________________
to छिन्द भिन्दह णं दहेति, सद्दे सुणेन्ता परधम्मिया । ते नारगाओ भयभिन्नसन्ना, कखति क नाम दिसं वयामो ॥
સૂર્ય. સૂ. અ. ૫ ઉ. ૧ ગાથા ૬
પરમાધામીએ નિરંતર ‘તુણા, છેદે, મારા, કાપા, ખાળા' એમ બેાલ્યા જ કરતાં હાય છે. એના શબ્દો સાંભળીને જ નરકમાં રહેલાં નારકીએ ભયભીત બની જાય છે. આપણાથી તે સ્હેજ કાઇને માર મારતાં પણ જોઈ શકાતું નથી. તેા નરકની આવી તીવ્ર વેદનાઓ કેમ સહન થાય? આવા કષ્ટો વેઠવા ન હાય તેા પાપભીરૂ અનેા. આજે તા જ્યાં જુએ ત્યાં પાપ સિવાય બીજી વાત જ નહીં.
ગીરધરભાઈ દફતરી વાત કરતાં હતાં કે આજે એટલી બધી હિંસા વધી ગઇ છે કે ન પૂછે। વાત. ચૂંટી ખણા ને લેાહી નીકળે એવી રાજની ૬૦ ભેસેને ક્રૂર રીતે કાપી નખાય છે. એને કાપે તે વખતે લાહીની જરૂરવાળા લેાહી લેવા, ચરબીની જરૂરવાળે ચરખી લેવા હાજર થાય છે. હું તે તમને કહું છું કે આવા નિર્દોષ જીવાની જ્યાં હિંસા થતી હાય એવા ધંધા કરીને તમે ક્રોડાની મિલ્કત ભેગી કરશેા પણ અંતે કયાં જવાનું...! તમે એના વિચાર કરે. આ ભવમાં એ જીવાનુ છેનભેદન કરનારાઓને ખીજા ભવમાં અનેક વાર છેઢાવું પડશે. કમ કી તમારા પીછે નહિ છેાડે.
ભૃગુ પુરાહિત, પુત્રોની વાત સાંભળી વિચારમાં પડી ગયા. તેને થયુ` કે અહી. તે કઈ શસ્ત્રોના વરસાદ વરસતા નથી. અહી તા કાઈ ઘેરી લેનાર દુઃખ દેનાર દેખાતું નથી, છતાં આ પુત્રો આમ શા માટે ખેલતા હશે? શું મારા પુત્રાને કોઈ ગુપ્ત રીતે કષ્ટ આપતું હશે ? હવે તે પુત્રોને પૂછે છે-
के अब्भाहओ लोगो केण वा परिवारिओ ।
જાવા પ્રમાદ્દા પુત્તા, નાચા ચિન્તાવો દુમે ॥ ઉ. અ. ૧૪-૨૨
હે મારા વ્હાલસેાયા પુત્રો! આ લેાકને કાણુ પીડિત કરી રહ્યું છે ? કાનાથી વીંટાઈ ગયેલેા છે અને શસ્ત્રોની ધારાઓ કઈ છે ? એ તમે મને બતાવે. એ જાણવા માટે હું ખૂબ ચિંતાતુર ખની ગયા છું. હે પુત્રો! તમે કહા છે કે મૃગલાને પકડીને શિકારીએ એને ચારે તરફથી હેરાન કરી મૂકે છે એવી રીતે તમને આ સંસારમાં મારનાર કાણુ દુશ્મન જાગ્યા છે? અને તમારા ઉપર કયા શસ્ત્રોની ધારાએ વરસી રહી છે તે મને તમે જલ્દી કહેા. તમારી વાત સાંભળીને મને ખૂબ ચિંતા થાય છે. તમે મને બતાવા તે હું એના ઉપાય કરું. જેમ કોઈ માણસને હૃ થયું હાય તા ડોકટર પાસે જઈને એનુ નિદાન કરાવવું પડે. નિદાન થયા પછી જ યાગ્ય ઉપાય થઇ શકે છે. તેવી રીતે તમારા દુ:ખાની મને ચિ'તા થાય છે. માટે તમે મને કહેા તા હું જલ્દી તમારુ દુઃખ દૂર કરું..