________________
• વ્યાખ્યાન ને..............
આ
સુદ ૧૦ ને શુક્રવાર તા. ૯-૧૦-૭૦
જે આત્માઓ કામવાસના ઉપર વિજય મેળવે છે તેને માટે દુનિયામાં કંઈ જ કાર્ય કઠીન નથી. જ્ઞાની પુરૂષ કહે છે કે કામવાસના એ આત્માને સ્વભાવ નથી પણ વિકાર છે. રોગ છે. જેમ કે માણસને ખરજવું થયું હોય તેને પણ તે આવે છે, પણ ખણ્યા પછી ખણુ શમી જાય છે. તેમ વાસના પણ ખરજવા જેવી છે. ખણતી વખતે ઠીક લાગે છે. પણ ખરજવાને વિકાર વધતો જાય છે તેમ કામ વિકાર પણ ભેગથી વધે જાય છે. અગ્નિમાં ગમે તેટલા લાકડા નાંખવામાં આવે તે પણ અગ્નિ તૃપ્ત થતી નથી. સમુદ્રમાં ગમે તેટલી નદીઓ ભળે તો પણ સમુદ્ર ભરાતો નથી. તેમ તમે ગમે તેટલા કામગ ભેગવશે તે પણ વિષયાગ્નિ બૂઝાશે નહિ. માટે કામગ છોડો.
આ સંસારમાં અનંતાનંત કાળથી કામની પાછળ પાગલ બનીને મેહમયી આત્મા ભમી રહ્યો છે. અને અનંતી વખત કામભાગે ભગવ્યાં છતાં પણ કામવિકાર રૂપી રિગ, મેહમાં પડેલા જીવને મટે નહિ. માટે એ હકીકત છે કે ભોગથી કામ કદી શાંત થાય નહિ. “ર જ્ઞાતુ જામઃ 1નામુપમોન રાસ્થતિ ” પણ કામના તે બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ શાંત થાય છે. માટે બંધુઓ ! જેમ બને તેમ કામના ઉપર વિજય મેળવવા માટે બ્રહ્મચર્ય પાલનને અભ્યાસ કરે. જેટલું ઈન્દ્રિયે અને મન ઉપર નિયંત્રણ કરવામાં આવશે તેટલું અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરી શકાશે. આત્માનું શુદ્ધ સ્વરૂપ નિર્વિકાર છે. જ્ઞાન અને ચારિત્રમય છે. વીતરાગ સ્વરૂપ છે. તે એને અનુભવ કરવાને બદલે અજ્ઞાનને કારણે કામવિકારને અનુભવ કરી રહ્યો છે. એ ચામડાની રમત બાજી રમવાથી જીવને શું લાભ થવાને? ખરેખર પરલોકમાં હલકા અવતાર મળે છે. માટે બંધુઓ! એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે સારા સારા શબ્દ-રૂપ-રસ–ગંધસ્પર્શનાં આકર્ષણભર્યા વિચારોને અટકાવવા જોઈએ. કારણ કે સર્વજ્ઞ પ્રભુએ ખરાબ વિચારને બ્રહ્મચર્ય વ્રતના ઉલ્લંઘનનું પહેલું પગથીયું કહ્યું છે, માટે મનને એવું જાગૃત બનાવી દો કે એ જડ પદાર્થો તરફ આકર્ષાય જ નહિ. કઈ પણ પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ કર્યા વગર અલિપ્ત અને તટસ્થ ભાવથી જ રહે. મન એમ કહી દે કે હે જડ! મારા આત્માની સમૃદ્ધિ સામે તારી કશી જ કિંમત નથી. તું તે મેક્ષમાં જતાં બેડી રૂપ બનીને મને ભવમાં ભટકાવે છે. આવા ભાવ કોને આવે? જે પરભાવથી પાછા પડયાં હોય, સ્વભાવમાં સ્થિર બન્યાં હોય તેને આવે છે.