________________
મ હતો તેનાથી અધિક આનંદ પ્રભુના પ્રેમભર્યા વચને સાંભળીને અનુભવ્યા. કપિલદાસીને દાન આપવા કહ્યું, પણ એણે દાન આપવાની હા ન પાડી ત્યારે એને હાથે ચાટવો બાંધીને દાન અપાવ્યું. કાલસૌરિક કસાઈને એક દિવસ હિંસા બંધ કરવાનું કહયું, એ ન માન્યું ત્યારે એને કૂવામાં ઊંધે મસ્તકે લટકાવ્યું. ત્યારે એણે કૂવામાં પાડા ચીતરીને માર્યા. દ્રવ્યથી હિંસા ન કરી પણ એના પરિણામ તે હિંસામય જ રહ્યાં. એટલે પ્રભુએ કપિલાના દાનને દાન તરીકે માન્ય ન કર્યું. કાલસૌરિકની એવી અહિંસાને ભગવાને હિંસા જ કહી ત્યારે શ્રેણિક રાજા પુણિયા શ્રાવકની ઝુંપડીએ ગયાં.
પિતાને આંગણે મગધનરેશને આવેલાં જોઈને પુણી શ્રાવક કહે છેઃ પધારે મહારાજા ! આજે મારું ગરીબનું આંગણું પાવન થયું. શ્રેણિક રાજા નમ્રતાપૂર્વક કહે છેમને એક સામાયિકનું દાન આપે. મારે બીજું કંઈ જ નથી જોઈતું. પણ શ્રાવક કમ ન હતે. ગરીબ હતો પણ આત્માથી અમીર હતે. શ્રેણિક રાજા ભગવાનના ભક્ત હતાં તેમ એ પણ ભગવાનને ભક્ત હતા. ભગવાને એને ધર્મનાં પાઠ ભણાવ્યા હતાં. બારબાર પ્રકારની પ્રખદા વચ્ચે ભગવાનના મુખે એના વખાણ થતાં હતાં. જેના મગજમાં આત્માની અજબ ખુમારી હતી. તેવા પુણીયા શ્રાવકે શ્રેણિક મહારાજાને કહયું રાજન ! તમારું મગધનું રાજ્ય નહિ પણ અખિલ બ્રહ્માંડનું રાજ્ય પણ સામાયિક આગળ મને તુચ્છ લાગે છે. હું જ્યારે સામાયિકમાં બેસું છું ત્યારે આ ઉનનું આસન મારી દ્રષ્ટિમાં સિદ્ધશીલાની તેજસ્વી ભૂમિ જેવું બની જાય છે. અને બે ઘડી માટે હું આ સંસારમાં નથી રહેતે પણ સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાઉં છું. એટલે સિદ્ધ ભગવંતના સુખનો અનુભવ કરું છું. હવે આપ જ કહે. હું આપને સામાયિકનું વચનદાન કેવી રીતે આપી શકું! બંધુઓ! પુણીયા શ્રાવક પાસે સામાયિકની કેવી ખુમારી, કેવું ખમીર હતું કે જે એક ઘાસની ઝુંપડીમાં રહેવા છતાં મહેલને આનંદ માણી શકો હતે. ખાવા માટે આંગળીના વેઢે ગણાય તેટલી જ ચીજો હેવા છતાં બત્રીસ પ્રકારના પકવાનને ઓડકાર લઈ શકતો હતે. પુણીયા શ્રાવકે શ્રેણિક રાજાને એક સામાયિકનું વચનદાન ન આપ્યું એટલે તેઓ ત્યાંથી પાછા ફર્યા. પણ એક ન આદર્શ લઈને આવ્યાં કે ત્રણ ભુવનનાં રાજ્ય કરતાં પણ એક સામાયિક મહાન છે.
શ્રેણિક જેવા મહારાજાને નરકગતિને ભય લાગે, પણ તમને હજુ ભય લાગે નથી. નરકમાં કેવી કારમી વેદનાઓ રહેલી છે. અહીં તે દિઈ આપણી અંગે પાંગ છેદી નાખે ત્યારે દુઃખ થાય, જિંદગીની પરાધીનતા થાય, એ વાત સાચી, પણ વારંવાર વેદના ભેગવવાની નહિ. પણ નરકમાં તે હાથ પગ છેદી નાખે, વળી પાછા ભેગા થઈ જાય. એને ફરીને પાછા કાપી નાંખે છે. સૂયગડાંગ સૂત્રમાં ભગવતે કહયું છે કે -