________________
પહે
ભૃગુ પુરાહિત બાહ્ય દૃષ્ટિથી જોનારા હતા. જ્યારે એના પુત્રા આંતરિક દૃષ્ટિથી જોતાં હતાં. બાહ્ય દૃષ્ટિવાળા ખાદ્ઘ લાભાલાભને જુવે છે અને અંતર દૃષ્ટિવાળા આત્માના લાભાલાભને જુએ છે. જ્યાં સુધી તમારા અંતર ચક્ષુ નહિ ખુલે, વીતરાગ વાણીમાં શ્રદ્ધા નહિ પ્રગટે ત્યાં સુધી સાચેા લાભ કે આનંદ મળશે નહિ. પુત્રો માટે, પત્ની માટે ઘણાં પાપ કર્યાં હવે તા કંઈક સમજો અને આત્મા માટે તો કઈક કરી. સારી જિંદગી ધ་– ધ્યાન નહિ કરે તેા અંતિમ સમયે ધમ ક્યાંથી ગમશે ? તમારા સાચા સગાં કોઇ નથી અને સંસારનું કામ તા સદાને માટે છે, છે ને છે જ. એક કલાક તેા આત્મા માટે કાઢો. અહી' આવશે। તો કંઈક સમજણુ આવશે. નહિ આવા તા ક્યાંથી મળશે ?
એક ધનવાન શેઠ હતા. જેવા ધનવાન હતા તેવા જ તે જ્ઞાનવાન હતા. એને કોઈની સલાહ લેવાની પણ જરૂર ન હતી. પેાતે પાતાનું બધું જ સાધન કરી લીધેલુ હતુ . શેઠને ત્રણ દિકરા હતા. દીકરાઓને પણ તેમનું સાધન કરી આપ્યું હતુ. એટલે કોઈ જાતની ચિંતા પણ ન હતી. એક વખત આ શેઠ ખૂબ બિમાર પડયાં. એમને એમ લાગ્યું કે હવે હું બિમારીમાંથી ખચું તેમ લાગતું નથી. એટલે તેમણે પેાતાના ત્રણે પુત્રોને પાસે મેલાવીને કહ્યું: પુત્રો ! હું તેા હવે થાડા દિવસના મહેમાન છું. મૃત્યુ નજીક આવી રહ્યું છે. માટે હવે તમે ત્રણે મારી પાસે આવીને બેસો અને મને ધધ્યાન સ`ભળાવો જેથી મારું મૃત્યુ સુધરે, અને હું મારી અ ંતિમ સાધના સાધી શકું. ખાપની વાત સાંભળી બહાર જઈને મેાટા બે પુત્રો કહે છે કે એવું કઈ થાડુ' નક્કી છે કે બાપુજી થાડા દિવસમાં ચાલ્યા જશે. આપણે રાજ રાજ શા માટે ખાટી થવું જોઇએ ? એમને તા થાથા ને પેાથા વાંચવા સિવાય બીજું શું ગમે છે? આપણે તા રાજ જવું નથી. અહીં’ વિચારવાનું એ છે કે જો આપે એમ કહ્યું હેત કે હે પુત્રા ! મારી પાસે હજી ઘણી મિલકત છે. તમે આવજો. હું તમને સરખે ભાગે વહેંચી આપીશ, તેા તા દીકરાએ દોડતા જાત. એમાં વાંધા ન આવત, પણ ધર્મ ધ્યાન સંભળાવવાનું કહ્યું એટલે જવા તૈયાર ન થયા.
નાના પુત્ર ખૂબ સમજણા અને ચતુર હતા. એણે એ જ વિચાર કર્યાં કે પૂજય ખાપુજીનું અમારા ઉપર ઘણુ' જ ઋણ છે. અ ંતિમ સમયે એમને આપણે ધમ ન પમાડીએ અને એમની અ ંતિમ ઇચ્છા પૂરી ન કરીએ તેા પિતૃઋણમાંથી મુક્તિ કેમ મળે ? પધા તા સદાના છે. મારા મોટાભાઈએ તે ગમે તેમ કરે પણ મારે તે મારી ફરજ ચૂકવી નથી. નાના દીકરા દરરોજ બાપની પાસે જાય છે. ધર્મધ્યાન સંભળાવે છે. પંદર દિવસ પછી ખાપ એના પુત્રને કહે છે બેટા! મારી પાસે આ એક ચદ્રકાંત મણી છે. મણી એક છે અને તમે ત્રણુ ભાઈઓ છે. માટે તમારે ત્રણેએ એકેક મહિના આ ચંદ્રકાંત મણીને તમારે ઘેર રાખવા. આ ચંદ્રકાંત મણીના ચમત્કાર દર પૂનમે થાય છે. મણીમાં. શુ' ચમત્કાર છે એ બધી વાત માપે નાના પુત્રને સમજાવી દીધી.