________________
પહ
સંસારના રંગ રાગથી જેણે મનને જીતી લીધું છે એવા બે પુત્ર દેવભદ્ર અને જશેભદ્ર કહે છે પિતાજી! અનેકવિધ દુઃખેથી આ લેક પીડાઈ રહ્યો છે. ચારે તરફ ઉપાધિઓથી વીંટાઈ ગયેલ છે. અને ઉપરથી તીણુ શસ્ત્રોની ધારાઓ વરસી રહી છે. એવા સંસારમાં અમને આનંદ આવતું નથી. આ સંસારમાં હવે રહેવા જેવું જ શું છે? ત્યારે મેહથી ઘેરાયેલે પિતા કહે છેઃ હે મારા વહાલસોયા પુત્ર ! તમને કેણ સતાવી રહ્યું છે ! હું આટલે સમર્થ અને સત્તાવાન છું. રાજાની પાસે મારું આટલું માન છે. રાજા હું કહું તેમ કરે છે અને મારા બેઠાં તમારું નામ લેનાર કોણ છે? તમારા દીકરાને કોઈ કંઈ કહી જાય તે તમે પણ કહે છે ને કે એ મારા દીકરાને આમ શેને કહી જાય? એ મારા દીકરાને કહેનાર કેશુ? હું એને બતાવી દઈશ. તેમ આ ભૃગુ પુરોહિત પણ એના પુત્રને કહે છે કે હું મારા લાડકવાયા! તમારી વાત સાંભળીને તે હું ચિંતાતુર બની ગયો છું. મારી ઉંઘ પણ ઉડી ગઈ છે. બાપના મનમાં એમ કે હમણાં કેઈ દુશ્મનનું નામ લેશે. પણ આ કંઈ બાહ્ય દુશ્મન ન હતાં. આ લેક શેનાથી પીડાઈ રહ્યો છે? શેનાથી વીંટાઈ રહ્યો છે અને કયા શસ્ત્રોની ધારાઓ વરસી રહી છે, એ બહુ સમજવા જેવી વાત છે. પણ મેહમાં પડેલા માનવીને એને વિચાર સરખે પણ આવતો નથી. એ તે દ્રવ્ય દુશ્મનને નસાડવા દેડે છે અને અભિમાનમાં અકકડ થઈને ફરે છે. પણ અભિમાન કદી કોઈનું ટકયું નથી અને ટકવાનું પણ નથી.
ચરોતરમાં એક ધનવાનની બાજુમાં એક ગરીબનું ઘર હતું. તે અમીન પટેલ હતું, પણ એના કર્મોદયે એ ગરીબ થઈ ગયે હતે. વિધવા માતા અને એને સાત વર્ષને પુત્ર બે જ હતાં. ધનવાનને ઘેર તે લક્ષ્મીની છોળો ઉડતી હતી. ખાવા-પીવાની કમીના ન હતી. કેરીની સીઝન આવી એટલે એને ઘેર તે કેરીના કરંડીયા આવવા લાગ્યા. આ ધનવાનને છોકરો આંગણામાં ઉભે ઉભે કેરી ખાય છે, ત્યારે આ ગરીબ વિધવા માતાને દીકરો કહે છે ભાઈ ! તારા ઘેર તે ઘણું કેરીઓ છે. મેં તે કેરી ચાખી પણ નથી. તું મને એક કેરી આપ. બાળક તે નિર્દોષ હોય છે. એટલે કહે છે, ઉભો રહે. હું મારી બાને પૂછીને તને કેરી આપું છું. એમ કહીને તે બાળક એની માતાને પૂછવા ગયે કે બા ! આ કરો કેરી માંગે છે, હું આપું? ત્યારે મા કહે છે બેટા! એવા તે કંઈક માંગવા હાલ્યા આવે, આપણે એને કેરી આપવાની નહિ. માંગે તે ટી બતાવવાને. એમ છતાં પણ જે માંગે તે કેરી ખાઈને એના માથામાં ગેટલે મારવાને, પણ કેરી તે આપવાની જ નહિ.
દારૂના નશા કરતાં પણ લમીને નશે ભયંકર છે. પૂર્વના પદયથી લક્ષમી મળી છે, પણ એ લક્ષ્મી આવતાં જીવનમાંથી જે સદાચાર ચાલ્યો જતે હોય તે તે લક્ષમીની કંઈ જ કિંમત નથી. પુણ્યાનુબંધી પુણ્યની જે લક્ષમી આવી હશે તે