________________
૫૭૪
ગરીબાઈનાં દુઃખ તો જે વેઠે છે તે જ સમજે છે. દિવાળી આવશે એટલે તમારે ત્યાં સેવ–સુ'વાળી, ઘૂઘરા અને ઘારીની ઘમઘમાટી ખેલશે અને કંઇક ગરીબને ઘેર બેસતા વષે માઢું ગળ્યું કરવા ગેાળનાં પણ સાંસા હશે. માટે તમને જે મળ્યુ છે તેમાં કોઈ ગરીબના સામુ જોજો. પેલી શ્રીમંત શેઠાણી એના છેાકરાને કહે છે : તુ' એના એટલે જઈને ખા. ખાળક ગરીબના ઓટલે આવીને મેવા-મીઠાઈ ઉડાવે છે અને ગરીબના છેકરાને ટીયા બતાવે છે. પણ હવે એ છેાકરી ખૂબ સમજી ગયા છે. એટલે કહે છે ભાઈ! તમારા પૂર્વના પુણ્યદયે તમે ખાવ અને સુખી થાવ. હવે હું તારી પાસે કંઈ જ નહિ માંગુ. એને એની માતાએ એક વખત ફટકા માર્યાં તે ખાળક સમજી ગયે. પણ હુ' તમને રાજ ફટકા લગાવુ છું પણ તમે સમજતાં નથી. તમને કદાચ એમ થશે કે મહાસતીજી આપણને રાજ રાજ ચામખા મારે છે કે આમ કરી ને તેમ કરે. એ રાજ રાજ આપણને શેના કહે ? ભાઈ, એમાં મને ખીજે કોઈ સ્વાર્થ નથી. મને તમારા પ્રત્યે એ જ લાગણી છે કે મારા ભગવાન મહાવીરના સંતાન નરકે ન જવા જોઈ એ. જેમ પેલી માતાને એના પુત્ર પ્રત્યે દ્વેષ ન હતા. એણે તા ગરીબાઇના દુઃખથી કંટાળીને ઢીંચ– ણીયાના ઘા કર્યાં હતા. એ જ માતા લેાહી નીકળ્યું ત્યારે પપાળવા લાગી. તેમ ગુરૂ તમને ઉપરથી કઠોર શબ્દો કહેશે પણ અંતરથી તે તમારા પ્રત્યે લાગણી છે. જેમ કુંભાર ઘડાને ઉપરથી ટપલા મારે છે પણ અંદર હાથ રાખે છે. તેમ ગુરૂએ ભલે ઉપરથી ટપલા મારતા હાય પણ અંદરથી તમારા પ્રત્યે એમને લાગણી છે.
ક
આ છેકરા ધીમે ધીમે મેાટા થયા. માતાએ પેટે પાટા માંધીને ભણાવ્યા. ભણવામાં ખૂબ હોંશિયાર નીકળ્યા. ચરોતરના પટેલે આફ્રિકામાં ખૂબ વસેલા છે. આ છોકરાના કુટુંબીજના આફ્રિકામાં વસતા હતાં, તે આ છેકરાને આફ્રિકા લઈ ગયા. એને ધંધે વળગાડી દીધા. ત્યાં તેનું એવુ પુણ્ય જાણ્યુ કે તે ખૂબ કમાઈ ગયા. આજે પણ એ વ્યક્તિ વિદ્યમાન છે. ૩૦ થી ૪૦ લાખના આસામી છે પણ એના જીવનમાં અભિમાન ન મળે. કોઈ પણ ગરીબને જુવે તે એને મદદ કરે છે. એક વખતની કડકડતી ઠંડીમાં જે ગરીમા છોકરા થર થર ધ્રુજતા હતા, પહેરવા વસ્ત્રો ન હતાં. એણે પેાતાના કોટ ને ખમીશ ઉતારીને એને પહેરાવી દીધા. એ કોઇ ગરીબનું દુઃખ જોઇ શકતા નથી. કારણ કે પેાતે કેવી સ્થિતિમાંથી પસાર થયા છે એને એને અનુભવ છે. તમારા જીવનમાં આવે પ્રસંગ બની જાય ત્યારે તમારી પૂર્વ પરિસ્થિતિના ખ્યાલ કરો. કંઇક એવા પુણ્યવાન જીવે પણ છે કે જેમણે ગરીબાઈ જોઈ જ નથી. તેા પૂર્વભવના દુ:ખાના ખ્યાલ કરો અને જીવનને સદાચારથી ભરી દો.
એ માળકા એના પિતાને જવાબ આપશે કે આ લેાક કેવા દુઃખેાથી પીડાઈ રહી છે, શેનાથી વીંટાઈ રહયો છે, અને કઈ તીક્ષ્ણ ધારો વરસી રહી છે તેના ભાવ અવસરે કહેવાશે.