________________
શક્તિ આગળ કોઈની તાકાત નથી કે કઇ ટકી શકે. પણ જ્યાં પિતાની શક્તિનું ભાન જ નથી ત્યાં શું કહેવું? - દેવભદ્ર અને જશોભદ્ર ભૃગુ પુરોહિતને કહે છે કે પિતાજી! આ સંસારમાં કંઈક જીવો આ મારું અને આ તારું, આટલું મેળવ્યું અને આટલું મેળવવાનું છે. આ વ્યવસાયમાં જ જિંદગી પૂરી કરે છે. વળી ધન ભેગું કરતાં કેટલું પાપ કરવું પડે છે! જ્યારે પુણ્યશાળી છે મળેલી લક્ષમીને છોડી દે છે. પૂર્વ જન્મમાં જેણે ખીરના દાનથી પુ૨ય ઉપાર્જન કર્યું છે તેવા શાલિભદ્રની વાત તમે સાંભળે.
શ્રેણિક મહારાજા મગધ દેશના રાજા હતા. તેમની રાજધાની રાજગૃહ નગરીમાં હતી. ત્યાં શાલિભદ્ર મોટા શ્રેષ્ઠી તરીકે રહેતા હતાં. એમની ઋદ્ધિ આગળ રાજાની અદ્ધિ સામાન્ય દેખાતી હતી. કારણ કે શાલિભદ્રને તેમના પિતાદેવ પ્રસન્ન હતાંરેજ ૯ પેટી ઉતરતી હતી. ભજન, વસ્ત્ર, અલંકારે દેવતાઈ હતાં. આ રાજગૃડ નગરીની ખ્યાતિ સાંભળીને નેપાળ દેશના વહેપારીઓ સવા લાખ સોનૈયાની કિંમતની એક એવી ૧૬ રત્નકંબળ લઈને રાજસભામાં વેચવા ગયા. ગમે તેવી ઠંડીમાં પણ નકંબળ ઢાંકવામાં આવે તે પથ્થર જેવાં કરેલાં ઘી પણ પીગળી જાય. ગ્રીષ્મ ઋતુમાં તપેલાં ઘી ઉપર ઢાંકવામાં આવે તે ઠરીને પથ્થર થઈ જાય. અને ચોમાસામાં ન શરદી કરે કે ન ગરમી કરે, આવી ગુણવાળી રત્નકંબલ મેલી થાય ત્યારે અગ્નિમાં નાંખે તે શુદ્ધ થઈને બહાર આવે. પણ રાજાએ કહ્યું-કંબલના મેહમાં સવા લાખ સોનૈયા ખરચીએ તેના કરતાં પ્રજાના રક્ષણમાં ખરચીએ તે શું ખોટું ! વહેપારીઓ સાંભળીને ખિન્ન થઈ ગયા અને બેલ્યા કે જે માલ મગધ દેશના માલીક ન ખરીદે તે બીજું કશું ખરીદ કરે ! નાહકના મહેનત કરીને આવ્યા. શાલિભદ્રની માતાએ આ વહેપારીઓને ઉદાસપણે પિતાના ઘર આગળથી જતા જોયા. દાસીને બોલાવવા મોકલી. જે માલને રાજા ખરીદી ન શક્યા તે તારી શેઠાણી શું ખરીદ કરવાના હતા?” દાસીએ કહયું-એક વખત આવે. વહેપારીઓ આવ્યા. શેઠાણને જોઈને ખુશ થયા. ભદ્રા શેઠાણી પૂછે છે-શું લાવ્યા છો? રત્નકંબળ કેટલી છે? ૧૬. બહુ છેટું કર્યું. મારે ૩૨ જોઈતી હતી, કારણ કે મારા શાલિભદ્રની સ્ત્રીઓ ૩૨ છે. કિંમતીમાં કિંમતી રત્નકંબળ માટે બત્રીસને યાદ કરનાર શાલિભદ્રની માતા પિતાને કેમ ભૂલી જાય છે? એમાં જ જૈનધર્મના હાર્દને પામેલી માતાની મહત્તા છે. એ બત્રીસ પુત્રવધૂએ એ માતાને કેવી રીતે પૂજતી હશે? સામાની પાસેથી જે તમારે ગુગ જોઇને હોય તે પ્રથમ તમે ગુણવાન બને.
પહેલાંનાં જૈન કુટુંબે ગૃહસ્થાવાસમાં પણ આ દશાનાં હતાં, કારણ કે તેમને ત્યાં ત્યાગની છોળે ઉછળતી હતી. હૃદયમાં ઉપભેગેની પિપાસા નહેતી એટલે વહુઓ પ્રત્યે પણ કરીએ એટલે સદભાવ રહે. જ્યારે આજે તે વહુ માટે ઘી, દૂધ તાળામાં હેય