________________
પપ૦
અનાદિકાળથી આત્મા પુદ્ગલ પરાવર્તન કરી રહ્યો છે. તેનું મૂળ કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને વશ થઈ જીવ કર્મો બાંધે છે. અને કર્મ જ પરિભ્રમણનું કારણ છે. તમે સરકારને કેઈ ગુન્હ કરે તે તમારે જેલમાં જઈને સજા ભોગવવી પડે છે. પણ એ જેલની સજા મર્યાદિત સમયની હોય છે. બહુ બહુ તો જિંદગીની જેલ પડે, છતાં એક જ ભવ પૂરતી જ ને ? પણ કર્મરાજાની સજા કેવી ક્રૂર છે. આત્માને અનંતકાળથી કેદમાં પૂરી રાખ્યો છે, આ જીવ તીર્થકર ભગવંતના સમોસરણમાં પણ જઈ આવ્યું છે, એમની વાણી સાંભળી છે, અભાગી છવડો કરે ને કે રહી ગયું છે. મહાનપુરૂ કહે છે જે ઘડી ગઈ તે ભલે ગઈ, હજુ સમજે તે પણ સારું છે. હજુ બાજી બગડી નથી ગઈ. જેટલી જીંદગી બાકી છે તેને તું સુધારીશ તે પણ કલ્યાણ થઈ જશે. અજ્ઞાનમાં અનંત કાળ ચાલ્યા ગયે પણ જો તમારો વર્તમાનકાળ સુધારશે તે ભવિષ્યકાળ સુધરી જશે. ભવિષ્યકાળ સુધરશે એટલું જ નહિ, ભૂતકાળ પણ સુધરી જશે.
ભૂતકાળમાં કરેલી ભૂલને પશ્ચાતાપ કરવાથી જે કમને બંધ પડી ગયો ન હોય, ખાલી દળીયાં જ ભેગા કર્યા હોય તે તેને વેરવિખેર કરી શકાય છે. પ્રસનચંદ્ર મુનિ ધ્યાન અવસ્થામાં લીન હતા. શ્રેણિક રાજાએ ભગવાનને તે વિષયમાં પૃચ્છા કરી કે પ્રભુ! એ મુનિ અત્યારે કાળ કરે તે કયાં જાય? ભગવાને તે વખતની એની પરિણામધારા જઈને કહયું કે એ અત્યારે કાળધર્મ પામે તે નરકમાં જાય. કારણ કે તે સમયે તેઓ મનથી યુદ્ધ કરી રહ્યા હતાં. યુદ્ધ કરતાં કરતાં માથેથી મુગટ લેવા ગયા, ત્યાં તે માથે મુંડન જોઈને મનની પરિણામધારાએ જુદો વળાંક લીધો. અને પશ્ચાતાપ કર્યો. ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી ગયાં. દેવદુંદુભી વાગી. ત્યારે રાજા પૂછે છે પ્રભુ આમ કેમ? ભગવાન શ્રેણિક રાજાને સત્ય વાત સમજાવે છે. કારણ કે આપણે તે બાહય દેખાવને જેના છીએ. આંતરિક દેખાવને જોઈ શકતા નથી. ચર્મચક્ષુથી તો ચામડું જ જોવાય. અંતર ન જોવાય. એ માટે જ આપણે પ્રભુને પ્રાર્થના કરવાની છે અને પુરૂષાર્થ ખેડવાને છે. ” “ હે પ્રભુ! મારી દ્રષ્ટિ સૂફમતર અને અન્તભેદી થાઓ. મારી દષ્ટિ કેમેરાની જેમ બાહય વાતાવરણને અંકિત કરવામાં જ ન લાગી રહે, પરંતુ મારી દષ્ટિ એકસરની જેમ અન્તભેદી થાઓ. બહાર ન જુએ, અંદર જુએ, તનને નહિ મનની ગતિને જુએ. દેહને મહિક આત્માને જુએ, જડનું નહિ આત્માનું દર્શન કરે. મારી દ્રષ્ટિમાં એવું તેજ પ્રગટાવ કે જેથી સમસ્ત બાહય વાતાવરણને ભેદીને હું અનઃસ્થિત આત્મદેવનાં દર્શન કરી શકું. ' છે. જે માણસ પોતાના મન ઉપર બ્રેક લગામ) રાખી શકે છે તેને માટે દુનિયામાં કોઈ ચીજ દુષ્કર રહેતી નથી. મનને જીતનાર મહાવીરે કહ્યું છે કે “રિણામે ઘવ ળિમે મોણો ”