________________
જિંદગીમાં ધર્મધ્યાન કર્યું ન હોય, ભગવાનનું નામ ન લીધું હોય, તેનું ચિત્ત હવે ધમાં કે પ્રભુમાં કયાંથી ચૂંટે? શેઠની પણ એવી હાલત હતી. દીકરાઓએ કહ્યુંબાપુજી! હવે ધર્મધ્યાનમાં ચિત્ત જેકે! પરંતુ બાપુજી તે જીવનભર માયાના કીડા જ બન્યાં હતાં. ધર્મમાં તેમણે કદી ચિત્ત જેડયું ન હતું. એટલે તેઓ તરત જ બોલી ઉઠયા. બેટા ! પેલા ઘરમાં રહેતા જાટ પાસે બસો રૂપિયા લેણુ છે, જે ભૂલી ન જતે.
બીજા દીકરાને થયું કે બાપુજીને ઈશ્વરનું સમરણ કરાવું, એટલે તેણે કહ્યું. બાપુજી! હવે ઈશ્વરનું નામ લે. પણ શેઠ ઈશ્વરનું નામ ક્યાંથી લે? ઈશ્વર અને માયાને તે વેર હેય છે. ઈશ્વર અને માયાને ઉભા રહે પણ બનતું નથી. એટલે તે કહેવા લાગ્ય–અરે દીકરા ! પેલા ઈશ્વરપ્રસાદ પર દાવો કરવાનું છે. એણે મૂડી કે વ્યાજ કશું જ આપ્યું નથી. તે મને યાદ કરાવી આપ્યું તે ઠીક થયું.
એટલામાં ત્રીજે દીકરે આવ્યું. અને તેણે કહ્યું–બાપુજી! હવે તમે બે ઘડીના મહેમાન છે. માટે રામ રામ કરે. રામ-રામ શબ્દ કાને પડતાં શેઠને કઈ પુરાણી સ્મૃતિ તાજી થઈ હોય તેમ બોલી ઉઠયા. અરે બેટા ! પેલા રામા હજામનું ખાતું જરા જોઈ લેજે. એણે આપણને પૂરા રૂપિયા આપ્યા છે કે નહિ?
થે દીકરો કહે છે બાપુજી! કૃષ્ણનું સ્મરણ કરશે. ત્યારે શેઠ તરત જ બેલી ઉઠયા. બેટા! તે યાદ કરાવ્યું તે સારું થયું. પેલે કીસને મળી છે ને, એની પાસેથી આપણું લેણી રકમના બદલામાં દશ મણ અનાજ લેવાનું છે તે ભૂલતે નહિ.
પછી તે બધાય દીકરાઓ એકી સાથે બોલી ઉઠયાં કે બાપુજી! આ બધું જ ભુલીને હવે ભગવાનનું નામ લે. પરંતુ શેઠની બુદ્ધિ ઉપર માયાને ગાઢ પડદો પડે હતે. એટલે એને ભગવાનનું નામ યાદ કરતાની સાથે ભગવાન બ્રાહ્મણ પાસે પાંચ સો રૂપિયા માંગતા હતાં તે યાદ આવ્યા. અને કહે છે બેટા ! તે તમે યાદ કરીને લઈ આવજે. આ રીતે શેઠના મનમાં મરતાં સુધી લેણદેણના વિચારે જ ચાલુ રહયા. પણ તેનું ચિત્ત ઈશ્વરમાં ન લાગ્યું તે ન જ લાગ્યું.
આ દષ્ટાંત સાંભળીને તમને શેઠ ઉપર હસવું આવે છે. પણ બંધુઓ ! આમાં કંઈ હસવા જેવું નથી. મરણ સમયે જેવું શેઠનું જીવન બની ગયું હતું તેવું જ દયાજનક જીવન આ દુનિયામાં હજારો વ્યક્તિઓનું બની ગયું છે. તમારું જીવન પણ અંતિમ સમયે આવું દયાજનક ન બને, બીજાને હસવું આવે તેવું ન બની જાય તેનું ધ્યાન રાખજે. અત્યારથી જ મૃત્યુ સુધારવા પ્રયત્ન કરતાં રહેજે. બે પુત્રો કહે છે કે, પિતાજી ! આ મોહ માયાથી ભરેલા સંસારમાં અમને ગમતું નથી. તમારા ઘરમાં અમને આનંદ આવતું નથી. હજુ આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
શા. ૭૧