન-પ્રતિદિન ગુણેની વૃદ્ધિ થવી જોઈએ. અને માનવ જીવનને સદુપયોગ થ જોઈએ. જે કોઈ આત્મા ધર્મને માર્ગે જતું હોય તે તેને જોઈને અંતરમાં આનંદ થવે જઈએ. ત્યાગીવિરાગીને જોઈને ધર્મિષ્ટ આત્માના અંતરની ઉમિઓ ઉછળે છે. અને પોતે એવા બનવા માટેની ભાવના ભાવે છે. પણ જે ધર્મ–કમને સમજાતું નથી, ભેગ-વિષમાં પિતાનું અમૂલ્ય જીવન વીતાવી દે છે તેને અંતિમ સમયે કેવી વેદના ભેગવવી પડે છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું છું.
એક શહેરમાં એક ધનવાન શેઠ હતો. એને એના ધનનું ખૂબ અભિમાન હતું. સાધુઓની તે ખૂબ નિંદા કરે. ધર્મના અવર્ણવાદ બોલે, કોઈ દીક્ષા લેવા નીકળે તે એમ કહે કે દીક્ષા લે એટલે કમાવું તે મટી જાય ને? મફતના રોટલા ખાવા મળે. અને બહેન દીક્ષા લે તે એમ બેલે કે શું ખોટું ! કામ કરવું તે મટી ગયું! એ શેઠને ભેટી પેઢી હતી. ઘેર ઘેડાગાડી હતી. ઘેડો તે અરબીને હતે. હેજ લગામ ખેંચે કે પવનવેગે દોડે. શેઠ ગાડીમાં બેસીને ફરવા નીકળે તે જાતે જ ગાડી હાંકે. એનું મોટું જોતાં એમ લાગે કે આ અભિમાનનું પૂતળું છે. એના મનમાં એવું અભિમાન કે મારા જે ઘડે કોની પાસે છે.? મારા જેવું પદું શરીર કોનું છે? આવા અભિમાનમાં બીજાની આગળ ચારિત્રની અને મુનિઓની નિંદા જ કર્યા કરતો હતો. આ નિંદાની પાછળ દિલમાં કેટલા ભયંકર અશુભ ભાવ અને દુર્બાન ચાલ્યા કરતા હશે ?
એક વખત એવું બન્યું કે એના મોટા છોકરાના લગ્ન લીધા. આખી નાતમાં જમવાનાં નેતર ફેરવ્યાં. જમણુને દિવસ આવે. શેઠ તે સવારમાં વહેલા ઉઠ્યા. નાહી-ધોઈ નાસ્તા પાણી વિગેરે કામ પતાવી દીધા. ત્યાં સુધીમાં તે પડ્ડા જેવા શરીરમાં– નખમાં પણ રંગ દેખાતો ન હતો, પણ એકાએક કણ જાણે શું થઈ ગયું? કે શેઠ નાતને જમવાની વાડીએ જવાની તૈયારી કરે છે, ત્યાં એને બ્લડ પ્રેશર વધી ગયું, કહે કે તીવ્ર પાપકર્મના ઉદયે શરીરમાં ગમે તે વિકિયા ઉભી થઈ અને માથાની ધેરી નસ તૂટી ગઈ. જીભ ખેંચાવા લાગી. “ભાઈને પીડા થાય છે. તેને એના છોકરાને કે સ્ત્રીને કેટલું ય કહેવું હશે.” તે બોલવા ગયો પણ એ.આ.... ” સિવાય બીજો અક્ષર જ ન કાઢી શકે. કારણ કે જીભ ખેંચાતી હતી. ડોકટર પણ શું કરી શકે?
તીવ્ર અશુભ કર્મને ઉદય થયો હોય ત્યારે ડોકટર પણ કંઈ જ કરી શકે તેમ નથી. બિચારો ત્રણ દિવસ સુધી એ કરતે રહ્યો. પિતાની પત્નીને કે હાલા પુત્રોને દિલની કંઈ જ વાત કરી શકે નહિ. બંધુઓ ! વિચાર કરે. પૂર્વે કરેલા અભિમાન અને દેવ-ગુરૂ ધર્મની કરેલી નિંદાથી બાંધેલા અશુભ કર્મોદયે તેને ઢીલેસ કરી