________________
પિપ૭ પણ બીજ રૂપે ગુણે રહેલાં છે. તેના ઉપર ધમરાધના રૂપી વરસાદ વરસાવવાને છે. પછી જોવાનું એ છે કે ગુણરૂપી અંકુર ફૂટયા? ગુણનું પ્રગટીકરણ થયું ? ઘણી વખત જીવનો આનંદ પણ નાના બાળક જેવો હોય છે. કોઈ પણ મહેલ બનાવવો હોય તે તેને પાયે મજબૂત જોઈએ. તે જ તે મહેલ ગમે તેવા ઝંઝાવાતમાં પણ ટકી શકે છે. તેમાં તમારા જીવનમાં ધર્મરૂપી મહેલ ચણ હશે તે સદ્દગુણોના પાયા મજબૂત અને ઉંડા નાખવા પડશે. ધર્મરૂપી બીજનું વાવેતર કરવા માટે અનુકૂળ ગતિ હોય તે તે મનુષ્ય ગતિ છે. દેવગતિમાં પુણ્યને ધોધ જમ્બર છે પણ તેમાં ચારિત્રના બીજ વાવી શકાતાં નથી. તિર્યંચ અને નારકીમાં તો એખર ભૂમિ છે એટલે ત્યાં પણ સંયમની સાધના થઈ શકતી નથી. અને મનુષ્યની ભૂમિ કાળી માટી જેવી છે. તેમાં થોડું વા તે પણ અનેક ગણું ઉગી નીકળે છે. માટે તમે પ્રમાદ ત્યાગીને મનુષ્ય જન્મ સફળ કરી લે. સંયમની સુંદર સાધના મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે “જાગૃતિ એટલું જીવન અને પ્રમાદ તેટલું પતન.” જાગૃતિ પૂર્વક જીવન જીવશો તે જ મૃત્યુ સુધરશે. અને મૃત્યુ ત્યારે જ સાર્થક થાય કે જ્યારે તમારો પહેલેક સુધરે. એટલે મનુષ્યને જે જીવન જીવતાં આવડે તો જ તે મૃત્યુંજય બની શકે છે. મૃત્યુ દરેકને માટે અનિવાર્ય છે. પણ જ્ઞાની હસતાં હસતાં મૃત્યુને ભેટે છે જ્યારે અજ્ઞાની મમત્વને કારણે મૃત્યુ સમયે રડે છે. માટે જીવનને સફળ બનાવવું હોય તો ધર્મને જીવનમાં ઉતારે.
ભૂગુ પુરોહિતના બે પુત્ર દેવભદ્ર અને અભદ્ર જાગૃત થઈ ગયાં છે. તેમણે પિતાને કહી દીધું કે અમે જ્યાં સુધી ધર્મ-કર્મને સમજતા ન હતાં ત્યાં સુધી પાપકર્મોનું આચરણ કર્યું, પણ હવે અમે સમજણના ઘરમાં આવ્યા છીએ. હવે અમે વિષય સુખેના પ્રલેભનમાં પડીએ તેમ નથી. હજુ પણ તેઓ શું કહે છે –
अब्भाहयम्मि लोगम्मि, सव्वओ परिवारिए ।
- જમોદાદિં વહન્તીરં, રિહરિ ને ડું ઉ. અ. ૧૪-૨૧ હે પિતાજી! અમોઘ શસ્ત્રધારાઓ પડવાથી સર્વ દિશાઓમાં પીડિત બનેલા આ લેકમાં હવે અમને આ ઘરમાં આનંદ આવતો નથી. - બાલુડાઓ શું કહે છે-પિતાજી! અમને હવે ઘરમાં આનંદ આવતું નથી તમારી અડધી જિંદગી ચાલી ગઈ. ઘડપણે ઘેરે ઘાલે, તે પણ ઘરને મોહ ઘટવાને બદલે વધતો જ જાય છે. પણ દેવાનુપ્રિયે ! સમજે. આ લેક ચારે બાજુએથી દુઃખમાં ઘેરાયેલું છે. એના ઉપર તીકણધારવાળા શસ્ત્રોની અમોઘ ધારાએ વરસી રહી છે. એવા સંસારમાં આનંદ કેમ આવે છે? બે બાળકે કહે છે પિતાજી ! આપ વિચાર કરો કે જેમ એક મૃગ હોય એને કઈ પણ રીતે દેરડાથી બાંધી લીધું છે. હવે એ મૃગને ચારે તરફથી