________________
કયાં છે. ગોમૂ નાનકg” એક મિહનું ભૂત અને બીજું ચક્ષનું ભૂત. જેમ યક્ષના વળગાડવાળા માનવીને કઈ જાતનું ભાન રહેતું નથી તેમ આ આત્માને અનાદિકાળથી મહને વળગાડ વળગે છે. મેહના ભૂતે જીવ ઉપર એવું આચ્છાદન કર્યું છે કે હું ચૈતન્ય સ્વરૂપ, અનંત શક્તિને અધિપતિ, શાશ્વત સુખને સવામી છું એ ભાન ભુલાવી દીધું છે. પેલે યક્ષ વળગ્યા હશે તે અમુક સમયે એ વળગાડ છૂટી જાય છે. કદાચ પૂર્વનું વેર હોય તે મરતાં સુધી રહે છે. પણ દેહ છૂટતાં એ વળગાડ છૂટી જાય છે. પણ મેહને વળગાડ તે ભવોભવ સુધી સાથે રહે છે. એના આવરણથી છવ જમમાં પડી સત્ય વસ્તુની પિછાણ કરી શકતું નથી.
આત્મામાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની વાત એક જ સમયમાં જાણું દેખી શકે એવી શક્તિ રહેલી છે. પણ મોહ રૂપ ભૂતના વળગાડથી, એ શક્તિઓ ઢંકાઈ ગઈ છે. એ આવરણ નહિ ખસે ત્યાં સુધી જીવનું કલ્યાણ નહિ થાય. કલ્યાણની કેડી પ્રાપ્ત કરવા માટે સંત ચરણને આશ્રય શોધી લે. પંચ પરમેષ્ઠિનું શરણ અંગીકાર કરી લે. તમે પંચ પરમેષ્ઠિ ભગવંતનું સ્મરણ કરે છે. તેમાં અરિહંત ભગવંતને સૌથી પહેલા નમસ્કાર કરી છે. તે શું એ અરિહંત ભગવાન પાસે ધન-ગાડી-વાડી–લાડી ને બંગલા છે ખરા? તેમની પાસે કઈ સંપત્તિ છે કે તમે એને નમે છો ? તમે જેને ઈચ્છે છે એ ચીજો તે તેઓ છોડીને નીકળી ગયાં છે. એ તે સત્ વસ્તુની આપણને પ્રતીતિ કરાવે છે. એમની પાસે હોય તે આત્મિક ધન છે. પુદ્ગલની માયાથી તેઓ પર રહે છે. કારણ કે પુદ્ગલ એ જડ છે. જડ પુદ્ગલ અને ચેતન આત્મા કર્મના સંગથી ભેગા થઈ ગયાં છે. પણ ત્રણે કાળમાં એક થવાના નથી.
પુદ્ગલને મેહ ઓછો કરે તો સવળી દિશા સૂઝે. પુત્ર અને પત્નીને ખાતર ન કરવાનાં કામ કરી રહ્યાં છે. એ કમને વશ થઈને નરક અને તિર્યંચ નીમાં ચાલ્યા જશે. ત્યાં કોઈ બચાવવા આવશે નહિ. ઘરમાં, જમીનમાં, મિલકતમાં સહુ ભાગીદારી કરશે, પણ કર્મમાં કોઈ ભાગીદારી કરશે નહિ. અને કર્મ તે કરનારની પાછળ જ જાય છે. “વાવ જુનારૂ ” સે ગાયનું ટોળું ઉભું હોય તે પણ વાછરડી એની માને ઓળખીને તેની પાસે જ જાય છે. બીજા કોઈની પાસે જતી નથી. તેમ કર્મ રૂપી વાછરડી પણ એના કરનારને જ વળગે છે. માટે કર્મ બાંધતી વખતે ખૂબ સાવધાન રહે. આ જીવ મનથી-વચનથી અને કાયાથી-ત્રણ કરણથી કર્મ બાંધે છે. એમાં મન તો એવું મસ્તીખોર છે કે એ નવરું પડે એટલે કયાંનું કયાંય પહોંચી આવે છે. એની ગતિ તે આજના તમારા રેકેટથી પણ અધિક છે. માટે મનને તે એવું પ્રવૃત્તિમાં જોડી દે કે એ નવરું જ ન પડે. અને નવરું પડે તો એને એક કામ તે સેંપી જ રાખે. મનને કહી દો કે જ્યારે તારે કંઈ જ કામ ન હોય ત્યારે તારે નવકારમંત્રનું સ્મરણ કર્યા કરવું. જેણે મનને જીત્યું છે તેણે જગતમાં સઘળું કર્યું છે, જે