________________
પ98
મહા આરંભી અને મહા પરિગ્રહી હશે તે મરીને નરકમાં જશે. ત્યારે એક વ્યક્તિ ઉભી થઈને પ્રભુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! ભરત ચક્રવર્તિ મરીને કયાં જશે? ગમે તેમ તે ય ભરત ચક્રવર્તિ રાજા છે એટલે કઈ નરકમાં જશે એમ તે પૂછાય નહિ. એટલે આમ પૂછ્યું. તીર્થકરના વખતમાં પણ આવા તુક્કા ઉઠાવનાર મળ્યાં છે તે અત્યારની તે વાત જ કયાં કરવી? ભગવાન કહે છે-ભરત ચક્રવતિ મેક્ષમાં જશે. એટલે અજ્ઞાનીઓ અંદર અંદર વિવાદ કરવા લાગ્યા. જોયું ને ! ભગવાનને કયાં ઓછા રાગ-દ્વેષ છે! ગમે તેમ તે ય ભરત પિતાને પુત્ર છે, એટલે જમણે હાથ તે મેં ભણી જ વળે ને ! ઉંટ મરે તે ય મારવાડ સામું જુએ છે. તેમ ભગવાને પણ પક્ષપાત કર્યો. આમ તે કહે છે બહુ આરંભ ને પરિગ્રહ વધારનાર નરકમાં જાય. અને ભરત ચક્રવતિને ઘેર આટલો પરિગ્રહ હોવા છતાં પણ કહે છે કે મોક્ષમાં જશે. બંધુઓ ! શંકા કરનારને જ્ઞાન નથી કે એ છો એવા હળુકમ છે કે વૈભવમાં મહાલવા છતાં અનાસક્ત ભાવે રહેતા હતાં. જળકમળવત્ રહેતા હતાં. જેમ ફાટી ગયેલું જીણું કપડું ફાટતાં જેટલી વાર લાગે તેટલી વારમાં ભરત કેવળજ્ઞાન પામી ગયા હતાં. મરૂદેવી માતા હાથીના હદે કેવળજ્ઞાન પામ્યા અને ભગવાન ઋષભદેવને દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જે ત્યાં પક્ષપાત થતો હેત તે ઝાષભદેવ પ્રભુ એટલે વખત શા માટે કેવળજ્ઞાન ન પામ્યા. બાર બાર મહિના સુધી આહાર–પાણી ન મળ્યાં. એ બધું કેમ બન્યું? એમાં પૂર્વકૃત કર્મો કામ કરતાં હોય છે. એ આત્માઓ પુણ્યવાન અને હળુકર્મી હતાં. લક્ષ્મીના મદમાં છકી જાય તેવા ન હતાં.
માતાના કહેવા પ્રમાણે ધનવાનને છોકરે ગરીબના આકરાને ટી બતાવવા લાગે. તે પણ પેલા ગરીબ છોકરાએ કેરી માંગવાનું ચાલુ રાખ્યું. એટલે માતાની શિખામણ પ્રમાણે ધનવાનના છોકરાએ કેરી ખાઈને ગેટલે પેલા છોકરાના માથામાં માર્યો. એટલે એ રડતે રડતે પિતાની માતા પાસે આવીને કહેવા લાગે. બા! મને શેઠના છોકરાએ ગેટલે માર્યો. માતા કહે છે ભાઈ ! તું શા માટે એની પાસે ગયે ? હું તો તને ના જ પાડતી હતી. પણ બાળક કંઈ ઓછું સમજે છે? એણે તે હઠ કરી કે મારે કેરી ખાવી છે. માતાએ એને ખૂબ સમજાવ્યું પણ માન્ય નહિ એટલે માતાને ખૂબ ક્રોધ ચઢયે. એટલે હાથમાં ઢીંચણીયું લઈને છૂટું માર્યું. એની એક ખીલી ઉંચી થઈ ગયેલી તે છોકરાને વાગી જતાં લોહીની ધાર થઈ. તરત જ માતા દોડતી જઈને પુત્રને પંપાળવા લાગી. અહો ! બાલપણામાં રંડાપ આવ્યો, હવે મારી આશાના મિનારા આ દીકરા ઉપર છે, પણ હું કેવી કમભાગી ! આ વહાલા દીકરાને એક કેરી પણ નથી આપી શકતી ! પુત્રનું માથું મેળામાં લઈને ખૂબ રડે છે. ત્યારે બાળક કહે છે બા! તું રડીશ નહિ. હવે હું કદી કેરી નહિ માંગું. તું જે આપીશ તે હું ખાઈ લઈશ.